________________
ત્રિપદી અને તેના કમની યથાર્થતા - ગણધર ભગવંતે ત્રિપદી દ્વારા સંપૂર્ણ દ્વાદશાંગી રંચવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવનારા હોય છે. એક મુહૂર્ત માત્રામાં શ્રુતજ્ઞાનના સાગરને પામી જાય છે. અને તે જિતેન્દ્ર ભગવાનના ઉપદેશને જ આધીન હોય છે. તે પામવાની રીતિ એવી હોય છે કે દીક્ષિત થયેલા ઇન્દ્રભૂતિ આદિ વિનયપૂર્વક વંદણ કરી પૂછે છે કે, મરે! જિં તત્ત? તેના ઉત્તરમાં તીર્થપતિ ફરમાવે છે કે
તને ઘા” આ ઉત્તર દ્વારા દ્રવ્યની–પર્યાયના ઉત્પાદને સિદ્ધાંત વ્યક્ત કરે છે. ગણુધરદેવે તે ઉત્તરસંબંધી વિશેષ-વિચારણા કરે છે. અને આગળ પુછવાની જરૂર લાગે છે તેથી બીજીવાર જિનેન્દ્રપ્રભુને વંદણ કરી પુછે છે કે, મારે! કિ તત્ત? ઉત્તરમાં પ્રભુ એમ ફરમાવે છે કે “વિકમ વા” આ ઉત્તરદ્વારા ભગવાન દ્રવ્યમાં વ્યય-વિનાશને સિદ્ધાંત વ્યક્ત કરે છે. એ વિષે પણ વિચારણા કરતા શ્રીગણધર દેવને આગળ પુછવાની જરૂર લાગે છે કે માત્ર ઉન્ન જ થયા અને નાશ જ પામતું રહે એ કેમ બને? આ કારણે એ પરમતારકને ચરણે ત્રીજીવાર પ્રદક્ષિણ આપી પ્રશ્ન પુછે છે કે મેતે ! વિ તત્ત? ઉત્તરમાં પ્રભુ ફરમાવે છે કે “g ar” આ ઉત્તરદ્વારા દ્રવ્યને ધ્રૌવ્ય-નિયતાને સિદ્ધાંત વ્યક્ત કરે છે. આ ત્રીજે ઉત્તર સાંભળતાં જ ગણધર દેવને તત્ત્વનું સ્વરૂપ પરિપૂર્ણપણે સમજાય જાય છે.
પ્રથમ તે ભગવાને ઉપ્તત્તિસૂચક ઉત્તર આપે પછી વિગમવ્યય-સૂચક ઉત્તર આપે. આ વિશ્વમાં જે જન્મે છે તે મરે છે. જેની ઉપ્તત્તિ તેને નાશ અવશ્ય થાય છે. એટલે ઉત્પન્ન થવું ને નાશ થવું એ છે તે સ્પષ્ટ દેખાતી વાત છે. તે બતાવ્યા પછી ભગવાને “પ્રીવ્ય” સ્વરૂપ બતાવ્યું. જે ઉત્પન્ન જ થવું અને વિનાશ જ પામવું એટલું જ હોય અને ધ્રુવતા ન હોય તો પરભવ, પુણ્ય-પાપનાં ફલ, મોક્ષ, મેક્ષમાર્ગની આરાધના, વગેરેને અવકાશ જ ન રહે. તેથી ઉત્પાદ-વ્યયની સાથે ધ્રુવતા ભળતાં જ તત્ત્વ પરિપૂર્ણતાને પામે છે. અને તેથી શેષ કઈ પણ સમજવાનું રહેતું હોય તો એ ત્રણને વિશેષ સમજવા માટેનું જ રહે છે.