Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 87
________________ જે આત્મા ખરેખર સાચો મુમુક્ષુ હોય છે તેવા આત્મામાં ઉપર કહેલા દયા આદિ ગુણો અવશ્ય હોય છે. એ ગુણો વિના સાચું પારમાર્થિક મુમુક્ષુપણું હોઈ શકતું નથી ||૧૩૯ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત ૧૩૯ મોહભાવનો જ્યાં ક્ષય થયો છે અથવા બહુ ક્ષીણ થવાથી લગભગ ઉપશાન્ત થઈ ગયો છે. તેવા જ આત્માની જે જ્ઞાનદશા તે સાચી જ્ઞાનદશા છે. બાકી તો જેણે મોહ ત્યજ્યો નથી અને પોતાનામાં જ્ઞાનદશા માની લીધી છે. તેને બ્રાન્તિ જ કહેવાય અથવા આવા જીવો અજ્ઞાની અને મોહાંધ સમજવા. II૧૩૯ો. સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન છે તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન ૧૪૦ જે જ્ઞાનીને શાસ્ત્રા દિજ્ઞાનથી આ આખું જગત (સંસારનાં સુખો પણ) એઠની જેવાં દેખાય છે અથવા સ્વપ્ન સમાન લાગે છે તે જ સાચી જ્ઞાનીની દશા છે. બાકી તો વાચજ્ઞાન જાણવું (બોલવા માત્રની જ કલા સમજવી. ૩/૧૪૦ જે આત્મા સમ્યગુ શાસ્ત્રજ્ઞાન મેળવ્યું છે, મોહનો પરાભવ કર્યો છે આત્મા સંવેગનિર્વેદ અને વૈરાગ્યથી વાસિત થયો છે, જેને આ અખિલ સંસારનું સુખ પણ એઠવાડતુલ્ય ભાસે છે અથવા સ્વપ્નસમાન દેખાય છે તે જ આત્માઓ સાચા આત્મજ્ઞાની છે - બાકી આત્માની વાતો કરનારા અને મોહમાં મસ્ત રહેનારા બોલવાની કલા માત્રવાળા વાક્પટુતાવાળા જ સમજવા. II૧૪૦માં - ૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90