Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ એકાંકી નાટકોમાં પહેલી નજરે વિષય, સંવિધાન અને શૈલી એમ ત્રણે દષ્ટિએ વૈવિધ્ય આ દસ વર્ષોમાં જોવા મળે છે. ધૂમકેતુના “શ્રીદેવીમાં અને યશેધરના “હુ-એન-સંગ’માં ચિતિહાસિક દુર્ગેશ શુકલ, જયંતિ દલાલ, પન્નાલાલ, મડિયા, ઉમાશંકર, ચંદરવાકર આદિમાં ગામડાંનું નીચલા થરનું કે શહેરના મધ્યમ વર્ગનું લોકજીવન અને ગુલાબદાસ, ગોવિંદ અમીન, ઉમેશ કવિ, દલાલ આદિમાં પ્રતીત થતી સામાજિક સમસ્યાઓ, નુતન મનોવ્યાપારે કે સામાન્ય હાસ્યપર્યવસાયી વિષયો આ દાયકાના એકાંકીનું વિષયવૈવિધ્ય નક્કી કરે છે. સંવિધાનની અનોખી સિદ્ધિ બતાવતું યશોધરનું “રણછોડલાલ', પુરાણાં નાન્દી અને ભારતવાક્યને નૂતન પ્રયોગ દાખવતું શ્રીધરાણીનું “પીયે ગરી', સંયોજનના પ્રગ૯ભ પ્રયાગરૂપ દલાલનું “અંધારપટ' અને રંગભૂમિની નવીન રચના અપેક્ષતું તેમનું “સાયનું નાકું', રહસ્યમય વસ્તુનું સુશ્લિષ્ટ આયેાજને દાખવતું દુર્ગેશનું “હૈયે ભાર', એકસ્થલકી અકૃત્રિમ રચનાવાળું ઉમેશનું “ધરકડી', સંયોજન અને લાઘવના ઉત્તમ નમૂનારૂપ ઉમાશંકરનું “મારી શૈક્ય’ અને ચમત્કારક વળાંકબિંદુ તાકતું ચંદરવાકરનું “પિયરના પડોશી” આ દાયકાની સંવિધાનકલાનું વૈવિધ્ય દાખવતી એકાંકી કૃતિઓ છે. દુર્ગેશની રંગપ્રધાન તરંગલીલાવાળી “પૃથ્વીનાં આંસુ” જેવી રચનાઓની ભાષાશૈલી, કવચિત ન્હાનાલાલની આલંકારિકતા તરફ, કવચિત્ તીખા કટાક્ષો તરફ અને કવચિત તળપદી ચલણી લઢણે તરફ ઢળતી દલાલની તેમનાં જીવનદીપ',
અવિરામ” અને દ્રૌપદીને સહકાર'માં છે તેવી લાક્ષણિક સંવાદશૈલી, ઉમાશંકરથી માંડીને ચંદરવાકર સુધીની કેવળ તળપદી શિલી, ગોવિંદ અમીનની ઊર્મિલ છતાં વિવેદી શૈલી અને પન્નાલાલની વાસ્તવલક્ષી છતાં પ્રફુલ્લ શૈલી ઠીક વૈવિધ્ય જાળવે છે.
પરંતુ એકાંકીના કેટલાક લેખકેએ ઔચિત્યવિવેકનું ભાન રાખ્યા વિના કેવળ પશ્ચિમી નાટયકૃતિઓની નકલ કરવાનું જ ચાલુ રાખ્યું છે તે ઠીક નથી થયું. ઝીણી ઝીણી વિગતોથી ભરેલી તેના માટેની દીર્ઘસૂત્રી નાટથસૂચીઓમાં,-સંવાદમાં રેજના વ્યવહારની ઘરાળું પ્રાદેશિક બેલીઓનું વધુ પડતું પ્રદર્શન કરાવવામાં અને ઉદંડ મને વ્યાપારાનું નિબંધની કક્ષાએ પહોંચે ત્યાં સુધી આલેખન કરવામાં એકાંકીને કર્યો હેતુ સરતો હશે તે સમજાતું નથી. ઘણીવાર તે પ્રયોગશીલતા કે નવીનતાના શંખમાં વસ્તુની નાટોચિતતાની સૂઝ પણ રહેતી નથી.