________________
અમે શું કરીએ? અમારે ઘણું જ્ઞાન મેળવવું છે. ચારિત્ર સ્વીકારવું છે. પરંતુ શું થાય ? અમારી ભાવસ્થિતિ હજુ પાકી નથી. કલ્યાણ નજીકમાં હોય એવું દેખાતું નથી. ઈત્યાદિ બાનાં કાઢીને આત્માના મોક્ષ પ્રત્યેના સાચા પુરુષાર્થને છેદવો જોઈએ નહિ. ૧૩૦
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો ય નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય ૧૩૧II
ઉપર મુજબ નિશ્ચયનયની વાણી સાંભળી પ્રભુસેવા સ્વાધ્યાય વૈયાવચ્ચ, આદિ સાધનો ત્યજવાં નહિ પરંતુ મનમાં નિશ્ચય રાખીને તે જ સાધનો અપનાવવાં. ૧૩ના - ઉપરોક્ત નિશ્ચયર્દષ્ટિ સાંભળી ઘણી વખત મનાં એવો વિચાર આવે કે એકલું આત્માનું જ રટણ કર્યા કરીએ બાહ્ય ધર્માનુષ્ઠાનો (ક્રિયાઓ) કરવાની શું જરૂર છે? તેને ઠપકો આપતાં ગ્રંથકાર કહે છે કે નિશ્ચયદષ્ટિની વાત સાંભળવા છતાં તેના ઉપાયરૂપ જે જે ધર્માનુષ્ઠાનો =સાધનો છે. તેને ત્યજવાં નહિ. કારણ કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. માટે હૃદયમાં જ્યાં જવાનું હોય તે ગામનું લક્ષ્ય રાખી જેમ ગાડી ચલાવાય છે. તે જ પ્રમાણે અહીં પણ હૃદયમાં નિશ્ચયદષ્ટિ રાખીને સાધનોનો ઉપયોગ કરી સાધ્ય મેળવવા પ્રયત્ન કરવો આ જ વાતને સમજાવતાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે :
નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરી, પાલે જે વ્યવહારો પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે . સાડા ત્રણસો ગાથાનું સ્તવન ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલા એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ ૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org