________________
૨૭ માત્રા પ્રસ્તારમાં વિધિમુજબ તેમાં આદિ અન્સ માટે નીચે મુજબના સૂત્રે વપરાય છે.
આદિ લઘુ માટે લ આદિ = લાદિ અન્ય લઘુ માટે લ અન્ત – લાત આદિ ગુરુ માટે ગ આદિ – ગાદિ અન્ત ગુરુ માટે ગ અન્ત – ગાન્ત.
આ વર્ગીકરણ અને સૂત્ર ગાણિતિક સંક૯૫ના માટે ઉપયોગી નીવડી શકે છે.
પ્રાચીન શાસ્ત્રકારોની એક પિતાની વિશિષ્ટ પરંપરા છે. પિતાના શાસ્ત્રના મહત્વ, ગાંભીર્ય અને વિશદતાને સમજાવવા માટે દાર્શનિક અને ગાણિતિક તત્ત્વોનો ઉપયોગ કરીને તેમાં અનુકૂલનને પ્રયત્ન કરે છે. તેથી તેમાં તેમના જ્ઞાન વૈભવને અનુભવ વાચકને થાય છે. આધુનિક યુગમાં આ વધુ જરૂરી લાગતું નથી તથા તેની ઉપયોગીતા પણ હવે રહી નથી. ઈદના અગણિત પ્રકારે અને તેના સમીકરણને આધારે સિદ્ધ થતાં અનેક પ્રયોગે વાસ્તવિક કાવ્યરચનામાં મહદઅંશે ઉપયોગી નીવડી શકતા નથી. પ્રાચીન કાળમાં જે દેશનું વૈવિધ્ય દર્શાવવામાં આવ્યું છે તે તમામ છંદોની કાવ્ય રચના શક્ય બનતી નથી. અથવા તે ઉપલબ્ધ થતી નથી. તેથી કેટલીકવાર ઈદશાસ્ત્રને સક્ષમ જ્ઞાતા ઉદાહરણ રૂપ કાવ્યની રચના કરીને પિતાની અપ્રતિમ કાવ્ય પ્રતિભાનું દર્શન કરાવે છે. જેવી રીતે અલંકારને કૃત્રિમ આયોજિત ઉપગ કાવ્યના સરળ અને સ્વચ્છેદ પ્રવાહને સ્થગીત કરે છે તેમ કૃત્રિમ છંદ પણ કાવ્યના દેહને કુરુપ કરી શકે છે. પ્રાચીન શાસ્ત્રકારે આ ભયસ્થાનથી સંપૂર્ણપણે જ્ઞાત છે. તેથી તે શક્યતાઓને દર્શાવે છે અને “ભય સાવચેતી આપત્તિ નિવારણ કરતાં વધારે જરૂરી” (Prevention is better than cure.) તે શાસ્ત્રકારની દષ્ટિનું પરિણામ છે.