________________
૧૩
જ્યારે શાસ્ત્રના ભાવે સમજવા મુશ્કેલ પડે છે, તે પ્રસંગે વિવિધ પ્રકારના પ્રતિપાદનના ભેદ વડે, તે ભાવને સમીપ લાવવાની ક્રિયા ઉપક્રમ વડે થાય છે. પ્રસ્તુત અનુવાદપણ એવા જ પ્રકારની શૈલીપૂર્વક પ્રતિપાદિત થયેલ હેવાને કારણે “ભગવતી ઉપક્રમ” એવું શુભ નામ પસંદ કરેલ છે.
વિવરણને હેતુઃ નિશ્ચયનયથી આત્મા પોતે જ પિતાના ભાવ વડે નિજભાવમાં સ્થિર રહી સ્વઉપાદાન શક્તિથી પિતાની પર્યાય ઉત્પન્ન કરી શકે છે. તે વ્યાય-વ્યાપક ભાવથી સિદ્ધ હોવા છતાં નિમિત્તનૈમિત્તિક ભાવની દૃષ્ટિએ વર્તમાનની આત્માની અશુદ્ધ પર્યાયને પિતાની શુદ્ધ પર્યાયમાં લાવવા માટે વાણીના ગરૂપ કરણસાધન વડે ભાવસાધનરૂપ “ઉપક્રમ” કિયા–આત્મઉન્નતિ માટે અતિ ઉપયોગી છે. અને તેટલા માટે જ શ્રી ભગવતી સૂત્રના ભાવો ભવ્યાત્માઓને આત્મસન્મુખ બનવામાં ઉપયોગી બનેનિમિત્તરૂપ બને તેવી ભાવના પ્રગટી અને આ રીતની રચના માટે પ્રેરણું થઈ.
ઉપકાર અને અર્થ? મને આ ભાવે સમજવામાં નિમિત્ત ભૂત થનાર શ્રુતજ્ઞાનના અવતાર સમા મહાઉપકારી પરમશ્રધેય બહુશ્રુત ગુરુદેવ ૧૦૦૮ શ્રી શ્રી પૂ. સમર્થમલજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના પાવનકારી શિષ્ય વૃત્ત્વનું પવિત્ર સ્મરણ આ ગ્રંથલેખન કાર્યમાં અને સમગ્ર જીવનમાર્ગમાં મુકુટમણિ સમાન સુશોભિત સ્થાન ધરાવે છે. જેના રાગ અને દ્વેષ મૃતપ્રાયઃ બની ગયા છે, જેને આત્મીથતા સિવાય મારા તારાના ભાવ સ્પર્ધા નથી એવા પવિત્ર-પાવન પૂજ્ય ગુરુદેવનું સાનિધ્ય સતત ૪ વર્ષ મલ્યું હતું અને તે પ્રસંગ દેવગે જ પ્રાપ્ત થયેલ છે. તેઓશ્રીની કૃપા અને આશીર્વાદ સંપાદન કરવા ભાગ્યશાળી થયા છીએ તે ખરેખર પૂર્વજન્મના પુણ્યબળનું શુભ પરિણામ જ કહી શકાય તેમ છે. અમે તેમના ભાભવના ત્રાણી છીએ. એમનાં કૃપાકિરણની અમીવર્ષાથી જ હું આ ભગવતીજી જેવા મહાન સૂત્ર વિષે કંઈક લખવા સફલ બને છું.
આભાર પ્રસ્તુત અનુવાદકાર્ય નવેસરથી તૈયાર કરવાની દૃષ્ટિએ એક ભગીરથ કાર્ય છે. મુખ્ય લેખનકાર્ય સિવાય શેષ પ્રવૃત્તિઓ માટે