Book Title: Bhagwati Upkram
Author(s): Jankaray Muni, Jagdish Muni
Publisher: Shamji Velji Virani and Kadvibai Virani Sarak Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૧ . આવી ગહન રહસ્યપૂર્ણ ત્રિપદીના શ્રવ થી “ઇન્દ્રભૂતિ” આદિને ગણધરનામકર્મને ઉદય થાય છે. અને તેઓને જ્ઞાનાવરણીય કર્મને એ તે સુંદર ક્ષપશમ થાય છે કે ઉત્કૃષ્ટ દરજજાનું મતિશ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગી એટલે ૧૨ અંગ, પરંતુ તે કયા અંગિન (શરીરના) બાર અંગ? સામાયિક સૂત્ર જૈનશાસ્ત્રના ઉપનિષદ્રભૂત સૂત્ર છે. અનંતા તીર્થકરે, શ્રમણ-શ્રમણ, શ્રાવક અને શ્રાવિકાઓ તેને ઉચાર કરતાં હોય છે તીર્થકર—નામકર્મના ઉદય પછી દરેક તીર્થકરે પિતાપિતાના શાસનમાં “આરાધના તથા શ્રુતમાં” પ્રધાન સ્થાન આપતા હોય છે એટલે અનાદિ અનંતકાળને આ પ્રધાન “સામાયિક” સૂત્રરૂપ અંગિન (શરીરના) અંગરૂપ દ્વાદશાંગીવાણીનું પાંચમું અંગસૂત્ર તે જ આ શ્રી ભગવતીજી સૂત્ર છે. જૈનશાસનમાં શ્રી ભગવતીજી સૂત્રની મહત્તા – ૧૫ કર્મભૂમિની દૃષ્ટિએ અવિચ્છિન્નપણે ચાલી આવતી નિર્મલનિથ પરંપરામાં શ્રી ભગવતી સૂત્ર મૂર્ધન્યસ્થાન ધરાવે છે. આ પંચમ અંગ સૂત્રનું મૂળ નામ તે વિવાહપન્નત્તિ-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. અર્થાત્ જેમાં વિવિધ વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. અનેક પ્રશ્નકારે દ્વારા વિવિધ વિષયને સ્પર્શતા છત્રીસ હજાર પ્રશ્નો અને તેના ઉત્તરેથી સમૃદ્ધ આ વિવાહપન્નત્તિ સૂત્ર વિશેષ અને અધિક પૂજ્ય છે. કારણું કે વર્તમાન ઉપલબ્ધ બાકીનાં દશ અંગસૂત્રમાં એક જ ગણધરદેવની પૃચ્છાઓ છે. ત્યારે આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં અનેક ગણધર દે, શમણુનિ , શ્રમણોપાસકે અને શ્રમણે પાસિકાઓ તથા તાપસે તેમ જ અન્યતીથિકે વગેરેના મહત્વપૂર્ણ પ્રશ્નો છે. અને ત્રણેય લેકમાં ગૌરવ ધરાવી શકે તેવા ભગવાનનાં ફરમાવેલાં સમાધાને છે. એટલે આ પંચમ અંગસૂત્રમાં વર્ણવાયેલા વિષયે ખૂબ જ મનનીય છે. અને તેથી જ વિવાહપન્નત્તિ સૂત્રનું વિશિષ્ઠપણું તેમ જ પૂજ્યપણું બતાવેલ છે. અને “ભગવતી” એવું શુભ નામ પણ એ જ કારણે પ્રસિદ્ધિ પામેલું છે. કહ્યું છે કે “ જ મપાવતીચ ખૂ ન મધરાતે” આવા સૂત્રના મહત્વ વિષે કંઈ વિશેષ લખવાની શી જરૂર રહે?

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 784