________________
૧૨
નામકરણઃ– શાસ્ત્રજ્ઞાનના શીવ્રતાથી અને સરળતાથી બેધ કરવા માટે શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ‘ઉપક્રમ’નું વિસ્તૃત વન આવે છે. તેના વાંચનપ્રસંગે અંતરથી એવા ધ્વનિ પ્રગટ થતા હતા કે, શ્રી ભગવતી સૂત્ર જૈન શાસનમાં અપાર મહિમા ધરાવે છે. માટે તેના પર જો કંઇક લખાય તેા અવશ્ય ઉપકારનું કારણ બનશે. અનેક શાસ્ત્રનો જ્યારે શાસ્ત્રીય સમાધાન માટે સમીપે આવતા હતા ત્યારે તેમને પણ એ જ આગ્રહ થતા રહેતા કે મારે શ્રી ભગવતી સૂત્ર વિષે કંઇક ચેાજના કરવી.
ઠીક, સમયનાં વહેણુ ચાલતાં જાય છે. અને તેમાં કાઈક ઘડી સફળતા પણુ આપતી જાય છે. એ નિયમ અનુસાર વિવરણના પ્રારંભ પણ પ્રાપ્ત થયા અને કાર્યની શુભપૂર્ણતા પણ થઈ.
•ઉપક્રમ’ નામની પસંદગી:- ઉપમા સત્રમ: અર્થાત્ ખાસ પ્રયત્નપૂર્વકનો વિશિષ્ટ પ્રારંભ. વાચ્ય-વાચકભાવમાંથી સમ્યક અર્થની ગવેષણા કરી શખ્સની અંતર્ગત રહેલા ભાવા વિચારી યાગ્ય રીતે નિરૂપણ કરવાની ક્રિયા ઉપક્રમ વડે થાય છે. તે માટે ગુરુગમ અતિ આવશ્યક છે. ઉપક્રમથી નિમ્નાકત ત્રણ કાર્યાં થાય છે.
(૧) શાસ્ત્રના ભાવા સ્વસંવેદન જાગૃત કરવામાં સહાયક થાય છે.
(૨) આત્મામાં જાગૃત થયેલા સ્વસ ંવેદનના ભાવે। આત્માને સ્વભાવમાં સ્થિરથવામાં સહાયક થાય છે.
(૩) શાસ્ત્રના દરેક ભાવાને તેના યાગ્ય સ્થાને નિક્ષેપિત કરી (સ્થાપિત કરી) સંશયથી યુક્ત થાય છે. અને યથાર્થ ખાધ પ્રાપ્ત કરાય છે.
ઉપક્રમના અવલંબનથી કરવામાં આવતા આરાધનાના પ્રયત્નાથી જે પ્રવૃત્તિ થાય તે આમહિતરૂપ બને છે. જેમ કે ઉપક્રમની ક્રિયા તે ભાવસાધન, વાણીના ચેગ તે કરણુસાધન, શ્રવણુભાવમાં સ્થિર થવું તે અધિકરસાધન, વિનયઆદિભાવ તે અપાદાનસાધન, કહેવાય છે.