Book Title: Atmasiddhi Shastra Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta Publisher: Institute of Indology Ahmedabad View full book textPage 9
________________ કર્મોનો બંધ અને કર્મોથી છુટકારો એ માત્ર કલ્પના જ છે એમ (એકાન્ત નિશ્ચયનયની) દેશના જેઓ વાણીમાં પ્રકાશે છે, અને પોતે મોહાવેશમાં વર્તે છે. તેઓ શુષ્કજ્ઞાની છે. I॥ કેટલાક એકાન્ત નિશ્ચયદૃષ્ટિવાળા આત્માઓ એવી વાણી પ્રકાશે છે કે આ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. તેને કર્મો લાગતાં નથી. અને તેથી જ તે કર્મોથી મુકાતો નથી. આ બંધન અને મોચન એ તો માત્ર કલ્પના છે. શરીર જડ છે. તે જડ જડનું કામ કરે છે. તેમાં આત્માને શું લેવા-દેવા ? આહારગ્રહણાદિમાં હર્ષ-શોકાદિ શરીર કરે છે. આવું કહીને પોતે બધી રીતે ભોગોમાં વર્તે છે. અને મનથી માને છે કે આ ભોગો તો શરીર ભોગવે છે. આત્માને કંઈપણ બંધ થતો નથી. આવા એકાન્તદૃષ્ટિવાળા જીવો શુદ્ધજ્ઞાની કહેવાય છે. IIII વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન । તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન ॥૬॥ સાધક એવા આત્મામાં વૈરાગ્ય-ત્યાગ-ધર્માનુષ્ઠાન વિગેરે જે જે ધર્માચરણો પ્રાપ્ત થયાં હોય તે તે જો આત્મજ્ઞાનની સાથે હોય તો જ સફળ છે. તથા (હજુ ભલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય પરંતુ) તે આત્મજ્ઞાન મેળવવા માટે કરાતું હોય તો પણ સફળ છે. ॥૬॥ આત્મા મૂળસ્વરૂપે શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. શરીરથી ભિન્ન છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. તેનો સંયોગ માત્ર તે સંસાર છે. અને તેનો વિયોગ માત્ર તે મોક્ષ છે. મારે અંતે તે જ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. બાકી બધાં સંસારનાં બંધનો છે. આવા પ્રકારના આત્મજ્ઞાનની સાથે જો વૈરાગ્ય આવે, ભોગોનો ત્યાગ આવે, ૧ નિદાન કારણે Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90