________________
સમયમાં પણ પ્રાકૃત સામાન્ય જન સમાજની ભાષા હતી અને અપભ્રંશ કાવ્યો તો રાજાની પાસે બેલાવવામાં આવ્યા છે. ટીકાકારોના મતે રાજા ઉમત અવસ્થામાં હોવાથી અપ્રભ્રંશને પ્રવેગ કરે છે. પણ તેમાં એક ૪૬ માત્રાને દ્વિપદી છે જે જીિતવા તરીકે જાણીતું છે. ૧૨ અપભ્રંશ કાવ્યમાંથી ૭ સમ ચતુષ્પદી છે. સ્વયંભૂના છંદશાસ્ત્ર મુજબ આ પદ્ધડિકા કહી શકાય. પણ કાલિદાસના સમયમાં આ નામ પ્રચલિત હશે તે પણ એક સમસ્યા છે. “વર-ત્તિ-એટલેકે પગ પછાડીને ગાવું” એમ અર્થ અભિપ્રેત છે,) આ છંદ માટે એક સામાન્ય નામ ઘનવ હતું. એક તે છંદની ભાષામાં તો માપમાં છે. બાકીના ત્રણ સમચતુષ્પદી છે. જેની વિશેષ ચર્ચા વિરહાંકે વૃત્તસમુચ્ચયમાં કરી છે. પ્રાકૃત કાવ્યોમાં જેના વંટવા, રસુર, ચંદધારા અને વંદિત તરીકેના પ્રાગ છે. આ તમામ ચતુષ્પદી જાતિનાં છે તથા આચાર્ય હેમચંદ્રના છંદોનુશાસનમાં તેના પર ચર્ચા જોવા મળે છે. આ છંદને પુવાચક અને સ્ત્રીવાચક નામકરણ ધ્યાનપ્રદ છે. આ નોંધ પરથી એમ ફલિત થાય કે કવિ કાલિદાસ પ્રાકૃત અને અપભ્રંશ છંદ અને તેના પ્રયોગ કરવામાં સિદ્ધહસ્ત હશે.
છંદોનું શાસનના ચોથા અધ્યાયમાં પ્રાકૃત છંદોની ચર્ચાને આરંભ ગાથાથી થાય છે. જે પબ્દો નો વા પૂર્વાર્ધીરે ઘટ્ટો હાર્યા નાથ (. ૪. ૧.) મુજબ ગાથાનું બંધારણ આચાર્ય જણાવે છે જે સંસ્કૃતમાં આર્યા છંદ સમાન છે. એ જ પદમાં જ ગણ હેતે નથી. પ્રથમ સાત ચ ગણ અને ગુરુ અર્ધપદમાં આવે છે. જે આર્યામાં છે. આ એક અપવાદ છે. પૂર્વાર્ધમાં છઠ્ઠો જ ગણ અને ન ગણ તથા બે લઘુ પણ આવી શકે. પ્રથમ નિયમના અપવાદમાં મ છઠ્ઠો ગણ લઘુનું કાર્ય કરે છે. સંસ્કૃતમાં આર્ય તરીકે પ્રસિદ્ધ છેદ સંસ્કૃત સિવાય અન્ય ભાષામાં ગાથા તરીકે ઓળખાય છે એમ આચાર્ય હેમચંદ્ર મર્તવ્ય ધરાવે છે. પૂર્વાર્ધના ચાર વિકલ્પ હોય છે. બીજાને પાંચ, ત્રીજાના ચાર, ચેથાના પાંચ પાંચમાના ચાર, છઠ્ઠાના બે, સાતમાના ચાર અને આઠમામાં એક ગુરુ જ હોય છે. એક બીજાનાં