________________
આહાર-વિહાર-વિહાર-નિંદ્રાદિ જે કંઈ આચરવાં પડે તે પણ કર્મોના ઉદયની પરવશતા છે. માટે તેને કરતા છતા વિચરે છે. પરંતુ પોતાના રસથી કરતા નથી. તે ઉદયપ્રયોગ ત્રીજું લક્ષણ છે. (૪) બીજા સામાન્ય સાધુ-સંતો કરતાં જેમની વાણી અપૂર્વ છે, આત્મસ્પર્શી છે, પોતાના તેવા વિશિષ્ટ અનુભવમાંથી બોલાયેલી છે. તે ચોથું અપૂર્વવાણી લક્ષણ છે. (૫) જેઓ પદર્શનના પૂર્વાપર જ્ઞાની છે. જૈનદર્શનના પરમમર્મને જેઓ જાણે છે તે પરમશ્રુત પાંચમું લક્ષણ છે. આવાં પાંચ લક્ષણોવાળા સદગુરુના ચરણકમળોની સેવા કરવી. ૧૦ના
પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષજિન ઉપકાર !
એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર ૧૧ જિનેશ્વર ભગવંતોનો ઉપકાર પરોક્ષ છે. અને સદ્ગુરુનો ઉપકાર પ્રત્યક્ષ છે આ બન્ને સમાન નથી. આવો લક્ષ્ય થયા વિના આ આત્મામાં સાચો “આત્મવિચાર.” ઉગતો નથી. ૧૧૧
તીર્થંકરભગવન્તોએ ધર્મદેશના આપી તો જ તેનાથી તીર્થ પ્રવર્યું છે. એટલે તીર્થંકરભગવન્તોનો મૂળ ઉપકાર છે. અર્થાત્ મુખ્ય ઉપકાર છે અને સદગુરુઓએ તો તીર્થંકરભગવન્તોએ બતાવેલો ધર્મ બતાવ્યો છે. એટલે તે સગુરુઓનો ઉપકાર તો ગૌણ છે. પરંતુ બીજી અપેક્ષા જો જોડીએ તો સદ્ગુરુઓનો ઉપકાર પણ અપેક્ષાવિશેષે મુખ્ય થઈ શકે છે. તીર્થકર ભગવંતો હાલ પરોક્ષ છે. અને સદ્ગુરુઓ હાલ પ્રત્યક્ષ = નજરોનજર = હાજર છે. અર્થાત્ સાક્ષાત્ છે. પરોક્ષ કરતાં પ્રત્યક્ષ હંમેશાં પ્રધાન હોય છે. આવું લક્ષ્ય (સમજણ) જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સરુ પાસે જવું-બેસવું, સેવા કરવી. તેમની પાસેથી જ્ઞાન મેળવવું એટલું ગમતું નથી. તથા જ્ઞાનના બહુમાન વિના જ્ઞાન આવતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org