________________
લઘુનાં શક્ય હોય તેટલાં સ્થાનાંતરોની વિચારણા કરીએ તે કેટકેટલા છેદનું નિર્માણ કરી શકાય. મ ગણ અને ગુરુથી કન્યા, ભ ગણ અને ગુરુથી સુમુખી, જ ગણ અને ગુરુથી વિલાસિની છંદ, ૨ ગણુ અને ગુરુથી સમૃદ્ધિ, ન ગણ અને ગુરુ મૃગવધૂ છંદ બનાવે તે ય ગણું અને ગુરુ વીડાની રચના કરે, સ ગણ અને ગુરુ સુમતિ છંદ કરે તે ત ગણ અને ગુરુથી સેમપ્રિયા છંદનું સર્જન કરે છે. સામાન્ય નિયમ પ્રમાણે પદાતે લઘુને ઉપગ થતું નથી એટલી અભ્યાસીને રાહત. હવે એક ત્રિક અને બે વખત ગુરુ એટલે કે ગુરુ અક્ષરની એક આવૃત્તિ, સુપ્રતિષ્ઠા જાતિમાં, એક ૨ ગણ અને બે ગુરુથી પ્રીતિ છંદ બનશે, ૨ ગણ તથા એક લઘુ અને એક ગુરુ વિદગ્ધક બનાવશે. ભ ગણ અને બે ગુરુ પંક્તિ છેદ કરશે, તે જ પ્રમાણે એક ભ ગણ અને લઘુ તથા ગુરુ રતિ છંદ બનાવશે. ૬ અક્ષર એટલે કે બે ત્રિક ગાયત્રી અથવા સાવિત્રી તરીકે ઓળખાય છે. બે વખત મ ગણથી તે બને છે અને તેનું વૈવિધ્ય કેવું અદ્ભુત બને છે. એક જ પ્રકારના બે ત્રિક અથવા તે બે ભિન્ન ત્રિક અવનવી છંદની દુનિયામાં લઈ જઈ શકે. જેમ કે બે સ ગણથી રમણી છંદ તે મ ગણ અને ૨ ગણ તટી છંદ બનાવશે. ત ગણ અને ય ગણથી હનુમધ્યા, સ ગણ અને ભ ગણથી ગુમયા, બે ય ગણ સેમરાજ, ન ગણ અને ય ગણ શશીવંદના બનાવે, ૨ ગણ અને મ ગણથી માલિની થાય, કામલતિકા નામનો સાવ અજાણ્યો છંદ ભ ગણુ અને ય ગણથી બને છે, મ ગણુ અને સ ગણથી મુકુલ છંદ થશે. ભરત તેને વીથિના નામથી ઓળખે છે. આમ છ અક્ષરની જાતિથી બનતા છંદમાં ઉજ્ઞિક, કુમાર, લલિતા, મદલેખા, ઉદધતા, ભ્રમરમાલા, હસમાલા, કલિકા, વિધુવકત્રિા, સરલ, ચિત્રમ, હરવિલસિતમ, (ભરતના મતે ચપલા અથવા કુતગતિ) મધુકરિકા, વિમલા, સુભદ્રા એમ અનેક છંદો બનતા જશે. આઠ અક્ષરની જાતિ અનુપ્રુપની છે. તેનાં આદર્શ અને વૈવિધ્યની ચર્ચા આગળ કરવામાં આવી છે. પણ