________________
તમામ જાતિવાળા જો મોહનીયકર્મ તોડે તો મોક્ષે જઈ શકે છે. અથવા શ્વેતવસ્ત્રવાળા જ મોક્ષે જાય, કે નગ્ન જ મોક્ષે જાય કે પીતવસ્ત્રવાળા જ મોક્ષે જાય, એવો વેષનો પણ નિયમ નથી. આ રીતે જાતિ કે વેષનો ભેદ મોક્ષે જનારાઓમાં નથી. માટે ઉપર કહેલો મોક્ષમાર્ગ જે આરાધે છે તે અલ્પકાળે જ મોક્ષે જાય છે. અને મોક્ષે ગયા પછી આ આત્મા શુદ્ધબુદ્ધ નિરંજન બને છે. જેમાં કોઈ ભેદ નથી. ૧૦૭
કષાયની ઉપશાત્તતા, માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ ૧૦૮
જે આત્મામાં (૧) કષાયોની ઉપશાત્તતા છે, (૨) માત્ર મોક્ષનો જ અભિલાષા છે, (૩) સંસાર ઉપર ઉદાસીનતા છે, (૪) સર્વ પ્રાણીઓ ઉપર અંતરમાં દયા વર્તે છે. તે જ જીવ સાચો જિજ્ઞાસુ છે. ૧૦૮
જે આત્મામાં સત્સંગથી, અથવા શાસ્ત્રાભ્યાસથી, અથવા પૂર્વે સંસ્કારોથી કષાયો પાતળા બન્યા છે નહીંવત્ થઈ ચૂક્યા છે તથા માત્ર મોક્ષનો જ અભિલાષ છે. મોક્ષ વિના બાકી કંઈ પણ રુચતું નથી ક્ષણે ક્ષણે ફક્ત મોક્ષનું જ રટણ લાગ્યું છે તથા ભવ એટલે સંસાર ઉપર ઉદાસીનભાવ વર્તે છે, સંસારનું ગમે તેવું સુખ પણ પ્યારું લાગતું નથી. તથા સર્વ જીવો ઉપર અંતરમાં કરુણા વર્તે છે આવા ગુણોવાળો જે જીવ છે, તે જ સાચો મોક્ષમાર્ગ માટેની જિજ્ઞાસુ જીવ છે એમ સમજવું. તે જ આત્મા મોક્ષમાર્ગને પામવા લાયક છે. તે ૧૦૮ !!
તે જિજ્ઞાસુ જીવને, થાય સરુ બોધી
તો પામે સમકિતને, વર્તે અંતરશોધા૧૦૯ જિજ્ઞાસુ એવા જે આત્માને સદ્ગુરુનો બોધ-જ્ઞાન પ્રાપ્ત થાય છે.
કપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org