Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 3
________________ ગીતા એવું પણ માને છે કે બુદ્ધિને ચલાવવા માટે જ્ઞાનની, હાથ પગ ચલાવવા માટે કર્મની અને હૃદયને ચલાવવા માટે ભાવની આવશ્યક્તા છે. પરંતુ આ ત્રણેયને નિયંત્રિત કરવા માટે, અંકુશિત કરવા માટે કે આ ત્રણેયને બળ આપવા માટે, નિષ્ઠાની, વિશ્વાસની જરૂર છે. જેને શરણાગતિ કે ભક્તિયોગ કહેવામાં આવે છે. તમે જે કંઇ કરો, પૂરી નિષ્ઠાથી કરો, વિશ્વાસથી કરો, નિઃસ્વાર્થ ભાવે કર્તવ્યપણાની ભાવનાથી કરો, તો જ તે તમને આત્મસંતોષ આપશે, ભગવાનને પ્રાપ્ત થશે. ભગવાનને પ્રિય લાગશે, તે સાચો ભક્તિયોગ છે. આ દ્રષ્ટિએ ભાવ અને ભક્તિ ભિન્ન ભિન્ન તત્ત્વ બને છે. સાચો ભક્તિયોગ એટલે શરણયોગ. આપણે આપણી શિક્ત સામર્થ્યથી કશું કરતા નથી. ભગવાનની ઇચ્છા, કૃપાથી બધુ કરીએ છીએ. જ્યારે ભગવાનની ઇચ્છા કે કૃપા પૂરી થશે ત્યારે આ જગતમાં આપણું અસ્તિત્વ જ નહીં હોય. જેથી સઘળા કર્મો કેવળ ઇશ્વરને આધિન છે. તેમ માનીને ચાલવું. એ ગીતાનો મુખ્ય સંદેશ છે. આ મુખ્ય સંદેશને લક્ષ્યમાં રાખી, ભગવાનને મને જે શક્તિ સામર્થ્ય આપ્યા, તે ઉપરાંત પિતાશ્રી દરરોજ નિયમિત ગીતાનું પઠન કરતા હતા, જેને લઇને મને ગીતામય સંસ્કાર મળ્યા, આથી હું આ ‘ગીતા ભાવાર્થ’ પુસ્તક લખવા શક્તિમાન બન્યો છું. આ ભગવદ્ ગીતા વિષે વિશ્વમાં ઘણું બધું લખાયું છે. લખાતું રહેશે, તેમાં આ એક વધારાનો ઉમેરો કરવાનું, મને ઘણી વખત ઉચિત ન લાગ્યું. પરંતુ ઇશ્વરદત્ત મારી સર્જનાત્મક સંવેદનાઓને વાચા આપીને કંઇ કર્યાનો સંતોષ મેળવવાની લાલચ ન રોકી શક્યો. કંઇ કર્યાનો સંતોષ મેળવવાની લાલચની લાયમાં વ્યવસાયી વ્યસ્તના કારણે, આળસને કારણે, ધાર્યા કરતા આ પુસ્તકનું લખાણ ઘણો લાંબો સમય સુધી ચાલ્યું, જેથી લખાણની શૈલીમાં વ્યાપક તફાવત જોવા મળે, તેના અર્થ, ભાવમાં કંઇ ક્ષતિ રહી ગઇ હોય, તો તેનો દિનતાપૂર્વક સ્વીકાર કરું છું. અને આપ સર્વ વાંચકો પણ તેને ક્ષમ્ય ગણીને ક્ષમા કરશો. મારા આ પુસ્તકમાં રહેલ જોડણી વિષયક ભૂલો, વાક્ય રચના જરૂરી સુધારા. વધારા કરી આપવા માટે મારા ધર્મપત્નિ જાગૃતિબેન શાહ નો ભાવ સ્વીકારી આભાર વ્યક્ત કરું છું. સહેજ પણ વિલંબ વગર આ પુસ્તક પ્રકાશનની જવાબદારી સ્વીકારી મને સતત પ્રોત્સાહિત કરનાર પુસ્તક પ્રકાશક એમ.એમ.સાહિત્ય પ્રકાશનનો ઋણ સ્વીકાર કરતા ભાવિવભૂત બની જવાય છે. શાહ સુધીરભાઇ કાન્તિલાલ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 116