________________
૧૭
તેના આજન્મ દુશ્મન ગરુડની નજરે પડે છે. પિતાનું મૃત્યુ નજીક હેવાની અનુભૂતિ થતા જ પ્રત્યુત્પન્ન મતિથી તે વિચારે છે. નાગપિંગલ ગરુડને વિનંતિ કરે છે કે તમે મને ખાઈ જશે એટલે આ જગતમાંથી છંદશાસ્ત્ર લુપ્ત થઈ જશે, માટે તમે તેને જાણું લે. ગરુડ કુતૂહલને ખાતર તે જાણવાની હા પાડે છે અને પછી પિંગલ નામ અનેક છે, તેનું બંધારણ તથા ગતિને તેમજ આરોહ-અવરોહને સમજાવત આગળ વધે છે. આમ કરતાં તે સાગર કિનારે આવી પહોંચે છે અને અંતે ચાર યકારવાળા ભૂગપ્રયાત છંદ એટલે કે સર્પાકાર ગતિને પરિચય કરાવતું હોય તેમ વક્ર ગતિ કરીને સમુદ્રના પાણીમાં સરી જાય છે. સમુદ્ર મંથનથી જેમ દેને અમૃત મલ્યું હતું તેમ પિંગલને અનુપમ છદ રત્ન મલ્યું હતું. શકય છે કે આ જનશ્રતિ એક રોચક કલ્પના હશે. ઐતિહાસિક અને અધિકૃત માહિતીની અનુપલબ્ધિમાં આવી રોચક કથાઓ અસ્તિત્વમાં આવી હશે. પિંગલ નાગ અથવા મુનિને છંદશાસ્ત્રના પ્રથમ આચાર્ય અથવા પ્રવર્તક માનવામાં આવે છે, પણ તેમની અગાઉ આ છંદશાસ્ત્ર વ્યવસ્થિત સ્વરૂપમાં હોવું જોઈએ. કારણકે જે રીતે આ શાસ્ત્ર હાલમાં મળે છે તે પૂર્ણ વૈજ્ઞાનિક અને વિકસિત સ્વરૂપમાં મળે છે. વયાકરણીય પતંજલિએ પણ એક છેદની રચના કરી હતી એમ કહેવાય છે.
ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ ચાર પ્રકારની વાણી છે. ને સૌથી નિગ્ન અને છેલ્લી કક્ષાની વાણી તે વૈખરી ભાષા છે. આ વૈખરી વાણીના પાયામાં વર્ણમાલા છે. આ વર્ણમાલા સ્વર અને વ્યંજનની બનેલી હોય છે. વ્યંજનને સ્વતંત્ર ઉચ્ચાર સ્વરની સહાય વિના શકય બનતું નથી. અર્થાત્ લઘુતમ અક્ષર એક સ્વરને બનેલું હોય છે. આ અક્ષર સ્વર હોઈ શકે અથવા સ્વર સહિતને વ્યંજન પણ સંભવી શકે. એ પરમ સત્ય પ્રાચીનેને અગાઉથી જ સમજાયું હતું.
પાણિનિએ (ઈ.સ. પૂર્વે ૬૦૦થી ઈ.સ. પૂર્વે ૮૦૦) અજ્ઞાત પુરગામી વૈયાકરણીઓના ભાષાઅભ્યાસને આધારે અષ્ટાધ્યાયીની રચના