________________
નિત્ય ધ્રુવ છે. ૬પા
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય છે નાશ ન તેહનો કોઈમાં, તેથી નિત્ય સદાય દુદા
જે પદાર્થોની ઉત્પત્તિ સંયોગોથી થતી નથી. તેનો નાશ પણ કોઈને વિષે થતો નથી. માટે આત્મા સદા ત્રિકાળ નિત્ય છે. / ૬૬ .
આ સંસારમાં જે જે પદાર્થો સંયોગજન્ય હોય છે. તેઓનો જ વિનાશ હોય છે. જેમ ઘર-પટ સંયોગજન્યછે તેથી તેઓનો વિનાશ પણ છે. પરંતુ જે જે પદાર્થો સંયોગજન્ય નથી તે તે પદાર્થોનો વિનાશ પણ હોતો જ નથીજેમકે આકાશ. એ રીતે આત્મા પણ કોઈ પણ પ્રકારના અવયવોના સંયોગ વડે જન્ય નથી માટે તેનો વિનાશ પણ નથી. તેથી આ આત્મા સદાકાળ નિત્ય છે. / ૬૭ ||
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંયા પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય દવા
ક્રોધાદિ પ્રવૃતિઓની જે જે તરતમતા સર્પાદિના ભવોમાં દેખાય છે તે પૂર્વજન્મના સંસ્કારને સાબિત કરે છે. તેથી ત્યાં જીવ નિત્ય છે એમ સિધ્ધ થાય છે. ૬૭
મનુષ્યતિર્યંચ કરતાં સર્પમાં-ક્રોધની પ્રકૃતિ વધારે હોય છે. જન્મ થતાં જ હજુ સર્પદેહે કોઈના સાથે ક્રોધાદિ રૂપે અનુભવ પણ કર્યો નથી. છતાં જન્મતાંની સાથે જ બીજાને ડંખ મારવાની ક્રોધનીવૃત્તિ તેના પૂર્વજન્મની સિદ્ધિ કરે છે. પૂર્વ-પશ્ચિાત જન્મ જો છે તો તે ભવોમાં અનુસરવાવાળો આત્મા દ્રવ્ય તૈકાલિક નિત્ય છે. / ૬૭ |
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાયો બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય ૬૮ આત્મા દ્રવ્યથી નિત્ય છે. પરંતુ પર્યાયોથી પલટાય છે અર્થાત
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org