Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પરંતું શ્રી આચાર્યશરણે ગીતાજી ઉપર સ્વતંત્ર ટીકા ભાગની રચના કરી નથી. પણ ‘તત્વાર્થદીપનિબંધ' ના શાસ્ત્રાર્થપ્રકરણમાં ગીતાજીનું જ રહસ્ય સમજાવ્યું છે. પિતૃશરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુંસાઇજી) એ ગીતા તાત્પર્ય’ નામનો એક લઘુગ્રંથ લખ્યો છે. શ્રી પુરુષોત્તમજીએ ગીતાજી પર ‘અમૃત તરંગિણી' નામની ટીકા લખી છે. આ સિવાય ત્યાર પછીના લગભગ બધા જ વલ્લભકુલના બાળકોએ પણ ગીતાજી પર સંશોધનાત્મક, વિવેચનાત્મક લખાણો લખતાં રહ્યાં છે. - શ્રી આચાર્યચરણ જગન્નાથપુરી પધાર્યા, ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરમાં, પુરીના રાજા તરફથી ધર્મસભા ચાલતી હતી. આ સભા સામે ચાર પ્રશ્નો હતા :- (૧) સૌથી મુખ્ય દેવ ક્યા? (૨) સૌથી મુખ્ય શાસ્ત્ર ક્યું? (૩) સૌથી મુખ્ય મંત્ર ક્યો? (૪) સૌથી મુખ્ય કર્મ ક્યું? આ પ્રશ્નો ઉપર લાંબી ચર્ચા થવા છતાં એકમતી ન સાંધતા, શ્રી આચાર્યચરણની સૂચનાથી મંદિરમાં ભગવાન સમક્ષ કાગળ, કલમ ખડિયો મુકાયાં, અને આ કાગળમાં ભગવાન જગન્નાથજી જે જવાબ આપે તે સૌએ સ્વીકારવા, તેવું નક્કી થયું. ત્યાર પછી મંદિરના દ્વાર બંધ કર્યા. અને થોડીવાર પછી ખોલવામાં આવ્યા. તેમાં નીચે પ્રમાણે શ્લોક કાગળ ઉપર લખાયેલો હતો. એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમકો દેવો દેવકીપુત્ર એવ | મંત્રોમેકસ્તસ્ય નામાનિ યાનિ કર્મષ્યક તસ્ય દેવસ્ય સેવા Il’ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ પુષ્ટિમાર્ગમાં ગીતાજીનું સ્થાન સર્વોચ્ચ છે. તેમ છતાં પુષ્ટિના પાયાના સિદ્ધાંતોની અજ્ઞાનતાને કારણે ગીતાજીના અભ્યાસ ચિંતન તરફ ઉપેક્ષા ધરાવતા રહ્યાં છે. ત્યારે શિક્ષિત વૈષ્ણવ પેઢી પુષ્ટિમાર્ગમાં ગીતાનું સાચું સ્થાન સમજીને ખોટી ગેર સમજ દૂર કરશે. તો મારો આ ગીતાજી પર લખાણ લખવાનો હેતું સિદ્ધિ થશે. ગીતા પૂર્વભૂમિકા ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનનો ઉપદેશ બહુ સ્પષ્ટ રીતે કર્યો છે. તેથી ગીતાને સઘળાં વેદત્ત સાહિત્યનો ચૂડામણિ લેખવામાં આવે છે. જે વેદો પરતું એ એક પ્રકારનું ભાષ્ય છે. જે સ્પષ્ટ રીતે બતાવે છે કે ધર્મમાટેનું યુદ્ધ લડી લેવું જોઇએ. અને તે યુદ્ધ પણ ધર્મ છે. એમ પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે જેના સમર્થણમાં બે સામર્થ્યવાન શ્લોક જોઇએ :- “જે સર્વભૂતોમાં રહેલા સર્વાત્માને જુએ છે, જે વિનાશી વસ્તુઓમાં રહેલા અવિનાશીને જુએ છે, તે જ ખરું જુએ છે. કારણ કે સર્વત્ર વ્યાપી રહેલા એ જ સર્વાત્માને તે આત્માથી હણતો નથી, અને આ પ્રમાણે તે સર્વોચ્ચ ધ્યેયે પહોંચે છે.” આમ રણભૂમિ પણ ભગવાન શ્રીકૃષ્ણ એક પછી એક પ્રકરણોમાં શ્રીકૃષ્ણ અર્જુનને ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં વધુ ઉચ્ચ સત્યોનો ઉપદેશ આપે છે. જે એટલા અદ્ભૂત છે કે જેમાં વેદાન્તની લગભગ આખી ફિલસૂફી સમાયેલી છે. આમ એવી ગીતાનો જન્મ ક્યાં અને કેવા સંજોગોમાં થયો, તે જાણવાની જીજ્ઞાસા સર્વેને હોય, તે સ્વાભાવિક છે. તો ચાલો આપણે સૌ જોઇએ કે ગીતાનો જન્મ કેવી રીતે થયો. મહાભારતમાં કુલ અઢાર પર્વો છે. એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ છે. તેમાં ભીષ્મપર્વમાં ગીતા પર્વ આવે છે. ભીષ્મ પર્વના ૧૩મા અધ્યાયથી લઇને ૪૨મા અધ્યાય સુધીના ૩૦ અધ્યાયોમાં અર્થાત્ સૌથી મોટા દેવ શ્રીકૃષ્ણ, સૌથી મોટો ગ્રંથ શ્રીકૃષ્ણ ગાયેલી ગીતા, સૌથી મોટો મંત્ર શ્રીકૃષ્ણનું નામ, અને સૌથી મોટું કર્મ ભગવાન શ્રીકૃષ્ણની સેવા.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 116