________________
૧૫
રણપિંગલ ( રણછેાડભાઈ ઉદયરામ ), છંદ પ્રવેશ ( પૂંજાલાલ ), દલપત પિંગલ (કવિ દલપતરામ ), હેમસમીક્ષા (મધુસુદન મેાદી) ઇત્યાદિ ગ્રંથાની સહાય લેવામાં આવી છે. ગ્રંથના અંતે હેમચ’દ્રાચાર્યના આવેલા સૂત્રેા તેમ જ સંસ્કૃત ઉદાહરણ્ણાની અકારાદિ ક્રમથી બે ગ્રંથમાં પરિશિષ્ટો અભ્યાસી વર્ગ માટે તૈયાર કરવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનકાર્યમાં સતત સહાય કરવામાં અને જરૂરી માર્ગદર્શન, સ'દ' ગ્રંથાને સુલભ કરવામાં અને આયેાજનમાં અમને પ્રા ૦ વિનાદભાઈ મહેતા (હકા ॰ આર્ટસ્ કાલેજ, અમદાવાદ) તથા ડા. શ્રી કનુભાઈ શેઠ( લા ૦ ૪૦ ભારતીય સૌંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ)ની સહાય મળી છે. તે માટે અમે તેમના આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશન કરવાના કાય માં આર્થિક સહાય મેળવી આપવામાં સહાયરૂપ બનેલા સહુ કાઇના અમે હૃદયપૂર્વકના આભારી છીએ. છંદોનુશાસન ગ્રંથને ઘણી જ સીમિત સમયમર્યાદામાં પણ સરસ રીતે છાપવાનું શ્રેયકા શ્રી કાંતિલાલ ડી. શાહ( ભરત પ્રિન્ટરી, અમદાવાદ ) ના આભાર માનુ છું. કારણે કે તેમના અવિરત પશ્રિમને કારણે જ આ પુસ્તક કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાય ની નવમ જન્મ શતાબ્દી પ્રસંગે આપના કરકમલમાં પ્રસ્તુત કરી શકાયું છે. છ‘દાનુશાસન માટે ૧૯૧૨માં પ્રકાશિત થયેલી દેવકરણ મૂલચ'ઢની છાપેલી પ્રતના આધાર લેવામાં આવ્યા છે. ત્યારપછી અનેક હસ્તપ્રતા પડિતાને ઉપલબ્ધ થઈ છે. જેથી આ સંસ્કરણમાં અભ્યાસીએને અનેક પાઠભેદ તેમ જ અન્ય ફેરફાર મળે તે સ્વાભાવિક છે. ગ્રંથના છાપકામ પ્રસંગે તેમ જ પ્રાચનમાં કાળજી રાખવા છતાં જે ક્ષતિએ રહી ગઈ હાય તે માટે ક્ષમાપ્રાર્થના ચાહું છું. આ અંગે આપના સક્રિય સૂચનાને પુનઃમુદ્રણમાં સમાવી લેવાના યથાયાગ્ય પ્રયત્ન કરવામાં આવશે. હેમચ’દ્રાચાર્ય ના છંદોનુશાસન પ્રકાશનના 'વિકટ કાર્યમાં સહાયરૂપ બનેલા તમામ સજ્જનેાના અમે આભારી છીયે.
-મુનિ અન‘તચ’દ્રવિજય