________________
૫૧
છે. તેની સાત કલાથી સતર કલાવાળા પાદ હોઈ શકે છે. તેથી ધ્રુવાદિ સંજ્ઞાથીજ ઇંણિક નામ આપી શકાય તેને આગ્રહ નથી. તેના ગણ નિયમોની ચર્ચા આચાર્યો કરી છે. જેમકે ધ્રુવ પદમાં ૭ કલાથી બનતા પાદમાં ચારમાત્ર, ત્રિમાત્ર બે પંચમાત્ર ઢિમાત્રથી બની શકે.
આઠ પ્રકારના ઉપજાતિની ચર્ચા ૬.૧૬ માં કરવામાં આવી છે. ત્રીજા અને ષષ્ટમાં દશ ઈત્યાદિ સેળ કલા. બાકીમાં અષ્ટ કલાવાળી ઉપજાતિ નામની ષટપદી થાય છે. આ પ્રમાણે સવજ્ઞાતિ ષટપદી થાય છે. તે બન્નેને સંકીર્ણથી વસ્તુક નામની ચતુષ્પદી થાય. તેના સમપાદ સમાન અને વિષમપાદ પણ સમાન હોય છે. તેમાં ફેરફાર કરીને અર્ધસમા અને સંકીર્ણ એટલે કે બે સમાન અને ચાર ચાર પદ અસમાન એવા ભેદ થાય તેનું ગુણકન અનેક પ્રકારની ૨૪ પ્રકારની ષટપદી બનાવી શકાય. તેના વિવિધ નામે આચાર્યએ ૬.૧૯ સૂત્રમાં લંબાણપૂર્વક વિવિધ વિભાગ સહિત ઉલેખીત કર્યો છે. આ વિભાજનમાં એકપાદ અને ચુકાદના વિવિધ અક્ષરોથી થાય છે. જેમકે ઓજપાદમાં ૧૩ અને સમપાદમાં ૧૩થી નિદાન થાય તે એજમાં ૧૩ અને સમમાં ૧૪થી અભિનવ મૃગાંકલેખા છંદ થઈ શકે છે. હવે એક વધુ સંયેાજન એજપદ અને સમપદના વિપરીત અવસ્થાથી બનતા ઈદેની યાદિ ૬.૨૦ સૂત્રમાં આપી છે. તેનાં ગુણાંકનથી ૫૫ પ્રકારની ચતુષ્પદી થઈ શકે બીજા, ત્રીજા, પાદને પરસ્પર સ્થાન ફેર કરવાથી અર્ધન કરીને પૂવ કુસુમ નામના છંદ બનાવી શકાય છે. તેના મિશ્રણથી સંકીર્ણ છંદો થઈ શકશે. એમ ૬.૨૨ માં જણાવે છે. અધ્યાયના અંતે વિજ પમાન વ રધુવ નો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ પ્રકારના છંદો અને તેનાં પ્રયાગમાં અપભ્રંશ સાહિત્યમાં શેધવા પડે તેમ છે. આચાર્યશ્રીએ કેટલીક વાર પોતાના સ્વરચિત ઉદાહરણે આપ્યા છે.