________________
પૂજ્ય પ્રાણ-સમર્થ ગુરવે નમઃ
અનુવાદકનું વક્તવ્ય
જિનશાસનની મહત્તાકડે માનવગણના સમૂહ વચ્ચે શ્રી જિનશાસનને તેજસ્વી પ્રવાહ એક અખલિત વહેતા નિર્મલ ઝરણાની માફક સડસડાટ ચાલ્યા જાય છે. તેનાં કારણેમાં તેની શુદ્ધતા, ભવ્યતા અને સંસ્થાપકોનું અસાધારણ વ્યક્તિત્વ છે. આ સર્વ સાત્ત્વિક સામગ્રીના પવિત્ર બળને લીધે તેને પ્રવાહ પ્રતિષ્ઠાપૂર્વક વહ્યો જાય છે. અને અવસર્પિણીકાળની દૃષ્ટિથી પંચમઆરાના અંત સુધી વહ્યો જશે. શાસનની ભવ્યતાના મૂળ પાયામાં “શ્રુતધર્મ અને ચારિત્રધર્મ ” રેપાયેલા છે. આ આત્મ સમૃદ્ધિની આરાધનામાં જ જિનશાસનની મહત્તા સમાન યેલી છે. શ્રુત અને ચારિત્ર સ્વરૂપે બતાવેલે વીતરાગદેવને માર્ગ દ્વાદશાંગીમાં નિર્દિષ્ઠ છે.
દ્વાદશાંગીના રચનાકાર ચોવીસમા તીર્થપતિ જિનેન્દ્ર ભગ વાને ઘાતિકર્મોને સર્વથા ક્ષીણ કરી, પોતાના આત્મામાં સ્વાભાવથી જ રહેલા કેવળજ્ઞાનને પ્રગટાવ્યું. અનાદિકાળને એ નિયમ છે કે, તીર્થંકર દેવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રથમ દેશના ફરમાવે અને ગણધરપદની સ્થાપના કરે એ નિયમને અનુસરીને કપમુજબ પ્રથમ દેશના તો આપી પણ ત્યાં એવા યેવ્ય આત્માના અભાવે તે દેશના પ્રસંગ તે “નિષ્કલદેશના”ના આશ્ચર્યભૂત બનાવ તરીકે સેંધાયે. તે પ્રથમ દેશના પૂર્ણ કરીને ભગવાન “અપાપાનગરી”ના મહાન ઉદ્યાનમાં પધાર્યા, અને દેશના પ્રારંભ થયે. એ દરમ્યાન “ઈન્દ્રભૂતિ” આદિ મહાપંડિતે ક્રમશઃ ભગવાન પાસે આવ્યા. તેમની શંકાઓનું સમાધાન થયું. અને તે સર્વ ભગવાન પાસે દીક્ષિત બન્યા.