________________
प्रस्तावना
કવિતા અને છંદ વચ્ચે યુગેથી અવિચ્છિન્ન સંબંધ ચાલે આવ્યો છે. આ કારણથી કાવ્યરચના, કાવ્યપઠન, કાવ્યપરિશીલન અને કાવ્યના આસ્વાદમાં છંદનો ગ્ય પરિચય એક પૂર્વ શરત મનાય છે. છંદશાસ્ત્રનું જ્ઞાન આવશ્યક મનાય છે. ભાષા પરનું પ્રભુત્વ, શબ્દજ્ઞાન, તેમ જ વૈવિધ્યપૂર્ણ ભાષાપ્રયોગ ક્ષમતા ઈત્યાદિ કવિજન માટે અપેક્ષિત મનાય છે. સૂક્ષમતમ ભાવેની અભિવ્યક્તિ માટે સુયોગ્ય શબ્દભંડોળ કવિના માર્ગને સરળ અને સરસ બનાવે છે. એટલે જ વેદના ઋષિઓએ દમય વાણીને કવિતા અથવા
ચા કહી છે. ઋષિ એટલે કવિ. ઈનાન્ન વચઃ! એમ વારંવાર કહેવાયું છે. “વાણ સમર્થ શબ્દની, અને શબ્દ અક્ષરોને બનેલ હોય છે. તેથી છેવટે તે છંદ એટલે અક્ષરોના સામંજસ્યયુક્ત લય તેમ જ ઊચ્ચારાતા અક્ષરોને મનહર અને શ્રુતિપ્રદ મેળ” (પૂજાલાલ)
પ્રાચીન ભારતીય સાહિત્ય ઋગ્વદ એક છાંદસ રચના છે. તેની ઋચાઓ એક નિશ્ચિત બંધારણમાં સુજિત કાવ્યરચના છે. તે દર્શાવે છે કે વેદની અગાઉ છંદશાસ્ત્રની ઊંડી સૂઝ કવિઓને તથા દષ્ટાઓને હતી. એટલે જ વેદના અભ્યાસીને માટે મંત્ર(ઋચા)ના ઋષિ, દેવતા, છંદ ઈત્યાદિની માહિતી હોવી આવશ્યક મનાતી હતી. તે જાણ્યા વિના વેદમંત્રનું અધ્યયન કરનાર કરાવનાર તેમ જ યજન કરનાર પાપી બને છે. છંદશાસ્ત્રની વૈદિક પરંપરામાં ઈન્દ્ર-ચ્યવનબૃહસ્પતિ–માંડવ્ય–સંતવર્યાસ્ક–પિંગલ મુનિએ આવે છે. એક જનકૃતિ મુજબ પિંગલ નાગ હતે. તથા છંદશાસ્ત્રને પરમ જ્ઞાતા હતે. એકવાર પાતાળમાંથી પૃથ્વી પર ફરવા આવે છે. નદી, પર્વત, જંગલ ઇત્યાદિમાં ઘૂમીને પોતાના નિવાસ તરફ જતા હોય છે. ત્યાં તે