________________
પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પરિપાટી મુજબ પ્રત્યેક શાસ્ત્રકાર પિતાના ગ્રંથના આરંભમાં શ્રદ્ધેય ઈષ્ટદેવની સ્તુતિ કરતા હોય છે. આ પુનીત સ્મૃતિ ગ્રંથકર્તાની રચનાને ચિરકાલીન મહત્ત્વ અને સફળતા આપે છે. તેવી તેમને શ્રદ્ધા હોય છે. હેમચંદ્રાચાર્યે છે દેનુશાસનમાં પ્રારંભમાં પિતાના આરાધ્ય મહંત ની સ્તુતિ કરે છે. તથા આ શાસ્ત્રની રચના માટે પોતાની ચેગ્યતા સ્પષ્ટ રીતે પુરવાર કરીને પ્રસ્થાપના કરે છે. જેમકે
__अहम् ! शब्दानुशासनविरचनानन्तरं तत्फलभूतं काव्यमनुशिष्य तङ्गभूतं छन्दोऽनुशासनमारिप्समानः शास्त्रकार इष्टाधिकृत देवता नम
ઉપૂર્વમુપમ I (સૌ પ્રથમ શબ્દજ્ઞાનના મૂળ સમાન વ્યાકરણને યથાવિધિ અભ્યાસ પરિપૂર્ણ કરી, શબ્દાનુશાસનની રચના કરવામાં આવી. ત્યારપછી એટલે કે શબ્દનું યથાર્થજ્ઞાન સંપાદન કરીને કાવ્યને અભ્યાસ કર્યો તથા ફળરૂપે કાવ્યાનુશાસનની રચના કરવામાં આવી. કાવ્યના એક મહત્ત્વના અંગ સમાન છંદશાસ્ત્રને અધિકૃત અભ્યાસ કરીને (હવે, છેદોનુશાસનની રચના માટે પોતાના ઈષ્ટ બન્ને વિધિવત નમસ્કાર કરીને શુભારંભ કરવામાં આવે છે. પિતાના હૃદયમાં સર્વતની પુનીત વાણી કેન્દ્રસ્થ કરીને ગણધરોએ રચેલા દ્વાદશ અંગોને અગાઉ અભ્યાસ કરવામાં આવ્યો છે. હવે આ છંદશાસ્ત્ર !
છંદનુશાસનમાં વૈદિક છંદોની ચર્ચા કરવામાં આવી નથી. કારણ સ્વાભાવિક છે. તે યુગમાં વૈદિક છંદના અભ્યાસની આવશ્યકતા ન હતી. તેમજ તેમાં કેઈ વિકાસની શક્યતા પણ ન હતી. પણ લૌકિક છંદોના મૂળસ્રોત સમાન તેને ઉલ્લેખ માત્ર કરીને આદ્યમુનિ પિંગલના છંદશાસ્ત્રમાં વર્ણવામાં આવેલા છે દેની ચર્ચા શરૂ કરે છે. પિંગલ, સૈતવ જેવા તેમનાથી પ્રાચીન છંદશાસ્ત્ર જ્ઞાતાઓને આદર પૂર્વક ઉલ્લેખ કરીને તેમના મહત્વના પ્રદાનની નેધ આપતા જાય છે. જે કઈ છંદનું અવરનામ મળતું હોય તે તેનું નામ અને તે નામ આપનારા છંદશાસ્ત્રકારનું નામનું સ્મરણ કરવામાં આવે છે.