________________
૩૦
હોય છે. આ લાઘવ પ્રક્રિયાને આગ્રહ વધારે રૂઢ બનતા, જે સૂત્રકાર એક માત્રા પણ સૂત્રમાંથી ઓછી કરવાને સમર્થ બને તે પુત્રજન્મોત્સવ જેટલે આનંદ પામતો હતે. અર્થગહનત્વ, કૃત્રિમતા, દુર્ગમ પરિભાષા અને દુર્બોધતા જેવા લક્ષણે પણ તેમાં વધવા લાગ્યા હતા.તેથી આ સુત્ર પર સમજૂતિ માટે ટીકા , વ્યાખ્યાઓ, ભાષ્ય ઈત્યાદિની રચના થવા લાગી. કેટલીક વાર સૂત્રકાર પોતે ટીકા લખતા હતા, અથવા તે અનુકાલિન યુગમાં તેમના શિ, સંપ્રદાયના વિદ્વાન અને સ્વતંત્ર વિચારકે એ વિસ્તૃત વિવેચન લખતા હતા. આને પરિણામે પ્રાચીન ભારતમાં એક વિશિષ્ટ જ્ઞાન સંપ્રદાયિક પર. પરાને વિકાસ થયો. તેમાં ખંડનમંડન પ્રવૃત્તિઓને આરંભ થયે હતે. કેટલીક વાર તો અનુકાલિન વિવેચનકાર સૂત્રમાં અનપેક્ષિત અર્થ ઊભું કરતા હતા. પાણિનિની વ્યાકરણ સૂત્રે બાર્થી તરીકે જાણીતા છે. ૨૦૦૦ સૂત્રને આઠ પ્રકરણ અને દરેક પ્રકરણ ચાર પદમાં વહેંચવામાં આવ્યા છે. આ સૂત્રની સહાયથી સંસ્કૃત ભાષાના વ્યાકરણના તમામ પાસાને અભ્યાસ કરવામાં આવ્યો છે. તેની રચના ઈ. સ. પૂર્વે ૬૦૦ની મનાય છે. અને ત્યાર પછી સતત બે હજાર વર્ષથી પાણિનિના સૂત્રો પર અભ્યાસ ગ્રંથ લખાતા રહ્યા છે. આ પ્રકારે બાદરાયણના બ્રહ્યસૂત્ર પર અનેક ટીકાઓ ભિન્ન ભિન્ન વિચારસરણને આધારે રચવામાં આવી છે. જૈન ધર્મના દર્શનને ઉમાસ્વાતિજીએ તરવાથષિામસૂત્રમાં પ્રસ્તુત કર્યું છે. અને આ પદ્ધતિએ તેના પર પણ વિવેચન, ટીકાઓ ઈત્યાદિ લખાઈ છે. આજે પણ જૈનદર્શનમાં તત્ત્વાર્થસૂત્રને એક અધિકૃત વૈજ્ઞાનિક રચના માનવામાં આવે છે. તે જ પ્રમાણે ન્યાય, યેગ, છંદ, વ્યાકરણ ઈત્યાદિ શાસ્ત્ર પર સૂત્ર શૈલીમાં રચનાઓ થઈ હતી. આચાર્ય હેમચંદ્રાચાર્યે અનુશાસન ગ્રંથે આ સૂત્ર શૈલીમાં લખ્યા છે. તથા તે સૂત્રો પર તેમણે પિતે જ ટીકાની રચના કરી છે. આ સૂત્રને સમજાવ્યા છે.