Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ છે.૭૨૫ સાંખ્ય દર્શનકારો આત્મા અને પ્રકૃતિ એમ બે મુખ્ય તત્ત્વો માને છે. આત્મા શુદ્ધ-નિરંજન-કર્મોનો અકર્તા છે. પરંતુ આત્મામાં ભળેલી સત્ત્વ-રજસ્-તમો ગુણવાળી પ્રકૃતિ જ કર્મો બાંધે છે એમ માને છે. તેની જેમ આ જીવ કર્મોના સંગથી રહિત છે. અને પ્રકૃતિ જ કર્મો કરે છે એમ માનીએ તો શું ખોટું છે ? અથવા કોઈ માણસના શરીરમાં ભૂતપ્રેતનો પ્રવેશ થયો હોય ત્યારે માણસ પોતે પોતાની ઇચ્છાથી કંઈ અયોગ્ય કાર્યો કરતો નથી પરંતુ તેની અંદર પ્રવેશેલ ભૂત-પ્રેત અયોગ્ય કાર્યો કરાવે છે. તેમ આ જીવ કર્મોનો કર્તા નથી પરંતુ તેમાં પ્રવેશેલ ઇશ્વરીય ઇચ્છા કર્મ બંધ તરફ પ્રેરે છે. એમ લાગે છે.I૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ, જાય ॥૭॥ જીવ કર્મોનો કર્તા ઘટતો નથી. માટે જ મોક્ષના ઉપાયોનો કોઈ હેતુ જણાતો નથી. એટલે કાં તો કર્મોનું કર્તાપણું નહિ, અથવા જો કર્તા. પણું હોય તો જીવનો ધર્મ બનવાથી કાં તો જીવમાંથી તે કર્તાપણું જાય જ નહિ || ૭૩ || ઉપરની ચર્ચા જોતાં એમ લાગે છે કે આ જીવ કર્મોનો કર્તા નથી. કાં તો પ્રકૃતિ કર્તા છે કાં તો ઈશ્વરપ્રેરણા કર્તા છે. કાં તો સહજ સ્વભાવ છે અથવા તો કર્મો જ કર્મોનો કર્તા છે પરંતુ જીવ કર્મોનો કર્તા નથી. હવે જો આ જીવ કર્મો કરતો જ નથી તો તે કર્મોમાંથી મુક્ત જ સદા છે તેથી મુક્ત થવાનો ઉપાય કરવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. તેથી કાં તો આ જીવમાં કર્મોનું કર્તાપણું નથી અથવા જો તે કર્તાપણું હોય તો કદાપિ જીવમાંથી જાય જ નહિ કારણ કે જીવ સ્વભાવ બનવાથી કાયમ તે સ્વભાવ જીવમાં રહેવો જ જોઈએ ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90