Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
6
"
(
<
'
તેમના વ્યક્તિત્વની—માત્માની-ખુશમે નહિ જેવી જ છે. ઉમાશંકરના ‘ગ’ગાત્રી’ અને ‘ નિશીથ'ની તુલનામાં તેમનું જ આતિથ્ય ' કેવું આયાસજન્ય અને ગદ્યાળુ લાગે છે ! મનસુખલાલના વ્યક્તિત્વની જે સારભ · આરાધના ’માં મળતી તે ‘અભિસાર 'માં જાય છે? કયાં · પરિજાત 'માંનાં પૂજાલાલનાં ભક્તિકાવ્યા અને કાં · મિમાળા', ‘ જપમાળા ', આદિમાંનાં તેમનાં સ્તોત્રા ! ગયે દાયકે · દર્શાનિકા', · કુરુક્ષેત્ર', મ્હારાં સૉનેટા ', ‘કલ્યાણિકા', આદિ મુઝગ કવિઓના અને કાવ્યમંગલા ', ‘ વસુધા', નિશીથ ’, ‘ યુગવંદના ’, ‘· ઈન્દ્રધનુ ’, ‘કાડિયાં ’, આદિ નવીન કવિએના ડઝનબંધ પ્રથમ પંક્તિના કાવ્યસંગ્રહે સાંપડવા હતા, જ્યારે આ દાયકૅ એવાં પકવ શૈલીવાળાં, નૂતન વિચારનું પ્રસ્થાન બનાવતાં, ભર્યાં' કાવ્યજળની છાલકા મારતાં પુસ્તકા કેટલાં વારુ? આગલા દાયકાની સરખામણીમાં આ દસકાના ‘ આતિથ્ય ’, · અભિસાર’, ‘ જપમાળા ’, ‘ પ્રતીક્ષા ’, ‘ સ્વાતિ ’, ‘સંસ્કૃતિ', ‘ કાલિ’દી ’, ‘ ધરતીને ’, ‘આકાશનાં ફૂલ ’, ‘મંજૂષા ’ ‘કેસૂડા અને સાનેરુ ‘પ્રતિપદા ’, ‘ ચક્રવાક્ ' છ ંદોલય ', ‘ પ્રત્યૂષ ', ' સંવેદના' આદિ સંગ્રહ સામાન્ય કાટિના નથી જણાતા ?
નાટક
આપણા સાહિત્યમાં નાટકના પ્રકાર ઉપર વાચક્રાનુ' તેમજ લેખકાનું ધ્યાન સદા ઓછું જ રહેતું આવ્યું છે. નવલકથાએ અને નવલિકાએ જેટલાં નાટકા ખરીદાતાં નથી તેમ વંચાતાં પશુ નથી, એટલે માં લખાતાં ય નથી. ધંધાદારી નાટકા અને સાહિત્યિક નાટયરચનાઓ વચ્ચે ખાપમાર્યા વેર હાય એવી પરિસ્થિતિ અનેક પ્રયોગા, અને પ્રયત્ન છતાં આજ સુધી પલટી શકાંઈ નથી. રરંગભૂમિ પર ભજવાતાં નાટકે ભાગ્યે જ પુસ્તકાકારે પ્રકાશન પામે છે અને સાહિત્યિક નાટકાના ધંધાદારી રંગભૂમિ જવલ્લે જ સ્વીકાર કરે છે. વળી નાટયકલા તેના સ`કનુ' અન્ય કલાઓ કરતાં વિશેષ એકાગ્ર ચિત્ત અને સૂક્ષ્મ કાશલ અપેક્ષતી હેાવાથી તેની આરાધના ધારીએ તેટલી સહેલી નથી.
આ બધાં કારણેાને લીધે આગલા દાયકાઓની જેમ આ દાયકા પણુ સાહિત્યના આ પ્રકાર પરત્વે કશું વધારે ખાટી ગયે। નથી. નાનાંમોટાં મળીને લગભગ પચાસ જેટલાં નાટકનાં મૈાલિક પુસ્તકા આ દાયકે પ્રકાશન પામ્યાં છે. ત્રિઅંકી તેમ જ એકાંકીનાં પુસ્તકાનું પ્રમાણુ લગભગ સરખુ રહ્યુ છે.