________________
૧૨
ભવ્ય જિનાલયની રચના કરી હતી. જૈન યાત્રાળુઓ માટે ધમ શાળા અધાવીને યાત્રાની અગવડ દૂર કરવામાં તેમના ફાળા સૌથી માટી હતા. કલાલનગરમાં સ્થાનકવાસી જૈનાની વસ્તી ખાસ્સી વધારે હતી પણ જિન દેવાલયની સગવડ ન હતી. તેમના માટાભાઈ સ્વ. મનસુખલાલની ધર્મજિજ્ઞાસા ને ઇચ્છાની પરિપૂર્તિ માટે રૂા. બે લાખના રે દેરાસર, ધર્મશાળા ઈત્યાદિની ભવ્ય સગવડ ઊભી કરી આપી હતી. તેના સ્થાપના પ્રસંગના ઉત્સવમાં જૈન ધર્માવલ‘ખી ઉપરાંત અનેક જૈનેતર મહાનુભાવાએ ઉત્સાહપૂર્ણાંક ભાગ લીધા હતા. શ્રી મેવાડમાં જિર્ણોદ્ધાર માટેના ફાળામાં રૂા. ૫૦ હજાર આપવાની જાહેરાત કરીને પ્રતિવર્ષ રૂા. દસ હજાર આપતા રહ્યા હતા.
જીવદયા એ પ્રભુસેવા, અહિંસાના પરમ મંત્ર અને સૂક્ષ્મતમ હિંસાનુ' નિવારણ કરવુ એ તેા જૈન ધર્મ અને દર્શનના પ્રથમ સિદ્ધાંત છે. સ્વ. જમનાભાઈ એ અનેક પાંજરાપેાળની અર્થિક અવ્યવસ્થાઓ દૂર કરીને આ સેવાકાર્યમાં સહાય કરી હતી. તે વખતે અમદાવાદનગરમાં ભદ્રંકાળીના મંદિરમાં દર દુર્ગાષ્ટમીના દિવસે એક બકરાનુ લિદાન આપવામાં આવતુ' હતું. આ પાપકને દૂર કરવામાં આગળ પડતા તેમણે ભાગ ભજવ્યેા હતેા. તે માટે રૂા. દસ હજારના ફાળામાં પેાતાના તરફથી રૂા. ૪૦૦૦ની રકમ આપી હતી. આ રકમમાંથી પ્રતિવષ પૂજા અને બ્રહ્મભાજન કરવામાં આવે છે. તેમ જ કાયમની જીવહિંસા નિવારણ કરી તેમણે પવિત્ર પુણ્યનુ' ઉપાર્જન કર્યુ” હતું. ખાડા ઢાર માટે પાંજરાપાળા બનાવીને મરવાને વાંકે જીવતા ઢારાનું આજીવન પાલન કર્યું હતું. શહેરની ગરીમ અને જરૂરીઆત ધરાવતી જનતા માટે એક સાર્વજનિક દવાખાનુ' શરૂ કર્યુ”. તેમ જ તેમાં બાહોશ દાક્તરો રાજ ૪૦૦ થી ૫૦૦ દર્દીઆને તપાસે અને નિદાન કરે છે, દવા આપે છે. તે દ્વારા માનવસેવાનુ` કા` તેઓ કરે છે.
જ્ઞાનાકારમાં શેઠ શ્રી જમનાભાઇને ઊંડા રસ હતા. તેમણે અનેક જ્ઞાનશાળાએ અને ભ'ડારામાં સહાય કરી હતી. હસ્તપ્રતાના