________________
૧૩
પુનઃ લખાણ માટે લહિયાઓને આર્થિક સહાય પણ કરી હતી. શેઠ માણેકભાઈના લગ્ન પ્રસંગે સાચા મેતી અને કિંમતી નંગનું બનાવેલું પિસ્તાલીશ છેડનું ઉદ્યાપન ઘણું ખર્ચ કરવામાં આવ્યું હતું. -
અમદાવાદ રાજનગરની ધર્મપ્રેમી જેને જનતામાં સ્વ. મનસુખલાલ શેઠ, સ્વ. મણુભાઈ પ્રેમાભાઈ શેઠ, સ્વ. શેઠ ચીમનભાઈ નગીનદાસ ઈત્યાદિ ધર્માનુરાગી મહાનુભાવની શાસનસેવા તેમ જ જીવદયાનાં શુભ કાર્યો અવિસ્મરણીય રહ્યાં છે. અમદાવાદમાં અનેક પ્રસંગે યોજાતા ધાર્મિક ઉત્સવોમાં શ્રી જમના ભાઈને ફાળો અને પ્રેરણા અન્ય જેન–સદગૃહસ્થ માટે ઉત્સાહપ્રદ રહ્યો છે.
ડુમસના રમ્ય જિનાલયમાં જેઠ વદ ૧૪ના દિવસે અંતરાય કર્મની પૂજા ભણાવવી છે તે માટેની તમામ વ્યાવહારિક તૈયારીઓ તેમણે કરાવી હતી. અમાસની રાત્રે હૃદયરોગનો હુમલો થયે અને આ અસાર સંસાર છોડીને ચાલી નીકળ્યા. તેમની પાછળ સેવા અને ધર્મપરાયણતાની મહેક મૂકીને ગયા. તેની પ્રેરણાની સુગંધ આજે પણ જેન સમાજમાં ચારે બાજુ ફેલાયેલી રહી છે, તે જ તેમના જીવનકર્મને અમર વારસ છે.
રસિક ' (ઝવેરી ભોગીલાલ ધોળશાજીના લેખના
આધારે)