Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
26.
• દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસકારની હદયોર્મિ : પકડી રાખ્યો. “કથંચિત” ના ઢોલ-નગારા જોર-શોરથી પીટીને સ્યાદ્વાદને શાસ્ત્ર કે શાસ્ત્રાર્થ (વાદ) પૂરતો જ સીમિત રાખ્યો. સ્વભૂમિકાને ઉચિત બને તે રીતે જીવનમાં બાહ્ય-અભ્યત્તર મોક્ષમાર્ગને વણીને ભાવસ્યાદ્વાદની શુદ્ધ પરિણતિને ન પ્રગટાવી.
સંસારત્યાગ પછી પણ રાગાદિ વિભાવપરિણામો પ્રત્યે વૈરાગ્યભાવ ન જગાડ્યો. અધિકરણોની દુનિયા છોડ્યા બાદ પણ સહવર્તી કે પ્રતિસ્પર્ધી પ્રત્યે તેજોદ્વેષ ન છોડ્યો. ચિત્તવૃત્તિગત તેજોદ્વેષ પરિણામ પ્રત્યે ભેદવિજ્ઞાનથી વિરક્ત બની પરમ ઉપશમભાવ ન પ્રગટાવ્યો. આત્માની શાંત-પ્રશાંત-ઉપશાંતદશા સ્વરૂપ નિર્મલ પર્યાયમાં ઉપાદેયદષ્ટિ-રુચિ જાગી નહિ. ચિત્તવૃત્તિના બહિર્ગમનને રોકવા સ્વરૂપ સંયમ રુચ્યું નહિ. ઈન્દ્રિયોની વિષયાભિમુખતાને તોડવા દ્વારા પ્રત્યાહારને (વિષયવૈરાગ્યને) પ્રાણપ્યારો બનાવ્યો નહિ. સ્વાત્મદ્રવ્યની બહાર ચિત્તાદિની વૃત્તિઓ દોડી જાય તેનો ખટકો અનુભવ્યો નહિ.દીક્ષા જીવનમાં પણ પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં મનોવૃત્તિ-ઈન્દ્રિયવૃત્તિને રસપૂર્વક જોડવા દ્વારા અસંયમને જ પુષ્ટ કર્યું. પરમ શાંતરસમય સ્વાત્મદ્રવ્યની પ્રતીતિ કરી ન હોવાથી તે અસંયમની પીડા પણ ન અનુભવી. પ્રશસ્ત એવી પણ અહંભાવપોષક પ્રવૃત્તિના ભારબોજ નીચે સંવેદનશીલતા ન પ્રગટી અથવા પ્રગટી તો નાશ પામી.
તેથી પોતાના વ્યક્તિત્વને ઓગાળવાનો પણ પ્રયાસ ન કર્યો. તેથી જ સદ્ગુરુની બિનશરતી શરણાગતિ અંતરથી ન સ્વીકારી. તેના લીધે સાત્ત્વિક બાહ્ય સાધનાથી પુષ્ટ થયેલા અહંભાવથી પ્રેરાઈને આ જીવ તારકસ્થાનની અવહેલના, આશાતના વગેરેમાં પણ અનેક વાર જોડાયો. પરિણામસ્વરૂપે ભવભ્રમણ ઘટવાના બદલે વધ્યું. રાગાદિશૂન્ય આત્મસ્વરૂપને પ્રગટ કરવાના અનુસંધાન વગર, મલિનાશયથી કરેલ તપ-જપ-શાસ્ત્રાભ્યાસ વગેરે સાધનાથી ઉત્પન્ન થયેલા પાપાનુબંધી પુણ્યથી ભવભ્રમણ વધે જ ને ! ભવાભિનંદી દશામાં કરેલ સાધનાનું આ જ પરિણામ ઘણી વાર આવ્યું.
ક્યારેક શાસ્ત્રના કે સદ્ગના સંગે અન્તર્લક્ષી સમજણ મળી. પરંતુ તેના માધ્યમે પોતાની પરિણતિને અન્તર્મુખી બનાવવાનું કામ ન કર્યું. પણ બીજાને ઉપદેશ આપવામાં કે પુસ્તકના માધ્યમે તેને પ્રકાશિત કરવામાં અન્તલક્ષી સમજણનો ઉપયોગ કર્યો. આ રીતે પણ બહિર્મુખતાને જ તગડી કરી, અહંકારના ભાર નીચે આ જીવ દટાયો. પોતાના બાહ્ય વ્યક્તિત્વને ભૂંસવાનું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ તો સાવ જ ભૂલાઈ ગયું. નિજ સ્વરૂપાનુસંધાન વિના માત્ર વચનના કે કાયાના સ્તરે કરેલ સાધના અને બાહ્ય ત્યાગ દ્વારા થતી કર્મનિર્જરા મંડૂકભસ્મસમાન ન બની પરંતુ મંડૂકચૂર્ણતુલ્ય બનીને સંસારવર્ધક બની. તથા સતત પરિવર્તનશીલ પદ્રવ્ય-ગુણ-પર્યાયરુચિમાં ભૂલભૂલામણીની સતામણી કરાવનારી બની.
મતલબ કે માત્ર ઉપદેશ, શાસ્ત્ર પ્રકાશન, પુસ્તકલેખન, બાહ્ય આચાર કે સાધુવેશ મોક્ષનું મુખ્ય કારણ નથી. પરંતુ આંતરિક કષાયજય-વિષયવૈરાગ્ય વગેરે જ મોક્ષના મુખ્ય કારણ છે. ઉપશમભાવ, વૈરાગ્ય વગેરેના બળથી ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શનને સાધક મેળવે તો જ સંસારાભિમુખી જ્ઞાનપ્રવાહ આત્મસન્મુખ બને, સમ્યમ્ બને. આ રીતે સમ્યગ્દર્શન સાપેક્ષ એવા સમ્યજ્ઞાનને આગળ કરીને સ્વભૂમિકાયોગ્ય આચારને સાધુ પાળે તો તેની ભાવશુદ્ધિ-આશયશુદ્ધિ સાર્થક બને, સાનુબંધ સકામનિર્જરાનું ૧. યોગશતકવૃત્તિ ગાથા-૮૬, ઉપદેશપદ-ગાથા ૧૯૧-૧૯૨, યોગબિંદુ-૪૨૨, ઉપદેશરહસ્ય-૭, જ્ઞાનસાર-ઉપસંહારશ્લોક-૯ ૨. વાહ્યમનમ, સાન્તરમેવ છાયાદ્રિ પ્રધાને કાર|| (સૂયાં સૂત્રશ્નચ્છિ.૨/ક.૬/H.૪/શત્તાવાર્યવૃત્તિ/પૃ.રૂ૨૦) उ. प्रव्रजितस्य सम्यग्ज्ञानपूर्विकां क्रियां कुर्वतो भावशुद्धिः फलवती भवति । (सूयगडांगसूत्रवृत्ति २/६/३०वृ.पृ.३९७)