Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાલ્મય પર દષ્ટિપાતા
ત્રિઅંકી નાટકોમાં “અલ્લાબેલી, તથા “૧૮૫૭ અને જલિયાંવાલા' જેવાં રડવાંખડવાં એતિહાસિક વસ્તુવાળાં નાટકને બાદ કરતાં મોટા ભાગની કૃતિઓ સામાજિક છે. સૌ પ્રશ્નોના પ્રશ્ન રૂ૫ સ્ત્રી-પુરુષના સંબંધને આ નાટકોમાં ભિન્ન ભિન્ન રીતે સ્પર્શવામાં આવ્યો છે. શ્રી. ચંદ્રવદન જેવા લેખક કેવળ જાતીય વિકૃતિને જ કેન્દ્રમાં રાખે છે તે શ્રી. મુનશી જેવા સ્ત્રી અને પુરુષની આધુનિક સામાજિક સ્થિતિના વિપર્યાસને ઉપહાસ કરે છે; બાકીના પૈકી કેટલાક મનોવૈજ્ઞાનિક પદ્ધતિએ લગ્ન તથા સ્ત્રીસ્વાતંત્ર્યની સમસ્યાને ચર્ચવાનો પ્રયત્ન કરે છે તો કેટલાક જૂની સ્થિતિને જ નવાં પાત્ર અને પ્રસંગો દ્વારા આલેખે છે. “ધૂમ્રસેર', “છીએ તે જ ઠીક', પાંજરાપોળ', “અલ્લાબેલી', ધરા ગુર્જરી', “ડ. મધુરિકા, “અર્વાચીના', ‘શિખરિણી', “હું ને મારી વહુ', “પારકી જણી', “સરી જતું સૂરત', કુંવારાં જ સારાં ?” અને “ઈશ્વરનું ખૂન –એટલાં આ દાયકાનાં મુખ્ય લાંબાં નાટકે છે.
ધૂમ્રસેર' અને “અલ્લાબેલી” આ વર્ષોના પ્રતિનિધિરૂપ, કલામય કરણઃ નાટકે છે. “છીએ તે જ ઠીક, “ને મારી વહુ, પાંજરાપોળ', અને “અર્વાચીના' લાક્ષણિક મુક્ત પ્રહસન છે. ધરા ગુર્જરી, “સરી જતું સૂરત', “પારકી જણી” અને “કુંવારા જ સારાં ઓછેવત્તે અંશે અગંભીર ગણું શકાય તેવાં સામાજિક નાટકે છે.
'ધૂમ્રસેર', “અલ્લાબેલી' અને “છીએ તે જ ઠીક' નાટકના કલાવિધાન પરત્વે તેમજ તખ્તાલાયકીની દૃષ્ટિએ આ દાયકાનાં સર્વોચ્ચ નાટક ગણાય. ચંદ્રવદને આ ગાળામાં ત્રણ નાટક આપ્યાં છે, પણ તેમાં તેમની નાટયકલાનો કોઈ વિશેષ અંશ ખીલેલે દેખાતું નથી. ઊલટું, સંજનની એકાગ્રતા ઉવેખીને દશ્યતા અને અભિનય-પ્રયાગોને આરાધતાં વિશંખલતાને દોષ એમની કલા વહોરી લે છે. એ જ પ્રમાણે મુનશીનાં નાટકો પણ ભજવવામાં સફળતા પામ્યાં છતાં તેમની નાટયકલાને તેમનાથી વધુ બ મળ્યો છે એમ કહી શકાશે નહિ. એ બાબતમાં ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રિોકર અને ગુણવંતરાય આચાર્યની કૃતિઓ કંઈક વિશેષ આશા આપે છે. એમની રચનાઓ આપણા ગરીબ નાટ્યસાહિત્યમાં નોંધપાત્ર ઉમેરારૂપ છે. એ જોતાં આ ત્રણે ય નાટ્યસર્જકે નાટકનાં અંગ-ઉપાંગોની ખિલવણી પરત્વે વધુ સજાગ રહીને આથી ય ઉત્તમ રચનાઓ હવેના દાયકાને આપે તો નવાઈ નહિ.
ચં. ૩