________________
નિત્ય છે એમ નિશ્ચય કરો. ૬૯ |
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશા ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ હol
કોઈ કાળે કોઈ પણ વસ્તુનો કેવળ નાશ તો થતો નથી. તો પછી જો ચેતનાનો નાશ થતો હોય તો તે શેમાં ભળે ? તે તું તપાસા90
આ જગતમાં ઘડો નાશ પામે તો ઠીકરાં થાય, પટ નાશ પામે તો ટુકડા થાય, મકાન પડી જાય તો ભંગાર થાય, એમ કોઈપણ પદાર્થનાશ પામે એટલે રૂપાંતર થાય છે. પરંતુ બીલકુલ નાશ થતો નથી. વસ્તુ જ અલોપ થઈ જાય એવું બનતું નથી / કાગળ બલે રખ્યા થાય, દૂધ જામે તો છેવટે દહીં થાય ! એમ કોઈ પણ પદાર્થ એક રૂપે નાશ પામી બીજા રૂપે પ્રગટ થાય જ છે. પરંતુ સર્વથા વિનાશ પામતો જ નથી. તો જો હવે આત્માવિનાશ પામતો હોય તો તપાસ કરો કે આત્મા જ્યારે નાશ પામે ત્યારે આત્મા રૂપે મરી જઈ બીજા કયા રૂપમાં ભળે છે. જેમ ઘટ ફુટીને ડીકરામાં ભળે છે તેમ આત્મા નાશ પામી શેમાં ભળે ? તે તપાસો. કોઈમાં પણ ભળતો નથી માટે આત્મા નાશ પામતો જ નથી. અર્થાત્ નિત્ય છે. Iછol.
ત્રીજા પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન, ગાથા ૭૧ થી ૭૩ કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મા અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ ૭૧
હવે શિષ્ય સદ્ગુરુ સમક્ષ આત્મા વિષે ત્રીજો પ્રશ્ન કરે છે કે
આ જીવ કર્મોનો કર્તા નથી. પૂર્વે બાંધેલા કર્મો જ નવા બંધાતા કર્મોનો કર્તા છે. અથવા સહજ સ્વભાવે (અનાયાસે-વગર-પ્રયત્ન) કર્મો આવ્યા જ કરે છે. જો એમ ન માનીએ અને કર્મોનો કર્તા જીવ
૪ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org