________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજી આવૃત્તિ અંગે
નિવેદન
વિ. સં. ૧૯૯૧ માં આ ઉપગી પુસ્તકની બીજી આવૃત્તિ છપાવ્યા પછી થોડા જ સમયમાં તે અપ્રાપ્ય બની ગઈ ત્રીજી આવૃત્તિના પ્રકાશન સંબંધી વિચારણા ચાલતી હતી તેવામાં બીજું વિશ્વયુદ્ધ થયું અને તેને કારણે છાપકામ તેમજ કાગળ વિગેરેના ભાવોમાં ઝડપી ઉછાળો આવ્યો.
વિશ્વયુદ્ધ શાંત થતાં પુનર્મુદ્રણની યોજના વિચારાઈ રહી હતી તેવામાં આપણા શ્રીમાન પેટ્રન ધર્મપ્રેમી શ્રાદ્ધવર્થ કલકત્તાનિવાસી શ્રી મણિલાલ વનમાળીદાસ શેઠ સાથે આ સંબંધી વાતચીત થતાં તેઓશ્રીએ તરત જ રૂા. ૧૦૦૦) એક હજાર સહાયતાથે અપાવવાનું સ્વીકાર્યું, જે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે.
આ ઉપરાંત મુંબઈ શ્રી ગોડીજી જિનાલયના જ્ઞાન ખાતાએ આ પુસ્તકની એક નકલ પ્રથમથી જ ખરીદી લઈ પ્રોત્સાહન આપેલ છે, તેથી તે પણ પ્રશંસાપાત્ર છે.
પુસ્તકની ઉપયોગિતા તેમજ વિગત માટે બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં સૂચન છે એથી વિશેષ લખવાનું રહેતું નથી.
સૌ કોઈ આ પુસ્તકને સાવંત વાંચી-વિચારી લાભ ઉઠાવે એ જ અભિલાષા. ૨૦૧૧
સેક્રેટરીઓ
શ્રી જન ધર્મ પ્રસારક સભા વિજયાદશમી
ભાવનગર
For Private and Personal Use Only