________________
संपादकीय
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીની નવમી જન્મશતાબ્દી વિશ્વભરમાં ઉમ*ગભેર ઉજવાઈ રહી છે ત્યારે આવી મહાન વિભૂતિને એમની અપ્રાપ્ય ગ્રંથરચના પ્રગટ કરીને અજલી અર્પી રહ્યો છું. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચ`દ્રસૂરિના વિપુલ સાહિત્યરાશિમાં હજી પણ ઘણાં મનનીય પ્રેરક અને ગહન ગ્રંથાનું પ્રકાશનકાય માકી છે ત્યારે તેઓશ્રીના છંદોનુશાસનનુ` નવું સંસ્કરણ પ્રકાશિત થઈ રહ્યુ` છે.
સમાજમાં જ્ઞાનાભિમુખતા જાગે, પેાતાના પ્રાચીન વારસા માટેનુ' ગૌરવ જાગે, જિનશાસનની મહત્તાના ખ્યાલ આવે તેમ જ આપણા મહાન સાહિત્યવારસા પ્રત્યે અભિમુખતા કેળવાય એ આશયથી શ્રી ચંદ્રોઢય ગ્રંથમાળા દ્વારા અમે જુદી જુદી શાસ્રીય કૃતિએનું તેમજ અન્ય સાહિત્ય કૃતિનુ પ્રકાશન કરવાના આશય ધરાવીએ છીએ. આ ગ્રંથમાળાના અન્વયે એનુ' સાહિત્ય મહેકાવતું ખીજું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે.
અગાઉ ૧૯૧૨માં શ્રી દેવયă મૂલચંદ નિર્ણયસાગર દ્વારા એક જ હસ્તપ્રતને આધારે તે છાપ્યું હતુ. તે ઉપરાંત સિંધી જૈન શાસ્ત્ર શિક્ષાપીઠે ૧૯૬૧ માં આ ગ્રંથને સપાદિત કર્યો હતા. હેમચ`દ્રાચાર્ય ને આ છંદાનુશાસન ગ્રંથ ઘણા સમયથી અનુપલબ્ધ હતા. છંદશાસ્ત્રના અભ્યાસીએ, જિજ્ઞાસુ અને વિદ્યાર્થીસમાજને સરળતાથી તે સમજાય તથા મૂળ ગ્રંથ આસ્વાદનીય અને તેવી શુભ કલ્પનાથી ગુજરાતી ભાષામાં અમે વિસ્તૃત પ્રસ્તાવના તૈયાર કરી છે, છંદશાસ્ત્ર અને કાવ્યને અવિચ્છિન્ન સબંધ છે. આ શાસ્ત્રની પરિભાષા અને આચાય હેમચ`દ્રાચાર્યે પેાતાની જ રચેલી ટીકાને મૂળ ભાષામાં મૂકવામાં આવી છે. આ ઊપરાંત છંદોનુશાસનના ૮ અધ્યાયામાં આવેલા વિષયવસ્તુને સ`ક્ષિપ્તમાં સમજાય તે માટે ગુજરાતીમાં વિસ્તૃત નાંધ પણ તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની નેાંધને માટે અમે ગૃહપિંગલ ( રામનારાયણ પાઠક ),