________________
મિશ્રણથી પ્રવૃત્તક છંદ બને છે. આ ઉપરાંત તેઓના અનેકવિધિ સજનથી નવીન પ્રકારના છંદની સંભાવીતતા બને છે.
વૈતાલીયના પાદો વિષમ બને એટલે ચારૂહાસિની છંદ થાય તેને પાર્જિા ઈત્યાદિ સાથે સમન્વય કરવાથી વધારે છંદ વૈવિધ્ય સર્જાય છે. ૬૨ મા સૂત્રમાં ગાણિતિક શકયતાઓને આધારે ૭૦૬૦ લાખની સંખ્યા મુકે છે. આ એક અશક્ય પણ ગાણિતિક કલ્પના છે. જેમ કેઈ વ્યક્તિ રૂ. ૧૦૦/- એ ૧૦% ના વ્યાજ દરે ચકવર્ધિ વ્યાજ પદ્ધિતએ ૧૦૦ વર્ષ માટે રકમ બાંધી થાપણે મુકે તે મુદત વીતી ગયા પછી કેટલી રકમ મળશે? ગણિતને આનંદ મળશે પણ નાણાંને ભક્તા તે પમી પેટિએ આવશે ! તે પણ આવે કે કેમ તે પણ પ્રશ્ન છે. પણ જેને ધર્મ અને દર્શનમાં પિરાણિક પદ્ધતિએ આવી ગણતરીઓ નિરર્થક પણ રસપ્રદ હોય છે. જૈનમતે કરવામાં આવતી કાલગણના યાદ કરી શકાય.
ત્રીજા અધ્યાયના અંત ભાગના ૬૫ થી ૭૨ છંદમાં માત્રા સમક છંદ પ્રકારની ચર્ચા કરે છે. તેમાં ઉપચિત્રા, વિશ્લોક, ચિત્રા વનવાસિકા, પાદાકુલકના અનેક રૂપાંતરો એકબીજા સાથે ગુણકારે અને વૈવિધ્યની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. નટચરણ, નૃતગતિ અને પદધતિ પણ આ ત્રણ પ્રકારના છંદનું વૈવિધ્ય દર્શાવે છે. આ પૃથકારણમાં ગણિતને આનંદ છંદ કરતાં પણ સવિશેષ આવે તેમ અત્રે નેધવું જોઈએ. મૂળ ગ્રંથના સૂત્ર અને ભાષ્યના વાચનથી વધારે સમજાશે- પ્રાચીન ભારતીય સાહિત્ય શાસ્ત્રના ઈતિહાસમાં પ્રાકૃત ભાષા અને તેના સાહિત્યનું સ્થાન એક અણઉકેલી સમસ્યા છે. સંસ્કૃત ભાષામાં રચાયેલા શાસ્ત્રીય ગ્રંથમાં પ્રાકૃતને ઉલેખ કવચિત અથવા તે પ્રાસંગિક કરવામાં આવતો હતે. કાવ્ય, નાટક, કથા, અલંકાર, છંદ ઈત્યાદિના શિષ્ય ગ્રંથમાં પ્રાકૃતનું સ્થાન માત્ર આનુસંગિક રહેતું હતું. તેથી પ્રાકૃત સાહિત્યનું એતિહાસિક મૂલ્યાંકન ન્યાયઉચીત શકય