Book Title: Gita Bhavarth Author(s): Sudhir K Shah Publisher: M M Sahitya Prakashan View full book textPage 9
________________ ૧0 | ગીતા ભાવાર્થ ભાવાનુવાદ બીકને દૂર કરવા હરિનામ લેતા આ ભય, બીક કે ડરને તુરત જ દૂર કરવા કોઇ ઉપાય કરવો જોઇએ, નહીં તો તે વિષાદ ચિંતામાં પરિવર્તિત થાય છે. ચિંતા સમગ્ર વ્યક્તિત્વને હણી લે છે. આથી શ્રી આચાર્યશરણે નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે કે “ચિંતા કદાપિન કાર્યો નિવેદિતાત્મનિઃ કદાપીય’ અર્થાતુ જેમને ભગવાનનો આશ્રય સ્વીકારેલ છે. તેમણે કદાપિ કંઇ પણ ચિંતા ન કરવી.’ અર્જુનને યુદ્ધ સમયે જે વિષાદ થયેલ, તેવો વિષાદ શ્રી આચાર્યચરણની પાંચમી પેઢીમાં પ્રગટેલ શ્રી હરિરાયજી મહાપ્રભુના નાનાભાઇ ગોપેશ્વરના વહુ જી લીલામાં પધારેલ, ત્યારે થયેલ, તેથી તેમને માર્ગદર્શન આપવા શ્રી હરિરાયજીએ શિક્ષા પત્રો લખેલ છે. જે આપણા આ પુષ્ટિમાર્ગનો અમૂલ્ય ગ્રંથ બન્યો. આ ગીતાની શરૂઆત ચિંતાથી થઇ છે. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે રહ્યાં, ભીષ્મ પિતામહ બાણો વડે હણાયા. તે સમાચાર સાંભળીને ભારે દુઃખ થયું. અને તુરત જ ધૃતરાષ્ટ્ર સંજયને બોલાવીને નીચે પ્રમાણે પ્રશ્નો કરે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સમવેતા યુયુત્સવાઃ | મામકાઃ પાંડવાજૈવ કિમધુર્વત સંજયઃ || હે! સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આ પ્રશ્નની પાછળ ધૃતરાષ્ટ્રની ચિંતા પ્રગટ થાય છે. કારણ કે ધૃતરાષ્ટ્ર પાસે સત્તા હતી, જો યુદ્ધમાં હાર થાય તો ધૃતરાષ્ટ્ર ગુમાવવાનું હતું, પાંડવો પાસે સત્તા નથી, આથી કદાચ એ યુદ્ધમાં હારી જાય, તો તેને ક્યાં સત્તા ગુમાવવાની હતી? જીતે તો એમને મળવાનું હતું. હારે તો ગુમાવવાનું કઈ નથી. આથી જો કૌરવ પક્ષ હારે તો ગુમાવવાનું હતું ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા થઇ. આ શ્લોકની શરૂઆતમાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પદ આવે છે જેનો અર્થ એ થાય છે કરુક્ષેત્ર ધર્મભૂમિ છે કારણ કે કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યા હતા. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. તપ, યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી કુરુક્ષેત્રને ધર્મભૂમિ કહેવામાં આવેલ છે. આવી ધર્મભૂમિને પોતાના નિજી સ્વાર્થ માટે અધર્મનો આશ્રય લઇને ભાઇઓ ભાઇઓ એકબીજાનાં લોહી પીવા તરસ્યા બનીને લડી રહ્યાં છે. પોતાના જ વંશના અસ્તિત્વને મિટાવી દેવા તલપાપડ થઇ રહ્યાં છે. ત્યારે જાણે ‘દોરડી બળે પણ વળ ન છોડે' એ કહેવતને યથાર્થ કરી રહ્યાં છે. હવે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઇએ તો આપણું આ શરીર પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મ ભૂતો, મન અને બુદ્ધિ જેવા સત્તર તત્વોથી બનેલ એ કુરુક્ષેત્ર છે. જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા શત્રુથી લડાવીને યુદ્ધક્ષેત્ર બનાવી રહ્યાં છે. પરંતુ આ કરુક્ષેત્રને જ્યારે ધર્મક્ષેત્ર બનાવાય, શરીરમાંથી ઉદંડતા અને અભિમાનનો નાશ થાય ત્યારે પછી ગીતાનો જન્મ થાય છે એ સિવાય નહીં. ધૃતરાષ્ટ્ર આંધળા હતા, આથી સત્તા લાલચથી આવેલ દ્વેષભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઇ. પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના મોટાભાઇને પોતે પિતાતુલ્ય માનતા હતા. આથી ધૃતરાષ્ટ્ર તરફથી મળતી ઉચિત અને અનુચિત બધી આજ્ઞાનું પાલન કરતા. આ દ્રષ્ટિએ ‘મામકા’ પદની અંતર્ગત કૌરવ અને પાંડવ બંન્ને આવી જાય, તેમ છતાં ભાઇના દિકરા સાથે જાણે કોઈ સંબંધ ન હોય એમ ધૃતરાષ્ટ્ર પાંડવો માટે “પાંડવા’ કહે છે જે ધૃતરાષ્ટ્રનો વેષભાવ પ્રકટ કરે છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116