Book Title: Gita Bhavarth Author(s): Sudhir K Shah Publisher: M M Sahitya Prakashan View full book textPage 4
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ લેખક પરિચય લેખક શ્રી સુધીરભાઇ કાન્તિલાલ શાહ, આણંદ જિલ્લાના ઉમરેઠ ગામના વતની તેમજ હાલ આ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરના રહેવાસી છે. તેઓ શ્રી બાળપણથી ધર્મ, રાજકીય, સામાજિક બાબતોમાં ચિંતનશીલ રહ્યાં, એટલું જ નહિં તેમની બાળસહજ રમતો પણ આ વિષયોના વર્તુળમાં રહેવા પામી, જેથી લૌકિક શિક્ષણ પરત્વે વિશેષ રૂચી ન હોવા છતાં MA (Economics), M.Lib & Inf. (Master of Library & Information Science) 41 PGDCA (Post Graduate Diploma Computer Application) જેવું ઉચ્ચ શિક્ષણ સારી ટકાવારી સાથે પામ્યા. ઉપરોક્ત શિક્ષણ પામ્યા પછી સ્થાયી રોજગારી પ્રાપ્ત કરવાના વચ્ચગાળાના સમય દરમ્યાન વિશેષ આર્થિક લાભની લાલચ છોડી વલ્લભ વિદ્યાનગરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા ભાવનાથી સેવા બજાવી. હાલ તેઓ શ્રી વલ્લભ વિદ્યાનગરની બી.વી.એમ.એજીનીયરીંગ કોલેજની લાયબ્રેરીમાં ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત જરૂરિયાત અનુસાર ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાભાવનાથી પોતાની સેવાઓ આપી રહ્યાં છે. આ લેખકના આગામી અન્ય પ્રકાશનો ૧. ગીતા – ટૂંકો સાર ગીતાનો ભક્તિયોગ પુષ્ટિ પથ પોડશ ગ્રંથ પુષ્ટિમાર્ગીય લાયબ્રેરી ગ્રંથ વર્ગીકરણ ગીતા તરવવિચાર (પુષ્ટિ સંદર્ભમાં) ગીતાએ પુષ્ટિ ગૌરવ શુદ્ધાદૈત વેદાંતમાં ચાર પ્રમાણ સ્વીકારવામાં આવ્યાં છે. (૧) વેદ, (૨) બ્રહ્મસૂત્ર, (૩) ગીતા અને (૪) ભાગવત. આ ચાર પ્રસ્થાનોને આધારે શ્રી આચાર્યચરણે પોતાના તત્વજ્ઞાનની ઇમારત ચણી છે. એક વૈદિક પ્રસ્થાન છે. જેને ઉપનિષદ કહે છે. એક દાર્શનિક પ્રસ્થાન છે. જેને “બ્રહ્મસૂત્ર' કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે. જેને ‘ભગવત્ગીતા” કહે છે. ઉપનિષદોમાં મંત્રછે, બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે. અને ભગવદ્ગીતામાં શ્લોક છે. ભગવદ્ગીતામાં શ્લોકો હોવા છતાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વાણી હોવાથી શ્લોકો મંત્રો બને છે. જેના જુદા અર્થ હોવાને કારણે એ સૂત્રો પણ કહી શકાય છે. વેદો અને ઉપનિષદો અધિકારી જીવના કામની ચીજ છે. અને બ્રહ્મસૂત્ર વિદ્વાનોના કામની ચીજ છે. જ્યારે ભગવદ્ગીતા બધાયના કામની ચીજ છે. ભગવદ્ગીતાના આ સામર્થ્ય ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સાહિત્યને ચાર ચાંદ લગાવી લીધા છે. તેનો બોલતો પુરાવો જોઇએ તો. જ્યારે ભગવદ્ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ સરચાર્લ્સ વિલ્કિન્સે કર્યો અને ભારતમાંના પહેલા બ્રિટિશ ગર્વનર જનરલ વોરન હેસ્ટિઝની 4Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 116