Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ યુદ્ધનું વર્ણન આવે છે. ૨૫મા અધ્યાયથી ગીતાજીનો પ્રારંભ થાય છે. તેની પૂર્ણાહુતિ ૪૨મા અધ્યાયમાં થાય છે. નીતિ અને ધર્મની વિરુદ્ધ જઇને હસ્તીનાપુરના સાચા વારસદારો પાંડવો હતાં. પરંતુ તે બાળકો હતાં એટલે એ રાજય ધૃતરાષ્ટ્ર પડાવી લીધું. એટલું જ નહિ પરંતુ પાંડવો મોટા થતાં, તેમને તેમનું રાજ્ય પાછું સોંપવું જોઇએ. પણ ધૃતરાષ્ટ્રએ સોંપતો નથી, ધૃતરાષ્ટ્રનો દુષ્ટ પુત્ર દુર્યોધને અડધું રાજ્ય તો શું, તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો આથી પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. મહર્ષિ વેદવ્યાસ પણ જાણતા હતાં કે કૌરવો અને પાંડવો વચ્ચે આ યુદ્ધ નિશ્ચિત છે. તેને કોઇ રોકી શકવાનું નથી. ભગવાન શ્રીકૃષ્ણ પણ તેને રોકી શકવાના નથી, કારણ કે કાળચક્રમાં સર્જન અને વિસર્જનની ઘટનાઓની ઘટમાળ નિશ્ચિત હોય છે. સમયને કોઇ રોકી શકતું નથી. વ્યક્તિની વધતી ઉંમરને કોઇ રોકી શકતું નથી. કે તેને કોઇ ઘટાડી શકતું નથી. જેનું સર્જન છે. તેનો વિકાસ અને વિનાશ બંન્ને નિશ્ચિત હોય છે. ઘણીવાર ઘણી વ્યક્તિઓ પોતાના સર્જન અને વિકાસના કાર્યોએ પચાવી શકતા નથી. તેથી તે બેફામ બનીને વાણી વિલાસ દ્વારા કે પોતાને મળેલ. ધન, સંપત્તિ કે સત્તાને જોરે ધર્મ અને નીતિ વિરુદ્ધ વ્યવહાર કરતાં છે. ત્યારે સમજુ માણસ તેવા માણસની શાન ઠેકાણે લાવવા કહે છે કે દરેક વ્યક્તિનો દશકો હોય છે.’ આવી પરિસ્થિતિમાં પણ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ નિશ્ચિત હતું. સર્જનની પ્રક્રિયા ધીમી પણ દિલચસ્પી હોય છે. જ્યારે તેની સરખામણીમાં વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને ઉભેલા વિરુદ્ધની હોય છે. આમ વિસર્જન અને વિનાશની પ્રક્રિયાના ભાગરૂપે પાંડવો અને ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કૌરવો શુદ્ધ યુદ્ધ માટે કુરૂક્ષેત્રમાં ભેગા થયા છે. ત્યારે મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે “યુદ્ધ થવું અને તેમાં શત્રુનો સંહાર થવો અનિવાર્ય છે. એને કોઇ રોકી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઇચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. જેનાથી તમે અહીં બેઠા બેઠા યુદ્ધને સારી રીતે જોઇ શકશો.’ આથી ધૃતરાષ્ટ્ર કહ્યું કે- ‘આ જીવનમાં હું મારા કુળનો વિકાસ જોઇ શક્યો નથી. હવે એ કુળનો વિનાશ જોવા દ્રષ્ટિ લઇને શું કરું? હું મારા કુળનો સંહારને જોવા ઇચ્છતો નથી. પરંતું યુદ્ધ કેવી રીતે થઇ રહ્યું છે. એ જાણવાની જીજ્ઞાસા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે, હું સંજયને દિવ્યદ્રષ્ટિ આપું છું. તેનાથી યુદ્ધના બધા જ સમાચાર જાણી શકાશે.” મુકરર કરેલ સમયે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા, જ્યારે ભીષ્મપિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા, ત્યારે સંજયે હસ્તિનાપુરમાં આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવે છે. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃતાંત સંભળાવવા કહ્યું. ભીષ્મપર્વના ૨૪મા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી. ૨૫મા અધ્યાયથી ગીતા નો આરંભ થાય છે. ભીષ્મપર્વનો ૨૫મું અધ્યાય એ ગીતાજીનો પ્રથમ અધ્યાય ગણાય છે. ગીતા શબ્દ ગીત ઉપરથી બન્યો, ગીત એટલે ગાયન કે કાવ્ય. ગાયન કે કાવ્ય એટલે સહેતુક લયબદ્ધ શબ્દોનો સમુહ, કે જે ગુઢાર્થમાં રહેવા છતાં મૂળ તત્વ કે વિચારને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. આવા ગીતના સમૂહને બહુવચનમાં ગીતા કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 116