________________
કેટલી શક્યતાઓ આ અફારની જાતિમાં શકય બને તેના ઉદાહરણ લઈએ. બે ભ ગણ અને બે ગુરુથી ચિત્રપદા, એક ન ગણ એક ૨ ગણ એક લઘુ અને એક ગુરુથી સુમાલતી, તે એક ભ ગણ એક લ ગણ અને એક એક લઘુ ગુરુ નાણુવેદ છંદ બનાવશે. આમ છંદ જગતનો વ્યાપ વધતો જાય તેને સમજાવવામાં આનંદ આવે, માણવામાં મજા આવશે અને વૈવિધ્યને અનુભવ આશ્ચર્યચકિત કરશે. અક્ષર વધતાં જ વૈજ્ઞાનિક પરિભાષા યતિને પ્રાગ આવશ્યક બને છે. તેનાથી છંદનું માધુર્ય અને તાલનું મહત્વ વિશેષ બને છે. યતિ સ્થાન પણ કઈક સ્થગિત બનતા નિશ્ચિત સ્થાન પર ન રહેતા છંદ પ્રમાણે તેનું ક્ષેત્ર અને સ્થાન સતત બદલાતાં જાય છે. સૂત્રની પદ્ધતિ અને પરિભાષાને અનુરૂપ સિઃ ખ્યા (સૂ. ૯) એટલે કે સ્વર ક્રમમાં રૂ નો ૩ (ત્રીજે) ક્રમ આવે માટે સ ગણ ત્રણ વખત ( - ) જણાવીને સેદાહરણ સૌમ્યા સમજાવે છે. આમ આ છંદને વિસ્તાર વધતો જાય છે. અહીં એક નાનકડી સ્પષ્ટતા કરી લઈએ કે આ છંદ વૈવિધ્ય સમપાદ અથવા સમ ચરણનું જ છે. એટલે કે દરેક છંદ પ્રકારમાં તેના બનને ચરણેમાં સમાન માપ હોય છે. એટલે આ છંદ સમપાદ પ્રકારના ગણાય છે. વધુ વિસ્તાર ન કરતાં એક સૌથી મોટું સમપાદનું ઉદાહરણ ઉત્કલિકા છંદ જોઈએ. બે ન ગણ પછી આઠ પંચ માત્રા ગણ કરવાથી આ મહાકાય છંદ બનશે. તેમાં દરેક પાદમાં ૪૫ જેટલા અક્ષરને વિન્યાસ થયે છે. જો કે આ પ્રકારની છેદની કસરત કૃત્રિમ હોવા છતાં છંદ વિજ્ઞાનની ઊંડી સમજ તથા વિશાળતાને સચોટ અનુભવ કરાવે છે. આ પ્રકારના વિશાળકાય છંદમાં કાવ્ય રચના કરવી એ મહાભારતના જેવું અઘરું કાર્ય કહી શકાય. અને આટલાથી ન અટકતાં આચાર્ય હેમચંદ્રાચાર્ય લખે છે કે આ ઉત્કાલિકામાં પાંચ પાંચ માત્રાની વૃદ્ધિ કરીને ઉદાહરણ આપતાં જવાય અને કાવ્ય સંભવી શકે. પણ સંભવ છે કે તે ભાવવાહી કવિતા ન બની શકે. કેમ કે તે અનુભવ જ કહી શકેશે. આમ ૪૦૧ સૂત્રમાં એક અક્ષરથી ૨૭ અક્ષર અને તે પછીના વિશાળકાય છેદોની સમજૂતિ આચાર્ય