________________
ચાર ગુરુ માટે –--- ગોઠવી શકાય. ગાલ માટે – – લગા માટે – ૨ બને છે. આમ છંદની પરિભાષામાં કવિતાની પંક્તિને લગા'ના સ્વરૂપમાં ફેરવી શકાય છે.
દા.ત. માત્રામેળ છંદમાં દા સંજ્ઞાને પ્રયોગ થાય છે તેનો અર્થ બે લઘુ (૨૨) અથવા એક ગુરુ (-) ગા એમ સમજવું જોઈએ. આ પ્રારંભિક જ્ઞાન છંદના સ્વરૂપને સૂત્રબદ્ધ કરવામાં સરળતા કરે છે.
યતિ–કાવ્ય પઠન વખતે એક નિશ્ચિત સ્થાને વિશ્રામ લે પડે છે. તેના અવાર નામ વિરતિ, અવરતિ, ઉપરતિ અને વિશ્રામ છે. વૃત્ત બેલવાની ઢબ અને રાગ તથા તેના બંધારણને આધારીત યતિ સ્થાન ન જળવાય તે યતિભંગ કહેવાય છે. તેને કારણે છંદને તાલ અને લય, શુદ્ધતા અને સૌંદર્ય નષ્ટ થાય છે.
ચરણ–તેનું બીજું નામ પાદ છે. છંદના ચોથાભાગને ચરણ અથવા પાર કહેવાય છે. વૈદિક કાવ્યમાં આ નિયમ સચવાતું નથી. તે પ્રમાણે વિષમ જાતિના છંદમાં પણ આવું બને છે. દરેક છંદ સામાન્ય રીતે ચાર ચરણ હોય છે અને તમામ ચરણમાં તેની માત્રા અથવા વર્ણ સમાન હોય છે. તે સાથે અર્ધસમ, વિષમ ઇત્યાદિ વૃત્તોમાં ચરણના માપાંકનને ફેરફાર પામે છે. તે પણ નિયમ બદ્ધ હોય છે. તેનાથી ઈદવૈવિધ્ય સર્જાય છે. ચાર ચરણ સમાન હોય તે
-સમવૃત્ત ૧-૩ તથા ૨-૪ ચરણ સમાન હોય તે –અર્ધસમવૃત્ત બધા જ ચરણ અસમાન હોય તે
–વિષમ જાતિના છંદ કહેવાય છે.
છંદના બે વિભાગ છે. વૈદિક અને લૌકિક. લૌકિક છંદે માત્રા મેળ અને અક્ષર મેળમાં વિભાજીત થયા છે. માત્રામેળ છંદ યાત્રિકગણબદ્ધ અને માત્રાબદ્ધમાં વધુ વિઘટીત થયા છે.
વૈદિક યુગથી છંદ અને ગાન બને ભિન્ન પદ્ય પ્રકાર મનાયા છે. તેના નિયમો પણ અલગ છે. સામવેદ ગાનને આધારીત છે.