Book Title: Gita Bhavarth Author(s): Sudhir K Shah Publisher: M M Sahitya Prakashan View full book textPage 8
________________ ८ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતાનો યોગ ગીતામાં ‘યોગ’ શબ્દનો વ્યાપક પ્રયોગ થયેલ છે. અને વિભિન્ન અર્થો છે. ‘યોગ’ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે. “જોડાણ’, અને તે વ્યક્તિગત ચેતના તથા પરમ ચેતના, આત્મા તથા પરમાત્મા, આત્મા તથા ભગવાન વચ્ચેના પ્રેમમય જોડાણનો નિર્દેશ કરે છે. આમ ગીતામાં વર્ણવેલ યોગ શબ્દના અર્થને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (૧) ‘યુજિર યોગે’ ધાતુથી બનેલો ‘યોગ’ શબ્દ, જેનો અર્થ છે. – સમરૂપ પરમાત્માની સાથે નિતિ સંબંધ. (૨) ‘યુજ સમાદર્ભે’ ધાતુથી બનેલો યોગ' શબ્દ, જેનો અર્થ છે. ચિત્તની સ્થિરતા અર્થાત્ સમાધિમાં સ્થિતિ. (૩) યુજ સંયમને' ધાતુથી બનેલો યોગ શબ્દ જેને સંયમના સામર્થ્ય પ્રભાવ. 8 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧ ગીતાજીના પ્રથમ અધ્યાયને ‘અર્જુન વિષાદયોગ’ કહેવામાં આવે છે. આગળ ઉપર જોયું તે પ્રમાણે ‘યોગ’ એટલે જોડવું, અને આ અર્થના સંદર્ભમાં વિષાદ શબ્દની સાથે યોગ શબ્દ મુકવામાં આવ્યો છે. ત્યારે ઘણુ વિચિત્ર લાગે છે. ગીતામાં ‘યોગ’ શબ્દના ઘણા વિચિત્ર વિચિત્ર અર્થો છે. વિષાદ એટલે ઉત્સાહ, ઉમંગ કે હોંશ વિનાનું મન, આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ચોક્કસ નિર્ણય કરી શકતી નથી, ત્યારે તે નાસીપાસ થઇને પીછે હઠ કરે છે અને ચોક્કસ નિર્ણય પર આવવા માટે કોઇના મદદની જરૂર પડે છે. ત્યારે અર્જુનને તેના સારથી ભગવાન શ્રીકૃષ્ણની મદદ મળી, આમ વિષાદના માધ્યમ દ્વારા અર્જુનને ભગવાન સાથે આત્મિયતા બંધાય છે. તેથી આ વિષાદને યોગ કહેવામાં આવે છે. જો અર્જુનને યુદ્ધ માટે વિષાદ ના થયો હોત, તો કદાચ ગીતા અસ્તિત્વમાં જ ન આવી હોત, ગીતાના અસ્તિત્વનું કારણ અર્જુનનો વિષાદ જ છે. અને આ ગીતા દ્વારા જ સમગ્ર જીવસૃષ્ટિ પરમાત્મા સાથે જોડાવવા શક્તિમાન બની. આથી અહીં વિષાદની સાથે યોગ શબ્દને મુકવામાં આવેલ છે. વિષાદએ ભાવિ કલ્પનાને કારણે ઉપત્ન ભય, બીક કે ડર છે. મહાત્મા ગાંધીને નાનપણમાં અંધકારમાં બીક લાગતી હતી ત્યારે આPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 116