________________
છે એમ માનીએ તો કર્મ એ જીવનો ધર્મ જ બની જાય.(જે કદાપિ નિવૃત્ત ન થાય) ૭૧
શિષ્યો સદ્ગુરુજીને પુછે છે કેઃ- આ જીવ કર્મોનો કર્તા છે, એવી વાત જૈનશાસ્ત્રોમાં આવે છે. પરંતુ વિચાર કરતાં આ બાબતમાં પ્રશ્ન થાય છે કે આ જીવ કર્મોનો કર્તા હોય એ વાત સંગત લાગતી નથી. જો જીવ કર્મોનો કર્તા હોય તો સિધ્ધના જીવને પણ કર્મો લાગવાં જોઈએ | વળી જીવ સૌપ્રથમ કર્મ વિનાનો હોય અને પછી જીવે કર્મો બાંધવાનો પ્રારંભ કર્યો હોય તો જીવ કર્મોનો કર્તા બની શકે, પરંતુ એવું તો છે જ નહિ / જીવ અને કર્મનો સંયોગ અનાદિનો માનવામાં આવે છે. માટે ખરેખર તો આ જીવ કર્મોનો કર્તા નથી. પરંતુ જીવમાં પૂર્વે બંધાયેલા કર્મો જ નવા કર્મોનો કર્તા અથવા સહજ સ્વભાવે જ કર્મો આવ્યાં કરે છે એમ માનવું હિતાવહ છે. જો જીવ કર્તા હોય તો જીવ વડે બંધાતું એ જીવનો ધર્મ બની જાય. જેમ જીવ વડે વસ્તુનું જ્ઞાન મેળવાય છે એટલે જ્ઞાન જેમ જીવનો ધર્મ છે તેમ કર્મ પણ જીવનો ધર્મ જ બની જાય. અને જો કર્મ એ જીવનો ધર્મ માનીએ તો જ્ઞાન જેમ જીવનો ધર્મ હોવાથી કદાપિ જીવથી નિવૃત્ત થતો નથી તેમ કર્મ પણ જો જીવનો ધર્મ હોય તો જીવથી કદાપિ નિવૃત્ત થાય નહિ અને તેમ થાય તો કદાપિ કોઈનો મોક્ષ થાય નહિ. માટે જીવ કર્મોનો કર્તા હોય એ વાત સંગત લાગતી નથી.
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ॥૭॥
અથવા સાંખ્યદર્શનની જેમ આ આત્મા સદા અસંગ (કર્મબંધ વિનાનો) છે અને સત્ત્વાદિગુણોવાળી પ્રકૃતિ જ કર્મબંધ કરે છે એમ માનવું યોગ્ય લાગે છે. અથવા જીવ પોતે સ્વયં કર્મોનો અબંધક (અકર્તા છે) પરંતુ ઈશ્વરીય પ્રેરણાથી જીવ કર્મોનો કર્તા બને છે એમ માનવું ઠીક
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org