Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004650/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર શ્રીમદ્ રાજચંદ્ર-પ્રણીત આત્મ-સદ્ધિ-શાસ્ત્ર (ગુજરાતી અનુવાદ સાથે) વિવરણકર્તા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા అత్తత Main Education International www.jainhellbrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રણીત' આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર (ગુજરાતી અનુવાદ સાથે) વિવરણકર્તા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા (વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે ક્યમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝેર પડ્યે ગતિ એજ જામે; માયા અહોગણી લહે દિલ આપ આવી; “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી” Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વિવરણકર્તા ધીરજલાલ ડી. મહેતા ૧૧(૪૪૩, “માતૃછાયા બીલ્ડિંગ, બીજે માળે, રામજીની પોળ, નાણાવટ સુરત – ૩૯૫૦૦૧ પ્રકાશક: ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી શ્રી કુમારપાળ દેસાઈ (કો-ઓર્ડીનેટર) c/o ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, એચ.એલ.કોમર્સ કૉલેજ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯. વીર સંવત ૨૦૧૯ વિક્રમ સંવત ૨૦૪૯ મુદ્રક ભીખાભાઈ એસ. પટેલ ભગવતી ઓફસેટ ૧૯, અજય સ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૪ લેસર ટાઈપસેટ : શાઈન આર્ટ કોર્ટુગ્રાફીકસ, વોરા બીલ્ડીંગ,કપાસીયા બજાર, કાલુપુર, અમદાવાદ-૨ ફોન-૩૮૦૫૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક શ્રીમદ્ રાજચંદ્રજીના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. લઘુ વયથી વૈરાગ્યવાસિત આત્મા, અનેક પ્રકારનાં શાસ્ત્રોના મર્મોને સારી રીતે જાણનાર, વિદ્વાનોને પણ આશ્ચર્ય કરે તેવું દોહન કરીને શાસ્ત્ર અને વાણીને પ્રકાશિત કરનાર, ઊંડા આત્માર્થી અને આત્મતેજ સંપન્ન પુરુષ હતા. તેઓએ ૨૯ વર્ષ જેટલી નાની વયમાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ તદન સરળ ગુજરાતી ભાષામાં દોહારૂપે બનાવી આત્મતત્ત્વનું જગતના જીવોને યથાર્થ ભાન કરાવેલ છે. નિશ્ચયનય અને વ્યવહારનયને સાપેક્ષપણે રજૂ કરી સ્યાદ્વાદ શૈલીથી બન્ને એકાન્તનયોનું ખંડન કરી અનેકાન્તવાદ સ્થાપિત કરેલ છે. આત્મા છે એમ પ્રથમ યુક્તિપૂર્વક સમજાવી દર્શનશાસ્ત્રોના તેના વિષે જે જે મતભેદો છે તેને દૂર કરવા સ્વરૂપે અને તીર્થંકર પરમાત્માએ બતાવ્યા પ્રમાણે આત્માનું નિત્યત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ સિદ્ધ કરેલ છે. તથા આ જ આત્મા સંસારમાં કર્મોથી અને શરીરથી બંધાયેલ છે, અન્ય બીજું કોઈ તત્ત્વ બંધાયેલું નથી. તેથી આત્મા જ પોતાના સાચા પુરુષાર્થથી તે બંધનમાંથી છૂટે છે, મોક્ષ પામે છે, માટે મોક્ષ પણ છે અને મોક્ષના ઉપાયો પણ છે. આ રીતે સહ્ત્વના મૂળસ્વરૂપ એવાં આ છ સ્થાનો તેઓશ્રીએ આ શાસ્ત્રમાં સાબિત કર્યાં છે. આ ભણવાથી આત્મા વિષેના સંદેહો દૂર થાય છે. શ્રદ્ધા નિર્મળ થાય છે. રુચિ વિશેષ વૃદ્ધિ પામે છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સાહેબે સમકિત સડસઠ બોલની સમ્જાય બાર ઢાળમાં ગુજરાતી ભાષામાં જ રચેલી છે. તેમાં સડસઠ બોલમાં આ છ સ્થાનોનું વર્ણન પણ આવે છે. કારણ કે આ છ સ્થાનો સડસઠ બોલમાં આવે છે. તેઓશ્રીએ ‘મોક્ષમાળા' વગેરે ગ્રંથો રચ્યા છે. તથા તેઓના Page #5 -------------------------------------------------------------------------- ________________ પરિચિત આત્માર્થી જીવોના ઉપકાર માટે અનેક પત્રો પણ અધ્યાત્મભરપૂર લખેલા આજે છપાયેલા જોવા મળે છે એક્કેક પત્રમાં અનેક પ્રકારનું મધુરતાપૂર્ણ શાસ્ત્રજ્ઞાન ભરેલું છે. બીજા અનેકવિધ છંદો, દુહાઓ, ગાથાઓની પણ રચના કરી છે. એકાન્ત અવસ્થામાં સારો સ્વાધ્યાય થાય, સારું આત્મચિંતન થાય તેટલા જ માટે ઘર છોડી આશ્રમ જેવા નિર્જન સ્થાનોમાં રહેવાનો અને તે દ્વારા આત્મચિંતન કરવાનો અથાગ પુરુષાર્થ કરતા. પવિત્ર જીવન, ભરપૂર વૈરાગ્ય, શાસ્ત્રોનું ઊંડુંજ્ઞાન, વિવિધ શાસ્ત્રરચના, આત્માર્થી જીવોને સદુપદેશ ઈત્યાદિ કલ્યાણકારી કાર્યોમાં જ તેમણે પોતાનું જીવન વ્યતીત કરી ઉત્કટ પવિત્રતા પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી ૩૪ વર્ષ જેટલી અતિલઘુ વયમાં જ કાળગત થયા છે. તેઓ આયુષ્યકર્મને આધીન હોવાથી પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા છે. પરંતુ તેઓએ કરેલી શાસ્ત્રરચના, અને તેઓશ્રીની પવિત્ર વાણી આજે પણ જગતના જીવોનું કલ્યાણ કરતી ચોતરફ સુગંધ પ્રસારી રહી છે. આત્માર્થી ઉત્તમ જીવો તેઓશ્રીના ગ્રંથોનું વાંચન-ચિંતન-મનન કરી સર્વે પોતાનું કલ્યાણ કરે એ જ અભિલાષા. - ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૦ આભાર ૯ આ પુસ્તકના પ્રકાશનમાં યુ.કે. લંડન નિવાસી સ્વ. શ્રી શાન્તિલાલ મનસુખરામ મહેતાનાં ધર્મપત્ની શ્રી ચંચળબેન, તથા તેમના સુપુત્રો શ્રી હરસુખભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈ તથા કુમુદભાઈ તરફથી આર્થિક સહકાર મળ્યો છે. તે બદલ તેઓ સર્વેનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત આત્મસિદ્ધિ શાસ્ત્ર (ગુજરાતી સંક્ષિપ્ત અનુવાદ) જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત ! સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત ૧૫ આત્માનું વાસ્તવિક (અનંતજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ મયજે સ્વરૂપ છે તે સમજ્યા વિના ભૂતકાળમાં હું આવું અનંત દુઃખ પામ્યો છું. ભવોભવમાં બહુ જ રખડ્યો છું. ભવિષ્યકાળમાં આવું અનંતદુઃખ ફરીથી કદાપિ આવે નહિ એવું તે પદ=(આત્માનું મૂળસ્થાન) જે ગુરુજીએ બતાવ્યું છે. તે ભગવંત એવા સદ્ગુરુજીને હું વારંવાર નમસ્કાર કરું છું. [૧] આ આત્મા આત્માનું શુધ્ધસ્વરૂપ અનાદિકાલીન મોહના કારણે સમજી શક્યો નહિ તેથી અનંતદુઃખ પામ્યો છે. જ્યારથી સદ્ગુરુજીનો યોગ થયો છે ત્યારથી સદ્ગુરુજીએ પુદ્ગલના સુખને દુઃખ સમજાવ્યું છે. કારણ કે પૌલિક સુખોની પ્રાપ્તિમાં પણ ક્લેશ, ભોગમાં પણ ક્લેશ અને સંરક્ષણ તથા વિયોગમાં પણ દુઃખ તથા ક્લેશ જ છે. ક્યાંય શાન્તિ નથી. શાન્તિમાત્ર આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં જ છે. આવું જે ભગવંતતુલ્ય એવા સદગુરુજીએ સમજાવ્યું છે તે સદ્ગુરુને હું પ્રણામ કરું છું. ||૧|| વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોખ પરો. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ વિષમકાળમાં મોક્ષમાર્ગ બહુધા તો લોપાઈ ગયો છે. તો પણ આત્માર્થી જીવો માટે કંઈક વિચારવા સારૂં અહીં (આ શાસ્ત્રમાં) સ્પષ્ટપણે આ માર્ગ સમજાવ્યો છે. પરા ભરત-ઐરાવતક્ષેત્રમાં પાંચમા દુઃષમ આરાનો આ કાળ અતિ વિષમ છે. શરીરબળ, બુદ્ધિબળ, અને આયુષ્યપ્રમાણ દિનપ્રતિદિન ઘટતું હોવાથી આ કાળે ઉપસર્ગ-પરિષહ સામેની તેટલી સહનશીલતા ન હોવાથી મોક્ષમાર્ગનો ઘણો અંશ તો લુપ્ત જ થઈ ગયો છે.(કેવળજ્ઞાન, ક્ષપકશ્રેણી, અયોગદશા - પહેલું સંઘયણ ચૌદ પૂર્વાદિનું જ્ઞાન ઇત્યાદિ ભાગો તો લુપ્ત થઈ ચૂક્યા છે.) તથાપિ યત્કિંચિત્ આત્મતત્ત્વચિંતન આ કાળે પણ છે. જેનું ચિંતનમનન કરવાથી જીવ ભવાન્તરે પણ અવશ્ય મોક્ષ પામે છે. તેથી ગુરુ-શિષ્યના સંવાદરૂપે સ્પષ્ટપણે તે મોક્ષમાર્ગનો વિચાર આત્માર્થી જીવોના હિત માટે અહીં કહીએ છીએ. પુરો કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ | માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ રા કોઈ લોકો જડ એવી એકલી ક્રિયાને જ વળગી રહ્યા છે. અને કોઈ લોકો શુષ્ક એવા જ્ઞાનને જ વળગી રહ્યા છે. એમ બન્ને પ્રકારના લોકો પોતપોતાના એકાન્તમાર્ગને મોક્ષમાર્ગ સમજે છે. જે તેમની દલીલો જોઈને સાચા માણસને દયા ઊપજે છે.ll ભગવન્તોએ જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષરજ્ઞાન અને ક્રિયા એમ બન્નેના સુમેળથી આત્માનો મોક્ષ થાય છે એમ કહ્યું છે. છતાં આગ્રહી જીવો કોઈ ક્રિયામાત્રથી જ મોક્ષ માને છે અને તેથી જ્ઞાન ભણવાની અને સાચું તત્ત્વ જાણવાની ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. તથા બીજા કેટલાક આગ્રહીઓ જ્ઞાનમાત્રથી જ મોક્ષ માને છે. અને તેથી અનેક ધાર્મિક પુસ્તકો વાંચે છે. પરંતુ Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં સામાયિક, ક્ષમા-નમ્રતા-નવકારશીપચ્ચક્ખાણ, રાત્રિભોજનત્યાગ, અભક્ષ્ય-અનંતકાયનો ત્યાગ ઈત્યાદિ સાધારણ આચરણ તરફ પણ ઉપેક્ષા કરે છે તે બરાબર નથી. આવા પ્રકારનું આ બન્નેનું એકાન્ત સ્વરૂપ જોઈને ડાહ્યા - સમજુ - ઉત્તમાત્માઓને તેઓ તરફ દયા ઊપજે છે. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ ! જ્ઞાનમારગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ જો જે આત્માઓ માત્ર બાહ્યક્રિયાકાંડમાં જ રાચે છે, પોતાનું અંદરનું હૃદય જ્યાં ભેદાયું નથી (મોહ પાતળો થયો નથી) અને વિશિષ્ટજ્ઞાન ભણવા-ભણાવવાનો જે નિષેધ કરે છે. તેઓ અહીં ક્રિયાજડ જીવો કહેવાય છે. જો જે આત્માઓ વીતરાગ ભગવત્તે બતાવેલા ધર્મ પામ્યા છે. પરંતુ જ્ઞાનદશા તરફ અરુચિવાળા છે. અને જ્ઞાનદશા જાગ્રત ન થવાથી જેના હૃદયમાંથી મોહના વિકારો નાશ પામ્યા નથી; ક્રોધ માન-માયાદિથી હૃદય ભરેલું જ છે; માત્ર સાધુજીવનને ઉચિત અને શ્રાવકજીવનને ઉચિત ક્રિયાકાંડમાં જ જેઓ રચ્યા-પચ્યા રહે છે. એટલું જ નહિ પરંતુ તે ક્રિયાના સંદર્ભ વડે માનાદિ પોષે છે, અહંકારાદિ કરે છે, પોતાની જાતને વિશિષ્ટ ધર્મ સમજે છે. અને બીજાઓનો પરાભવ કરે છે તે ખરેખર સાચે જ ક્રિયાજડ કહેવાય છે. I૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી. વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી પણ ૧ બંધ = આત્માનું કર્મ સાથે જોડાવુ, ૨ મોક્ષ = આત્માનું કર્મોથી છુટવું. ૩ મોહાવેશ = આત્માનું મોહમાં મસ્ત થવું, Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્મોનો બંધ અને કર્મોથી છુટકારો એ માત્ર કલ્પના જ છે એમ (એકાન્ત નિશ્ચયનયની) દેશના જેઓ વાણીમાં પ્રકાશે છે, અને પોતે મોહાવેશમાં વર્તે છે. તેઓ શુષ્કજ્ઞાની છે. I॥ કેટલાક એકાન્ત નિશ્ચયદૃષ્ટિવાળા આત્માઓ એવી વાણી પ્રકાશે છે કે આ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. તેને કર્મો લાગતાં નથી. અને તેથી જ તે કર્મોથી મુકાતો નથી. આ બંધન અને મોચન એ તો માત્ર કલ્પના છે. શરીર જડ છે. તે જડ જડનું કામ કરે છે. તેમાં આત્માને શું લેવા-દેવા ? આહારગ્રહણાદિમાં હર્ષ-શોકાદિ શરીર કરે છે. આવું કહીને પોતે બધી રીતે ભોગોમાં વર્તે છે. અને મનથી માને છે કે આ ભોગો તો શરીર ભોગવે છે. આત્માને કંઈપણ બંધ થતો નથી. આવા એકાન્તદૃષ્ટિવાળા જીવો શુદ્ધજ્ઞાની કહેવાય છે. IIII વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન । તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન ॥૬॥ સાધક એવા આત્મામાં વૈરાગ્ય-ત્યાગ-ધર્માનુષ્ઠાન વિગેરે જે જે ધર્માચરણો પ્રાપ્ત થયાં હોય તે તે જો આત્મજ્ઞાનની સાથે હોય તો જ સફળ છે. તથા (હજુ ભલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું ન હોય પરંતુ) તે આત્મજ્ઞાન મેળવવા માટે કરાતું હોય તો પણ સફળ છે. ॥૬॥ આત્મા મૂળસ્વરૂપે શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે. શરીરથી ભિન્ન છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. તેનો સંયોગ માત્ર તે સંસાર છે. અને તેનો વિયોગ માત્ર તે મોક્ષ છે. મારે અંતે તે જ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. બાકી બધાં સંસારનાં બંધનો છે. આવા પ્રકારના આત્મજ્ઞાનની સાથે જો વૈરાગ્ય આવે, ભોગોનો ત્યાગ આવે, ૧ નિદાન કારણે ૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્માનુષ્ઠાનોની ક્રિયા આવે તો તે સફળ થાય અર્થાત્ મોક્ષહેતુ બને. અને કદાચ આવું વિશિષ્ટ આત્મજ્ઞાન હજુ આવ્યું ન હોય તો પણ તેવા જ્ઞાની ગુરુની નિશ્રામાં રહીને તેવા આત્મજ્ઞાનને મેળવવા માટે વૈરાગ્યાદિ સેવાતા હોય તો પણ સફળ છે. અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણ છે. દા ત્યાગ અને વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન । અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન III જે આત્માઓના ચિત્તમાં ત્યાગ-વૈરાગ ન હોય તેઓને આત્મજ્ઞાન થતું નથી, અને જે આત્માઓના ચિત્તમાં ત્યાગ-વૈરાગ ઉત્પન્ન થયો છે, પરંતુ તેઓ તેના વડે સંતુષ્ટ થઈ ત્યાં જ અટકી ગયા છે. તેઓ પણ આત્મજ્ઞાન ભૂલે છે. અર્થાત્ તેઓને પણ આત્મજ્ઞાન થતું નથી. (કારણ કે અપૂર્ણમાં જ પોતે પૂર્ણ બુદ્ધિ કરી છે) ॥૭॥ જે આત્માઓના ચિત્તમાં સંસારના ભોગોનો ત્યાગ વસ્યો નથી. અને એટલે જ જીવનમાં ભોગોનો ત્યાગ-તપ-સંયમ કદાપિ આવતાં નથી તેમજ ભોગો અસાર છે, તુચ્છ છે, નાશવંત છે, અન્ને પણ દુ:ખદાયી છે એવો વૈરાગ જેના ચિત્તમાં આવ્યો નથી. તેઓને સાચું આત્મજ્ઞાન થતું નથી. તથા વળી જેઓને ત્યાગ-વૈરાગ પ્રાપ્ત થયો છે. પરંતુ તેનાથી જ અતિસંતુષ્ટ થઈ ગર્વિષ્ઠ બને છે, અને જાણે આપણે તો તરી ગયા, કૃતકૃત્ય થઈ ચૂક્યા એમ માને છે તેઓ પણ ૧. ત્યાગ – સાંસારિક સુખો છોડી દેવાં તે, ૨. વિરાગ=વૈરાગ્ય સુખ ઉપરની પ્રીતીનો ત્યાગ ૩. નિજભાન = આત્મજ્ઞાન ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ સાચું આત્મજ્ઞાન પામી શક્તા નથી. (આત્મજ્ઞાન વિના મોક્ષ થતો નથી.) ગા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તિહાં સમજવું તેહ । ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ ॥૮॥ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે જ બરોબર યોગ્ય છે એમ સમજે અને ત્યાં ત્યાં તે તે જ આચરે. એ જ મનુષ્ય આત્મજ્ઞાની છે. એટલે કે આત્માર્થી છે. આત્માર્થીનાં આ જ લક્ષણો છે. ૮ નિરોગી હોય ત્યારે જે દુધ પેય છે. તે જ દૂધ રોગીને અપેય બને છે. વધુ ઝાડા થયા હોય તેને જે દહીં ભક્ષ્ય છે. તે જ દહીં શરદીવાળાને અભક્ષ્ય બને છે. આ પ્રમાણે ધર્માનુષ્ઠાનો પણ જ્યાં જ્યાં જે જે ઉપકારી બને ત્યાં ત્યાં તે તે આદ૨વા યોગ્ય કહેવાય છે એમ સમજવું જોઈએ અને એમ જ આચરવાં જોઈએ. અને તો જ તે સાચો આત્માર્થી કહેવાય છે. સેવાભક્તિનો પ્રસંગ હોય ત્યારે તપનો આગ્રહ રાખે તપનો પ્રસંગ હોય ત્યારે જ્ઞાનનો આગ્રહ રાખે, અને જ્ઞાનનો પ્રસંગ હોય ત્યારે સેવાનું બહાનું કાઢે તે બરાબર ઉચિત નથી. આવા મતાર્થી, માનાર્થી. અને કદાગ્રહીને આત્માર્થી કહેવાતા નથી. I૮॥ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ૪ । પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ શી જે મહાત્માઓ પોતાના પક્ષને (પોતાના આગ્રહને) ત્યજી દઈને સદ્ગુરુના ચરણને સેવે છે તે જ સાચો પરમાર્થ પામે છે. ૧. પેય=પીવા જેવું. ૨. ભક્ષ્ય=ખાવા જેવું. ૩. મતાર્થી પોતાના મતનો અતિશય આગ્રહી. ૪. નિજપક્ષ પોતાનો પક્ષ ૫. નિજપદ પોતાના આત્માનું સાચું સ્થાન = આત્માર્થતા દ = Page #12 -------------------------------------------------------------------------- ________________ તથા તેઓ જ આત્મસ્વરૂપના લક્ષ્યને પણ પામે છે. I જે આત્માર્થી મહાત્માઓ ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનીત્વ સ્વરૂપ પોતાનો એકાન્ત પક્ષ ત્યજી દે છે એટલે કે જેઓને પ્રથમ સાચા સદ્ગુરુ મળ્યા નથી અને માત્ર ક્રિયાનું જડત્વ જ વળગેલું છે. સૂત્રોનું જ્ઞાન નહિ, સૂત્રોના અર્થોનું જ્ઞાન નહિ, પછી તેનું ચિંતન-મનન તો હોય જ શાનું ?? આવી ક્રિયાઓના સરવાળા વડે માન-બહુમાન-મોટાઈ-પ્રશંસા મેળવવાની જ માત્ર અભિલાષા હોય છે. તેવી જ રીતે સદ્ગુરુ વિના મતિકલ્પના પ્રમાણે અધ્યાત્મગ્રંથો વાંચી-ભણી શુષ્કજ્ઞાની બન્યા. પોતાને જ્ઞાની મનાવવા અને તે દ્વારા પૂજા-પ્રભાવ મેળવવા પાંડિત્ય પ્રાપ્ત કર્યું. આવા બન્ને આગ્રહીઓ પોતપોતાના આગ્રહને મુકી સદ્ગુરુના ચરણકમળને જો સેવે તો બન્ને નયોની સાપેક્ષ ષ્ટિ ખૂલતાં સાચા આત્મજ્ઞાની બને. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ । અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય ૧૦॥ (૧) આત્મજ્ઞાન, (૨) સમદર્શીપણું (૩) કર્મોના ઉદયને આધીન થઈને વિચરવું, (૪) અપૂર્વવાણી, અને (૫) ૫૨મશ્રુત -આ પ્રમાણે સદ્ગુરુનાં પાંચ ઉત્તમ લક્ષણો છે. ૧૦ના સદ્ગુરુના યોગથી આત્મામાં આત્માર્થીપણું પ્રગટે છે. માટે સદ્ગુરુનો યોગ મળવો અતિદુર્લભ છે. તે સદ્ગુરુનાં નીચે મુજબ પાંચ લક્ષણો છે. (૧) જેઓ આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાનમાં વર્તે છે અને પરભાવ દશા (પૌદ્ગલિકભાવો)થી રહિત છે તે આત્મજ્ઞાન એ પ્રથમ લક્ષણ છે) (૨) શત્રુ-મિત્ર, હર્ષ, - શોક, નમસ્કારતિરસ્કાર, સાનુકૂળતા પ્રતિકૂળતા, સંયોગ-વિયોગ વગેરે પ્રસંગોમાં જેઓ સમાન દૃષ્ટિવાળા છે. તે સમદર્શિતા બીજુ લક્ષણ છે. (૩) Page #13 -------------------------------------------------------------------------- ________________ આહાર-વિહાર-વિહાર-નિંદ્રાદિ જે કંઈ આચરવાં પડે તે પણ કર્મોના ઉદયની પરવશતા છે. માટે તેને કરતા છતા વિચરે છે. પરંતુ પોતાના રસથી કરતા નથી. તે ઉદયપ્રયોગ ત્રીજું લક્ષણ છે. (૪) બીજા સામાન્ય સાધુ-સંતો કરતાં જેમની વાણી અપૂર્વ છે, આત્મસ્પર્શી છે, પોતાના તેવા વિશિષ્ટ અનુભવમાંથી બોલાયેલી છે. તે ચોથું અપૂર્વવાણી લક્ષણ છે. (૫) જેઓ પદર્શનના પૂર્વાપર જ્ઞાની છે. જૈનદર્શનના પરમમર્મને જેઓ જાણે છે તે પરમશ્રુત પાંચમું લક્ષણ છે. આવાં પાંચ લક્ષણોવાળા સદગુરુના ચરણકમળોની સેવા કરવી. ૧૦ના પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષજિન ઉપકાર ! એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિચાર ૧૧ જિનેશ્વર ભગવંતોનો ઉપકાર પરોક્ષ છે. અને સદ્ગુરુનો ઉપકાર પ્રત્યક્ષ છે આ બન્ને સમાન નથી. આવો લક્ષ્ય થયા વિના આ આત્મામાં સાચો “આત્મવિચાર.” ઉગતો નથી. ૧૧૧ તીર્થંકરભગવન્તોએ ધર્મદેશના આપી તો જ તેનાથી તીર્થ પ્રવર્યું છે. એટલે તીર્થંકરભગવન્તોનો મૂળ ઉપકાર છે. અર્થાત્ મુખ્ય ઉપકાર છે અને સદગુરુઓએ તો તીર્થંકરભગવન્તોએ બતાવેલો ધર્મ બતાવ્યો છે. એટલે તે સગુરુઓનો ઉપકાર તો ગૌણ છે. પરંતુ બીજી અપેક્ષા જો જોડીએ તો સદ્ગુરુઓનો ઉપકાર પણ અપેક્ષાવિશેષે મુખ્ય થઈ શકે છે. તીર્થકર ભગવંતો હાલ પરોક્ષ છે. અને સદ્ગુરુઓ હાલ પ્રત્યક્ષ = નજરોનજર = હાજર છે. અર્થાત્ સાક્ષાત્ છે. પરોક્ષ કરતાં પ્રત્યક્ષ હંમેશાં પ્રધાન હોય છે. આવું લક્ષ્ય (સમજણ) જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સરુ પાસે જવું-બેસવું, સેવા કરવી. તેમની પાસેથી જ્ઞાન મેળવવું એટલું ગમતું નથી. તથા જ્ઞાનના બહુમાન વિના જ્ઞાન આવતું નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ માટે ત્યાં સુધી આત્મવિચાર = આત્મજ્ઞાન આ આત્મામાં ઉત્પન્ન થતું નથી. [૧૧ સગુરુના ઉપદેશ વણ, સમજાય નજિનરૂપ સમજ્યાવિણ ઉપકાર શો, સમયે જિનસ્વરૂપ ll૧૨ સદગુરુના ઉપદેશ વિના તીર્થંકર ભગવન્તોનું સાચું સ્વરૂપ સમજાય નહિ, અને તીર્થંકરભગવત્તાનું સ્વરૂપ સમજ્યા વિના તેઓનો આપણા ઉપર શો ઉપકાર છે તે કેમ સમજાય ? માટે સદ્ગુરુ પાસેથી તીર્થંકરભગવન્તોનું સ્વરૂપ, અને તે દ્વારા તેમનો ઉપકાર સમજવાથી સમજનારનો આત્મા જિનસ્વરૂપ = પરમાત્મા સ્વરૂપ બને છે. ૧૨ા સરુનો યોગ થાય તો જ તેઓના ઉપદેશ વડે તીર્થંકરભગવન્તોનું સ્વરૂપ સમજાય છે. અને આ મહાત્મા પુરુષોએ આપણને સંસારમાંથી તારવા માટે કેવા અમોઘ ઉપદેશ અને શાસ્ત્રો પ્રકાશ્યા છે. તે સમજાય છે. જેમજેમ તે ઉપદેશ અને શાસ્ત્રો સમજાતાં જાય છે તેમ તેમ આ આત્માની પરિણતિ નિર્મળ બનતી જાય છે રાગાદિ મોહના વિકારો નાશ પામતા જાય છે અને આ આત્મા પણ જિનસ્વરૂપ (વીતરાગ પરમાત્મા) બને છે. ૧ર. આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્રી પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્રFI૧૩ આત્મ-પૂર્વભવ-પરભવ-નિગોદ-નરકાદિના અસ્તિત્વને (હોવાપણાને) સમજાવનારાં જે જે જૈનાગમો છે તે તે શાસ્ત્રો ૧. જિનરૂપ = તીર્થંકરભગાનું સ્વરૂપ ૨. અમોઘ = બહુ કીમતી, સફળ જ થાય તેવો ૩. પરિણતિ = પરિણામ, વિચાર ૪. નિરૂપક = જણાવનાર-સમજાવનાર Page #15 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ નથી ત્યાં સુપાત્ર જીવોને આધારરૂપ બને છે. ૧૩ આત્મા - પૂર્વભવ-પરભવ-નરક-સ્વર્ગ-મોક્ષ-નિગોદ વગેરે કેટલાક પદાર્થો નજરે પ્રત્યક્ષ દેખાતા નથી. તે આગમોથી અને સદ્ગુરુ પાસેથી સમજાય છે. પરંતુ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુ મળ્યા હોય ત્યાં તેઓ જ આ બધું સમજાવે. - તેમાં શિષ્યોને જ્યાં જ્યાં શંકાઓ થાય ત્યાં ત્યાં ઉત્તમ દલીલો વડે સગુરુજી પ્રત્યુત્તર આપે. એટલે પ્રત્યક્ષ સમજાવનારા હોવાથી વધુ ઉપકારક છે. જ્યાં સગુરુનો યોગ નથી ત્યાં ઉપરોક્ત જૈનાગમો જ સુપાત્ર જીવોને આધારરૂપ છે. એટલે કે સદગુરુજી પ્રત્યક્ષાધાર છે. અને જૈનશાસ્ત્રો પરોક્ષ આધારસ્વરૂપ છે.ll૧૩ અથવા સગુરુએ કહ્યાં, જે અવગાહન કાજા તે તે નિત્ય વિચારવાં, ફરી મતાંતર ત્યા જ ૧૪ો. અથવા સદ્ગુરુએ જે જે શાસ્ત્રો આપણને ભણાવ્યાં હોય, અને તે શાસ્ત્રોનું સૂક્ષ્મ-સૂક્ષ્મ અવગાહન (ચિંતન-મનન) કરવાના કાજે આજ્ઞા આપી હોય, તે તે શાસ્ત્રોનું દરરોજ મતાંતર (કોઈ પણ પક્ષનો એકાન્ત આગ્રહ)ત્યજીને ચિંતન-મનન કરવુ. II૧૪ો. જ્ઞાની ગુરુ ભગવન્તોએ આપણને જે શાસો શીખવાડ્યાં છે. અને જે શાસ્ત્રો વાંચવા-ભણવાની આપણને યોગ્યતા હોવાથી ગુરુની આજ્ઞા પ્રાપ્ત થઈ છે. તેવાં શાસ્ત્રો નિત્ય વિચારવા પરંતુ તે શાસ્ત્રો ચિંતન કરતી વેળાએ પોતાનો આ કુળધર્મ છે, મારું આ માનેલું જ સાચું છે ઇત્યાદિ એકાન્ત આગ્રહવાળી કદાગ્રહભરી માન્યતાઓ છોડીને શાસ્ત્રો વાંચવા અને વિચારવા જેથી સત્ય ૧. અવગાહન સૂક્ષ્મ ચિંતન ૨. મતાંત બીજા બીજા મતોનો આગ્રહ ૩. ત્યાજ–ત્યજી દઈને ૪. સૂક્ષ્મ=ઝીણું ઊંડું to Page #16 -------------------------------------------------------------------------- ________________ સમજાય.ll૧૪ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ ! પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિનનિર્દોષ' ૧પો જો આ આત્મા સ્વચ્છંદતાને રોકે તો અવશ્ય મોક્ષપદ પામે. અને આ પ્રમાણે જ અનંત જીવો મોક્ષપદ પામ્યા છે. એમ નિર્દોષ એવા વીતરાગભગવન્તોએ કહ્યું છે. ઉપરા અનાદિકાળથી આ જીવ મિથ્યાત્વમોહના ઉદયથી અવળી દૃષ્ટિવાળો છે. સાચા તત્ત્વથી પરામુખ છે. છતાં હું જ સાચો, મારું જ સારું એમ માની અહંકારથી સ્વચ્છંદીપણે જ વર્તે છે. જો તે તેવા પ્રકારની સ્વચ્છંદતાને ત્યજી દે તો અવશ્ય મોક્ષપદ પામે. અને આ જ પ્રકારે અહંકાર તથા સ્વચ્છંદતાને ત્યજવા વડે જ અનંતા જીવ સિધ્ધિપદને પામ્યા છે. આવું જેમના જીવનમાંથી રાગ-દ્વેષ-મોહ-આદિ દોષો ચાલ્યા ગયા છે. એવા નિર્દોષ તીર્થંકર પરમાત્માઓએ જણાવ્યું છે. ll૧પ પ્રત્યક્ષ ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાયા અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય ૧દા સાક્ષાત્ સદ્ગુરુજીના સંયોગથી આત્મામાં જે સ્વચ્છંદતા છે તે તેઓની અમૃતવાણીથી રોકાઈ શકે છે. બાકી સદ્ગુરુના સંયોગના વિના બીજા-બીજા ઉપાયો કરવાથી તો તે પ્રાયઃ બમણી થાય છે. [૧૬] આ આત્મામાં અનાદિકાળથી સ્વચ્છંદતા રૂઢ થયેલી છે. સ્વમતિકલ્પના પ્રમાણે ચાલવું તે અતિખારું છે. તેને સદ્ગુરુનો સંયોગ જ અમૃતસરખી મધુર વાણીથી રોકી શકે. બાકી સદ્ગુરુના ૧. નિર્દોષ = દોષ વિનાના ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ સંયોગને છોડી મરજી મુજબ બીજા ઉપાયો કરવાથી તો તે સ્વચ્છંદતા નામનો દુર્ગુણ બમણો વધે છે. ઉપર અંકુશ ન હોવાથી મોહનું જોર ઘણું જ વધે છે. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી, વર્તે સગુરુ લક્ષા સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ /૧૭ જે આત્માઓ સ્વચ્છંદતા અને પોતપોતાના મતના કદાગ્રહોને ત્યજીને ફકત એક સદ્ગુરુના લક્ષ્યમાં વર્તે છે તે આત્માઓને સદગુરુની આજ્ઞાને અનુસરવા સ્વરૂપ સમ્યકત્વનું કારણ છે. એમ ગણી જ્ઞાની ભગવંતોએ સમ્યકત્વ ભાખ્યું છે../૧૭ જે જે આત્માઓ અનાદિકાલીન પોતાની સ્વચ્છંદતા તથા સ્વમતિકલ્પના તથા પોતપોતાના મતોનો અતિશય આગ્રહ ત્યજી દે છે, મધ્યસ્થહૃદયી બને છે અને સદગુરુ જે વાણી પ્રકાશે તેને અનુસરે છે તે જ સાચો સમ્યકત્વનો પ્રત્યક્ષ ગુણ હોવાથી તે આત્માઓમાં અવશ્ય સમ્યકત્વ છે. એમ જ્ઞાની ભગવંતો જણાવે છે. સદગુરુની આજ્ઞાને અનુસરવું અને અનાદિકાલીન સ્વછંદતા (મિથ્યાત્વોનો ત્યાગ કરવો તે જ સમ્યક્ત્વ છે. I૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય ૧૮ માન=અભિમાન, તથા પૂજા સત્કાર-સન્માન-બહુમાનનો લોભ ઇત્યાદિ આત્માના મહાશત્રુઓ છે. પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવાથી તે શત્રુઓ મરાતા નથી. (પરંતુ અનેકગણા વધે છે.) પરંતુ સગુરુના ચરણકમળમાં જતાં તેઓએ આપેલા દૃષ્ટિઉઘાડથી, અલ્પ પ્રયત્નથી ચાલ્યા જાય છે. ||૧૮૫ ૧ર Page #18 -------------------------------------------------------------------------- ________________ આ જીવમાં મોહની વાસના અનાદિની સહજ હોવાથી અહંકાર પૂજા-પ્રતિષ્ઠા-માન-સન્માન મેળવવાનો લોભ, મોટા દેખાવાની મનોવૃત્તિ એ જ આન્તરિક મહાશત્રુઓ છે. પોતાની ઈચ્છા પ્રમાણે ચાલીએ તો જંગલી હાથીની જેમ માથે અંકુશ ન હોવાથી આત્માના આ શત્રુઓની વૃદ્ધિ થાય છે. પરંતુ રોકી શકાતા નથી. જો સદ્ગુરુના ચરણકમળની સેવા લેવામાં આવે તો શુભમાં પ્રવર્તક અને અશુભથી નિવર્તક એવા સદગુરુ હોવાથી અલ્પ પ્રયાસમાત્રથી જ આ મહાન દોષો આત્મામાંથી ચાલ્યા જાય છે. ૧૮ જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન ! ગુરુ રહ્યો છઘસ્થ પણ, વિનય કરે ભગવાન ૧૯ાા જે જે મહાત્માઓ છદ્મસ્થ એવા સદગુરુનો ધર્મોપદેશ સાંભળીને ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામ્યા છે અને ઉપદેશ આપનાર સદગુરુજી હજુ છવાસ્થ રહ્યા તો પણ કેવળજ્ઞાન પામેલા ભગવંતો તે છબસ્થ ગુરુજીનો પણ વિનય કરવાનું ચાલુ રાખે છે. I/૧૯ો. ગુરુ ગૌતમસ્વામી જેમને દીક્ષા આપતા હતા તે તમામ કેવળી થતા હતા. અને ગુરુજી ગૌતમસ્વામી છદ્મસ્થ જ રહ્યા હતા. શીતલાચાર્યના ચારેય ભાણેજ સાધુઓ પ્રથમ કેવળી બન્યા અને ગુરુજી તે વખતે છબસ્થ હતા. તથા પુષ્પચૂલા સાધ્વીજી કેવલી હોવા છતાં ગુરુની આહારાદિ ગોચરી લાવી આપવા વડે વિનય કરતાં હતાં, મૃગાવતી-ચંદનબાળામાં પણ આ પ્રમાણે હતું. એટલે સદગુરુનો ઉપકાર એટલો બધો છે કે તેમના ઉપદેશથી કેવળ જ્ઞાન થાય અને સદ્ગુરુને હજુ ન થયું હોય તો પણ કેવળજ્ઞાન પામેલા તે કેવલીભગવંતો ગુરુનો વિનય મુક્તા નથી. ૧૯ો. ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ ! મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય ર૦ ૧. આ વાત શ્વેતામ્બર સંપ્રદાય આશ્રયી લખી છે. દિગંબર સંપ્રદાય સ્ત્રીને કેવળજ્ઞાન અને મુક્તિ નથી સ્વીકારતા. તેથી તેઓને આ દૃષ્ટાંત અમાન્ય છે. વિનયગુણનો આવો અનુપમ માર્ગ છે એમ શ્રી વીતરાગ ભગવંતોએ કહ્યું છે. આ વિનયગુણ જ મોક્ષમાર્ગનો મૂળહેતુ (પ્રધાન કારણ) છે. આ વાત કોઈ સૌભાગ્યશાળી(સુલભબોધિ ) જ સમજી શકે છે. ૨૦ સર્વ ગુણોમાં વિનયગુણ મુખ્ય છે. તેમાં પણ સગુરુનો વિનય તો મોક્ષમાર્ગનું પ્રધાનતર કારણ છે. તેથી કેવલજ્ઞાન પામનારા કેવલી ભગવંતો પણ તેમના ગુરુ કદાચ છબસ્થ હોય તો પણ તેઓનો વિનય કરે છે. માટે ઉપકારી દેવ-ગુરુનો વિનય કરવો એ જ આત્મહિતનો મૂળ માર્ગ છે. પરંતુ આ વાત કોઈ સુલભબોધિ જીવને જ સમજાય છે. રવો. અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ ! મહા મોહનીય કર્મથી, બુડે ભવજળમાંહી ર૧ જે ગુરુ અસદ્ગુરુ હોય અને શિષ્યાદિ વડે કરાતા આવા વિનયનો લાભ ઉઠાવે તો તે અસદગુરુ મહાન એવું મોહનીચકર્મ બાંધે છે અને આ સંસારસાગરમાં ડૂબે છે. સારા જે ગુરુએટલા ગીતાર્થ ન હોય, મહાજ્ઞાની ન હોય, આચારમાં પણ શિથિલ હોય, પરિણતિમાં પણ મન્દ હોય, ફક્ત પૂર્વદીક્ષિત હોવાથી ગુરુ બન્યા હોય પરંતુ સદ્ગુરુનાં લક્ષણો એક પણ ન હોય છતાં શિષ્યપરિવારાદિ વડે કરાતી સેવા-ભક્તિ અને વિનયનો ૧. ભવજળ = સંસારરૂપી સમુદ્ર. ૧૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ જો તેઓ લાભ ઉઠાવે તો તેઓ પૂજા-સત્કાર-સન્માનના લોભી હોવાથી મહા મોહનીયકર્મ બાંધે તથા સંસારસાગરમાં ડુબે. અર્થાત્ અનેક ભવોમાં જન્મ-મરણની પરંપરામાં રખડે. ર૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર મારા જે મુમુક્ષુ જીવ હોય છે, તે આ વિચારો સમજી શકે છે. પરંતુ જે જીવ પોત-પોતાના મતનો આગ્રહી હોય તે ઊંધો નિર્ણય કરે છે. મારા જે આત્માઓ આત્માર્થી છે, મોક્ષાભિલાષી છે, પોતાના અત્માનું નિકટભવોમાં કલ્યાણ ઈચ્છે છે તેઓને “વિનય એ જ મોક્ષનું પ્રધાનતર કારણ” છે આ વાત સમજાય છે. પરંતુ જે પોતપોતાના મતના ઘણા જ આગ્રહી છે. સાચું તે મારું એ નીતિને બદલે પોતાનું માનેલું જે છે તેને જ સાચું માનવાનો અને મનાવવાનો આગ્રહ જે રાખે છે. તેવા મતાર્થીઓ ઉપરોક્ત ચર્ચામાંથી અવળો નિશ્ચય કરે છે. એટલે કે ઊધો અર્થ કરે છે. પોતે અસદ્ગુરુ હોવા છતાં તેવા પ્રકારના વિશિષ્ટ સંયમી, ત્યાગી, ગીતાર્થ, અને જ્ઞાની ન હોવા છતાં પણ પોતાની જાતને ગીતાર્થ સમજી લે છે. અને શિષ્યોના વિનયનો ઉપભોગ કરે છે. પરચો હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ્ય તેહ મતાર્થી લક્ષણો, અહી કા નિર્પક્ષ ર૩. જે આત્માઓ મતાર્થી છે (પોતાના જાતના કદાગ્રહી છે) તેઓને આત્માનું લક્ષ્ય થતું નથી. આવા મતાર્થીને ઓળખવામાં ૧. અવળો = ઊધો. ૨. નિર્ધાર = નિશ્ચય 3. આત્મલક્ષ = આત્માનું લક્ષ્ય ૪. નિર્પક્ષ = પક્ષપાત વિના. ૧૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ પક્ષપાત વિનાનાં યથાર્થ લક્ષણો આ પ્રમાણે કહ્યાં છે. રક્ષા જે જે આત્માઓને સત્ય કરતાં પણ પોતાનો પક્ષ જ વધારે વહાલો છે અને પોતાના પક્ષના અતિશય આગ્રહી છે, એવા મોહાધીન જીવોને આત્માનું લક્ષ્ય કદાપિ થતું નથી. તેઓ તો માન-બહુમાન અને મોટાઈમાં જ માગતા હોય છે. આવા મતાર્થીને ઓળખવાનાં પક્ષપાત વિનાનાં સાચાં લક્ષણો આ પ્રમાણે છે. /ર૩|| મતાર્થીનાં લક્ષણો ઃ ગાથા ૨૪થી ૩૩ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય ! અથવા નિજકુળ ધર્મના, તે ગુરુમાં જ મમત્વ રજા (૧) જે વ્યક્તિમાં માત્ર બાહ્યથી જ વિષયભોગોનો ત્યાગ હોય એટલે કે અંતરંગથી જેનું મન વિષય ભોગોમાં જ ભટકતું હોય, તથા આત્મજ્ઞાન તો બિલકુલ હોય જ નહિ, એવા ગુરુને પણ જે “આ જ સત્યગુરુ છે.” એમ માને તે મતાથનું પહેલું લક્ષણ છે. (૨) અથવા પોતાના કુળધર્મના (સંપ્રદાયના) જે ગુરુ હોય તે ગમે તેવા હીન હોય તો પણ “આ જ સત્ય ગુરુ છે” એમ માને તે મતાર્થીનું બાજું લક્ષણ છે. ર૪ જે વ્યક્તિઓ પોતપોતાના પક્ષના (પછી તે પક્ષ સાચો હોય કે જૂઠો હોય - પરંતુ મારો પક્ષ છે, માટે આ જ સાચો છે એવા આગ્રહવાળા છે તે મતાર્થીને ઓળખવા માટે શાસ્ત્રોમાં આવાં લક્ષણો કહ્યાં છે. (૧) બાહ્યથી દેખીતી રીતે વિષય ભોગોનો ત્યાગ હોય. પરંતુ અંતરથી મન વિષયભોગોનું જ ઇચ્છુક હોય, તથા જેઓ Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનથી તદ્ન શૂન્ય છે.તેવા ગુરુને ગુરુ માનવા તે મતાર્થીનું પ્રથમ લક્ષણ. (૨) પોતાના કુળધર્મથી જે ગુરુ બન્યા હોય. તે ગમે તેવા હીન છે. તો પણ પોતાના કુળના છે. સંપ્રદાયના છે. માટે તેમને જ સત્ય માનવા. તથા તેવા ગુરુમાં જ મમત્વ રાખવું તે મતાર્થીનું બીજું લક્ષણ. I॥૨૫॥ ર જે જિનદેહ પ્રમાણ તે, સમવસરણાદિ સિદ્ધિ । વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ ॥૨૫॥ (૩) જિનેશ્વર પ્રભુના દેહની લંબાઈ-પહોળાઈ-રૂપરંગ, તથા જિનેશ્વર પ્રભુના સમોવસ૨ણ-છત્ર-સિંહાસનાદિની બાહ્ય સમૃદ્ધિની જે સિદ્ધિ, તે જ બધું જિનેશ્વરનું સ્વરૂપ સમજે, તેમાં જ પોતાની બુદ્ધિ રોકી રાખે. પરંતુ આત્માનું આન્તરિક જે સ્વરૂપ છે તેને ન ઓળખે તે ત્રીજું લક્ષણ જાણવું ૨૫॥ (૩) જિનેશ્વર પરમાત્માનું જે દેહપ્રમાણ છે દેહની લંબાઈપહોળાઈ ઊંચાઈ, ચામડીનો રૂપરંગ, શરીરની કાન્તિ, એ બાહ્યસ્વરૂપને જ પરમાત્માનું સ્વરૂપ સમજે તથા સમવસરણ દેવદુંદુભિ, છત્ર, ચામર, સિંહાસન, કોડા કોડી દેવોનું આગમન ઇત્યાદિ બાહ્ય વૈભવને જ પરમાત્માનું સ્વરૂપ સમજે. તેમાં જ પોતાની બુદ્ધિ જોડે. પરંતુ આત્માનું અંતરંગ શુદ્ધ-બુદ્ધ-નિરંજન-અનંતજ્ઞાન-દર્શનાદિ સ્વરૂપને ન સમજે તે મતાર્થીનું ત્રીજું લક્ષણ છે. રપ પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ અસદ્ગુરુને દૃઢ કરે, નિજમાનાર્થે મુખ્ય ॥૨૬॥ ૧. જિનદેહ પ્રમાણ = પરમાત્માના શરીરનું પ્રમાણ ૨. સમવસરણ + ભગવન્તને બેસવા માટે દેવરચિત ત્રણગઢવાળું સમવસરણ ૩. વિમુખ વિપરીતમુખ. ૪. નિજમાનાર્થે પોતાના આભમાનાદિને પોષવા માટે, = ૧૭ = Page #23 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ સદગુરુનો યોગ જ્યારે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ત્યારે તેમનાથી દષ્ટિ વિપરીત કરે, અને અસગુરુનો યોગ મળે ત્યારે પોતાના માનાદિને પોષવા માટે દૃષ્ટિ મુખ્ય કરે. ર૬ જ્યારે જ્યારે સદગુરુજીનો યોગ થાય અને તેઓ એકાન્તદષ્ટિ અને કદાગ્રહ છોડવાનું સમજાવે, સાચો માર્ગ બતાવે ત્યારે તે રુચે નહિ એટલે મુખ વિપરીત કરે (તેમની વાણી ન ગમે તેવી દૃષ્ટિ અને તેવું ચડેલું મુખ રાખે.) અને જ્યારે અસર મળે ત્યારે એકબીજા એક બીજાના માન મોભા અને મોટાઈના પોષક હોવાથી પોતાના માન-બહુમાનના લોભે દૃષ્ટિ અને મુખ તેમની વાતમાં અતિશય સ્થિર કરે. તે કહે તે બધું જ માને આ મતાર્થીનું ચોથું લક્ષણ જાણવું ર૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન : માનેનિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન ર૭ દેવ-નરકાદિ ગતિના ભાંગા જે કહ્યા છે. તેનો અભ્યાસ કરવો તે જ શ્રુતજ્ઞાન સમજે, અને પોતાના મતનો અને વેષનો આગ્રહ રાખે અને તે મત અને વેષ એ જ મુક્તિનું કારણ છે એમ માને. ર૭ી જૈન શાસ્ત્રોમાં કર્મગ્રંથ-કમ્મપયડી આદિ શાસ્ત્રોમાં દેવનરક-કે એકેન્દ્રિયાદિ ગતિમાં જીવોના જે જે ભાંગા બતાવ્યા છે. તે ભાંગાઓ જ માત્ર પોપટીયાજ્ઞાનની જેમ ભણી જવા, બોલી જવા, ભણાવી જાણવા, તેને જ પોતાનું શ્રેષ્ઠ શ્રુતજ્ઞાન માને (હકીકતથી તો આવા ભાંગાઓ ભણી કર્મોમાં બંધ-ઉદયની કેવી વિચિત્રતા છે? જીવને કર્મની કેટલી પરવશતા છે. ઈત્યાદિ સમજી અતિશય ૧ નિજમત વેષનો = પોતાના મતનો અને પોતાના વેષનો ૨ મુક્તિનિદાન = મોક્ષનું કારણ ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવાસિત બનવું જોઈએ. અને સંસાર ઉપરથી નિર્વેદ અને મોક્ષ પ્રત્યેનો સંવેગ થવો જોઈએ. તેને બદલે પોતાની જાતને શ્રેષ્ઠ શ્રુતજ્ઞાની માની પૂજાવા લાગે). તથા પોતે માનેલા પક્ષનો જ અને વેષનો જ આગ્રહ રાખે. આ મત જ અને આ વેષ જ મુક્તિનું કારણ છે. એમ માને તે મતાર્થીનું પાંચમુ લક્ષણ જાણવું. ૨૭ાા લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું', ગ્રહ્યું વ્રત અભિમાન । ગ્રહે નહી પરમાર્થને, લેવા લૌકિક માન ॥૨૮॥ વૃતિઓનું સ્વરૂપ જાણે નહિ, ધારણ કરેલ વ્રતોનું અભિમાન કરે,લૌકિક માન-સન્માન લેવા માટે સાચા પરમાર્થને પકડે નહિ.॥૨૮॥ મનમાં ઉત્પન્ન થતી પાંચે ઇન્દ્રિયોના વિષયસુખોની લાલસા એ વૃત્તિઓ છે. તે વૃત્તિઓ આ આત્માને સંસારમાં ડુબાડે છે. ભમાવે છે. આવું ભયંકર વૃત્તિઓનું સ્વરૂપ છે તે જાણે નહીં અને બાહ્ય માત્રથી લીધેલાં વ્રતોનું અભિમાન ધારણ કરે, અને તે વ્રતો દ્વારા લોકોમાં પૂજાતો ફરે, માન-સન્માનનો જ અ થઈને વિચરે, સાચો આત્મલક્ષી જે પરમાર્થે છે તેને પિછાણે નહિ. આવું મતાર્થીનું આ છઠ્ઠું લક્ષણ જાણવું. ૨૮॥ “અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય । લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય ॥૨૯॥ અથવા સમયસારાદિ ગ્રંથો ભણી એકાન્ત નિશ્ચયનય જ ગ્રહણ કરે, અને તે પણ શબ્દોથી બોલવા પૂરતો જ, અંતરંગ સ્પર્શના તો બિલકુલ નહીં જ, આ કારણે જ સદ્ગુરુની સેવા-વિનયાદિ સર્વ્યવહારનો ૧ વૃત્તિ = પરિણતિ-આત્માના પરિણામ, પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, ૨. સદ્વ્યવહાર = ઉત્તમ એવો વ્યવહાર, ૩.સાધનરહિત કારણો વિનાનો ૧૯ = Page #25 -------------------------------------------------------------------------- ________________ લોપ કરી પોતે જ પૂર્ણજ્ઞાની છે એમ માની કારણો રહિત થઈને વર્તે.ર૯ો જે આત્માઓ અંતર્દષ્ટિ વિનાના છે અને કેવળબાહ્ય વ્યવહારમાં જ અને આડંબર-દેખાવ-મોટા-માન-પાનમાં જ રાચ્યા-માગ્યા છે. એવા એકાન્ત વ્યવહારવાદીને ઉપરના શ્લોકોથી મતાર્થી કહીને ગ્રંથકારે જેમ ઠપકો આપ્યો તેમ હવે બાહ્યઉત્તમ વ્યવહારનો લોપ કરી એકાન્ત નિશ્ચયમાર્ગનો જ આશ્રય કરનારાને પણ ઠપકો આપે છે કે સમયસાર-યોગવાસિષ્ઠ આદિ નિશ્ચયનયના પ્રતિપાદક ગ્રંથો ભણી આત્મા અકર્તા-શુદ્ધમાત્ર જ છે. ઇત્યાદિ મનથી કલ્પી બોલવામાં શબ્દોથી એટલી બધી ઊંચી વાતો કે જાણે સાક્ષાત્ આ જ વીતરાગ પરમાત્મા છે તેવું પરંતુ વર્તનમાં કંઈ જ નહિ. કારણ કે જડએવું શરીર ભોગો ભોગવે તેમાં આત્માને કંઈ કર્મબંધાદિ થતા નથી. તેવું મનથી માને અને સરુનો વિનય-સેવા-ભક્તિ આદિ સવ્યવહારનો લોપ કરે. અને પોતે પૂર્ણજ્ઞાની છે એમ માની ગુરુનિશ્રા આદિ મોક્ષનાં જે અનન્ય કારણો છે તે કારણો વિનાનો થઈને વર્તે તે પોતે જ પૂર્ણ છે એમ માને. આ મતાર્થીનું સાતમું લક્ષણ જાણવું. રિલા જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.૩૦ જે આત્માઓ આવા એકાન્ત નિશ્ચયવાળા છે. તેઓ સાચુ જ્ઞાન પામે નહિ, પોતાના આત્મામાં મોક્ષનું અનન્ય સાધન-વૈરાગ્ય, તે વૈરાગ્યવાળી દશા પણ પામે નહી. એટલે પોતે તો સંસારમાં ડુબે પરંતુ જે બીજા આત્માઓ પણ આવાનો જો સંગ પામે તો તે પણ સંસારમાં ડુબે. ૧. ગુરુનિશ્રા = ગુરુની કૃપા, તેમને આશ્રય. ૨. અનન્ય = અજોડ ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ સમયસારાદિ ગ્રંથો ભણીને ગ્રંથકારની સાપેક્ષદષ્ટિ નહીં સમજીને પોતાના એકાન્તનિશ્ચયના વિચારોની પુષ્ટિ કરીને શબ્દકાળથી પોતાને જ્ઞાની માની લે. પરંતુ સાચી યથાર્થ બન્ને નયોની સાપેક્ષ એવી જ્ઞાનદશા પ્રાપ્ત કરે નહિ, તથા હૈયુ કોરું જ હોવાથી મોક્ષના સાધનભૂત વૈરાગ્ય વિનાનું હૃદય હોય, આવા આત્માઓ તો સંસારમાં ડુબે જ, પરંતુ જેઓને આવા આત્માઓનો સંયોગ થાય તે પણ સંસારમાં ડુબે. તેથી આવી એકાન્ત નિશ્ચયની દ્રષ્ટિએ મતાર્થીનું આ આઠમું લક્ષણ છે. ૩O| એ પણ મતાર્થમાં, નિજમાનાદિ કાજ | પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ ૩૧ આ જીવ પણ મતાથમાં જ ગણાય, કારણ કે જ્ઞાન પામેલ હોવા છતાં પોતાના માનાદિને પોષવા કાજે જ છે. આવો આત્મા સાચા પરમાર્થને પામે જ નહિ. તે અનધિકારીમાં જ ગણાય છે. ૩૧ જેમ વ્યવહાર રસિક જીવો બાહ્યાડંબર-માન-સન્માનમાં પડેલા છે. એટલે તેઓ સાચા તત્ત્વજ્ઞાની નથી. તેવી જ રીતે આ એકાન્તનિશ્ચય દૃષ્ટિવાળા જીવો પણ જ્ઞાન દ્વારા પોતાના માન-પાન-પ્રતિષ્ઠાને પોષવા વાળા છે તેથી આવા શુષ્કજ્ઞાનીઓ પણ સાચા પરમાર્થને પામી શક્તા નથી. માટે તેઓ પણ અયોગ્ય જ ગણાય છે. તે ૩૧ | નહિ કષાય ઉપશાન્તતા, નહિ અંતર વૈરાગ્યા સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથદુર્ભાગ્ય ૩૨ જે આત્માના કષાયો ઉપશાન્ત થયા નથી,ચિત્તની અંદર વૈરાગ્ય નથી, પ્રકૃતિમાં સરળતા નથી,મધ્યસ્થ સ્વભાવ નથી. તેમનાર્થી જાણવો ૧. સાપેક્ષદષ્ટિ= બીજાન યની અપેક્ષાવાળી દૃષ્ટિ, ૨ મતાર્થ = મતનો આગ્રહી ૩ નિજમાનાદિ = પોતાનું માન- અભિમાન, ૪ પરમાર્થ = સાચો માર્ગ ૫ અનધિકારી = અયોગ્ય-અપાત્ર ૨૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ખરેખર તે જ સાચો દૌર્ભાગ્યશાળી છે. ૩૨. જે આત્માઓમાં ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયો પાતળા થયા નથી. જેમનું અંતર વૈરાગ્યથી વાસિત બન્યું નથી. જેમનામાં ગુણો ગ્રહણ કરવા રૂપ સરળપણું હજું આવ્યું નથી. તથા સત્યા સત્યને યથાર્થ જાણવા વાળી પક્ષપાત વિનાની તટસ્થ દૃષ્ટિ જેમને હજુ આવી નથી. તે જીવો મતાથજાણવા. આવા જીવો મોક્ષ પ્રાપ્ત કરવામાં દૌભાગ્યવાળા મજવા.૩૨/l. લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ' Iકડા આત્મામાંથી આવો મતાર્થ દૂર કરવા માટે જ મતાર્થનાં આ લક્ષણો કહ્યાં છે. હવે આત્માર્થના સુખસામગ્રીના સાધનભૂત એવાં આત્માર્થીનાં લક્ષણો કહીએ છીએ. ૩૩ અત્યાર સુધી મતાથનાં લક્ષણો કહ્યાં છે. તે કહેવાનું કારણ એ છે કે આત્મામાંથી આવો મતાર્થ જાય, એટલે કે મતાર્થ દૂર કરવા માટે જ આ લક્ષણો કહ્યાં છે. હવે આત્માર્થીનાં લક્ષણો કહીએ છીએ. જે ખરેખર મોક્ષના સુખસાજનું કારણ છે. આત્માર્થીનાં લક્ષણો ગાથા ૩૪ થી ૪૨ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય ! બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય ૩૪ જ્યાં સાચું આત્મજ્ઞાન હોય છે ત્યાં જ સાચું મુનિપણું હોય છે. અને તે જ સાચા સદગુરુ કહેવાય છે. બાકી આત્મજ્ઞાન વિનાના ગુરુમાં ગુરુપણાની કલ્પના એ ફક્ત “કુલગુરુની કલ્પના” જાણવી. જેનાથી ભવનો છેદ ન થાય તેવા ગુરુને આત્માર્થી સદ્ગુરુ તરીકે જોતો ૧ સુખસાજ = સુખસામગ્રી - રર Page #28 -------------------------------------------------------------------------- ________________ નથી. ૩૪. જે આત્મામાં સાચુ આત્મજ્ઞાન-સંવેગ-વૈરાગ્ય વસ્યાં છે. કષાયોની અતિશય ઉપશાન્તિ છે. ભદ્રિ પ્રકૃતિ છે. વિષયભોગોનો અંતર પરિણામથી ત્યાગ છે. ત્યાં જ સાચુ મુનિપણું છે. તે જ સાચા સદ્ગુરુ છે. તેવા ગુરુથી જ ભવનો છેદ થાય છે. તેનાથી બાકીના એટલે કે ઉપરોક્ત ગુણો વિનાના ગુરુમાં ગુરુપણાની જે કલ્પના છે. તે માત્ર કુળગુરુની કલ્પના જાણવી. ગામડાઓમાં આવા કુલગુરુને કલગર પણ કહેવામાં આવે છે. જે માત્ર કુળની વંશપરંપરાને સાચવે. આશિષ આપે. ભક્તો તેમને વંદે પૂજે. તેવી જ રીતે આચાર-અને વૈરાગ્ય વિનાના આ ગુરુ પણ માત્ર કુલગુરુ તરીકે જાણવા. તેમનાથી ભવનો વિચ્છેદ થતો નથી. તેથી આત્માર્થી આત્માઓ આવા ગુરુમાં સદ્ગુરુ તરીકે દૃષ્ટિ કરતા નથી. અર્થાત આવા આત્માઓને સદ્ગુરુ તરીકે માનતા નથી. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકારી ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર ઉપા સાક્ષાત્ સદગુરુપ્રાપ્તિનો પરમ ઉપકાર માને, તથા મન-વચન અને કાયા એમ ત્રણે યોગોની એકાગ્રતાથી ગુરુની આજ્ઞામાં વર્તે રૂપા. સાક્ષાત્ સદ્ગુરુની પ્રાપ્તિનો શાસ્ત્રાદિની પ્રાપ્તિ કરતાં વધુ પરમ ઉપકાર માને, કારણ કે કેવળ શાસ્ત્રમાત્રથી પ્રશ્નોનું સમાધાન જે થઈ શક્યું નથી. તથા દોષોની નિવૃત્તિ જે થઈ શકતી નથી. તે સાક્ષત સદ્ગુરુના યોગથી થાય છે. કારણ કે સગુરુ જીવંત વ્યક્તિ હોવાથી શિષ્યોને શાસ્ત્રાર્થનો બોધ કેમ થાય? તે ભાવે વાણી પ્રકાશે છે. તથા ૧. ભવનો વિચ્છેદ = સંસારનો અંત ૨. એકત્વ = એકમેકતા ૩. આજ્ઞાધાર = આશા એ જ આધાર ૪. દોષોની નિવૃત્તિ = દોષોનું દૂર થવું તે ર૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ તેમના આત્માનું હિત કેમ થાય ! તે માટે સતત ચિંતાશીલ હોવાથી શિષ્યોના દોષો દૂર કરે છે. માટે તેમનો પરમ ઉપકાર છે. તેથી શિષ્યો મન-વચન-કાયા એમ ત્રણે યોગોને ગુરુની આજ્ઞા પાળવામાં એકમેક કરે છે. રૂપા. એક હોય ત્રણે કાળમાં, પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને, તે વ્યાવહારે સમંત ૩૬ો. ત્રણે કાળમાં પરમાર્થમાર્ગ મોક્ષનો માર્ગ-સત્યનો માર્ગ) એક જ હોય છે. માટે તે પરમાર્થ માર્ગની પ્રેરણા કરે, અર્થાત્ પરમાર્થ માર્ગની પુષ્ટિ કરે એવો જે વ્યાવહાર, તે વ્યવહાર માર્ગને માન્ય રાખવો જોઈએ. ૩૬ મોક્ષનો માર્ગ - સત્યનો માર્ગ ત્રણે કાળે હંમેશાં એક જ હોય છે. તેથી તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય, પુષ્ટિ થાય પ્રેરણા મળે એવો જે જે વ્યવહારમાર્ગ હોય, તેને માન્ય રાખવો જોઈએ. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગા કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા. ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ ૩૮ સદ્ગુરુજીની સાક્ષાત્ પ્રાપ્તિ અતિદુર્લભ છે. તથા તેમના પરમ ઉપકાર છે. એમ વિચારીને આત્માર્થી આત્માઓ સાચેસાચા સરુનો યોગ કેમ થાય? ક્યાં થાય? તેની હૃદયથી શોધ કરે છે. જેમનું કાર્ય માત્ર આત્માર્થનું જ છે. મનમાં મોભો-મોટાઈમાન-પ્રતિષ્ઠાદિના બીજા રોગો જેમને નથી. જેમના કષાયો પાતળા છે. માત્ર મોક્ષનો જ ૧. પરમારર્થ = મોક્ષનો ૨. પંથ = માર્ગ.બ ૨૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ અભિલાષ છે. સંસાર ઉપર જેમને નિર્વેદ છે. અને સર્વ પ્રાણીઓ ઉપર જેમને દયા વર્તે છે. તેવા મહાત્માઓમાં જ આત્માર્થતાનો નિવાસ થાય છે. ૩૮ સર જો સાક્ષાત્ મળે તો પરમવાણી પ્રકાશે આત્માર્થ દૃષ્ટિ ઉઘાડે, દોષોનું નિવારણ કરે, આત્માને માર્ગે ચડાવે, તેથી તેમનો યોગ મળવો દુષ્કર છે. અને મળી જાય તો પરમ ઉપકાર છે. એમ વિચારી આત્મકલ્યાણના અર્થી જીવો હૃદયથી આવા પરમ સગુરુજીની શોધ કરે છે. કદાચ પુણ્ય યોગે આવા ઉત્તમ સગુરુજી મળી જાય. તો આત્મામાં આત્માર્થીની ચોક્કસ સિદ્ધિ થઈ જાય. આત્મા સંસાર સાગર અવશ્ય તરી જાય. પ્રશ્ન :- કેવા આત્મામાં આત્માર્થતાનો નિવાસ થતો હશે? ઉત્તર :- જેને ફક્ત એક આત્માર્થ જ સાધવાનું લક્ષ્ય છે. તેનું જ સતત રટણ છે. મનમાં માન-સત્કાર લેવાની લાલસાનો રોગ બિલકુલ નથી. કષાયો જેના ઘણા પાતળા બની ગયા છે. ફક્ત એકલા મોક્ષની જ જેને અભિલાષા વર્તે છે. સંસારનાં ગમે તેવા વૈષયિક સુખો ઉપર જેને ખેદ (નિર્વેદ-કંટાળો) છે. અને સર્વે પ્રાણીમાત્ર ઉપર જેને દયા વર્તે છે. તેવા મહાત્મા પુરુષોમાં આવો ઊંચો આત્માર્થ નિવાસ કરે છે. તે જ સાચું આત્મહિત સાધે છે. તે ૩૭-૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ | મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ ૩૯ આ આત્મા જ્યાં સુધી આવી સદ્ગુરુના યોગવાળી દશા પ્રાપ્ત ન થાય. ત્યાં સુધી મોક્ષમાર્ગ પામી શકે નહિ, અને અનાત્મસ્વરૂપમાં આત્મ સ્વરૂપની બ્રાન્તિરૂપ અનંતદુખનો હેતુ જે અંતરરોગ, તે માટે નહિ ||૩૯ આ આત્માને જ્યાં સુધી સગુરુનો યોગ પ્રાપ્ત ન થાય અને તેના કારણે ઉપરોક્ત દશા આવે નહિ (અથાત્ આત્માર્થતાનું જ પ્રયોજન, Page #31 -------------------------------------------------------------------------- ________________ માન-સત્કારાદિનો ત્યાગ, કષાયોની લઘુતા, માત્ર મોક્ષાભિલાષ, સંસારનો નિર્વેદ અને પ્રાણીમાત્રની દયા. ઇત્યાદિ ગુણોવાળી દશા આવે નહિ) ત્યાં સુધી મોક્ષમાર્ગ હાથમાં આવે નહિ. અને અંતરમાં રહેલો મોટાઈ-મોભો માન-સત્કારની લાલસા, ઇત્યાદિરૂપ રોગ મટે નહિ || ૩૯ || આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય । તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય ॥૪૦॥ જ્યારે આવી ઉત્તમ દશા આત્મામાં પ્રગટ થાય છે ત્યારે જ સદ્ગુની વાણી આત્મામાં પરિણામ પામે છે. અને સદ્ગુરુ પાસેથી સમ્યગ્ જ્ઞાનદશા મળે છે તે સુખદાયક એવી ઉત્તમ વિચારણા પ્રગટે છે ।।૪૦ના આ આત્મામાં જ્યારે જ્યારે ઉપર કહેલા ગુણોવાળી ઉત્તમદશા પ્રગટે છે ત્યારે જ સદ્ગુરુએ આપેલ ઉપદેશ આત્મામાં પરિણામ પામે છે. જેમ જેમ સદ્ગુરુની વાણી આત્મામાં પરિણામ પામતી જાય છે. અને આત્મા નવપલ્લવિત થતો જાય છે. તેમ તેમ આત્માના મોક્ષ સુખને આપનારી ઉત્તમ વિચારણાઓ આ જીવમાં પ્રગટે છે. ૪૦॥ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન । જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ II૪૧॥ જ્યારે સુવિચારદશા પ્રગટ થાય ત્યારે આ આત્માને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. અને તે આત્મજ્ઞાન પ્રગટ થવાથી મોહનો ક્ષય થઈ જાય છે. અને અન્ને નિર્વાણ પદ જીવ પ્રાપ્ત કરે છે. I૪૧॥ આ આત્મામાં જેમ જેમ સુવિચારોવાળી દશા પ્રગટ થતી જાય છે. તેમ તેમ તેમાં આત્મજ્ઞાન વધતું જાય છે અને જેમ જેમ આત્મજ્ઞાન વિકસતું જાય છે. તેમ તેમ આ જીવ મોહનો ક્ષય કરવા દ્વારા પરમપદ રક Page #32 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. I૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય । ગુરુ-શિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી ॥૪૨॥ જ્યારે આવી ઉત્તમ સુવિચારધારા આત્મામાં ઉત્પન્ન થાય છે ત્યારે જ મોક્ષમાર્ગ સમજાય છે. તે યથાર્થ મોક્ષમાર્ગ આત્માના અસ્તિત્વાદિ છ પદોથી ગુરુ-શિષ્યના સંવાદરૂપે અહિ કહું છું ॥ ૪૨॥ જ્યારે આત્મા કંઈક અંશે પણ ગુણીયલ બને છે. ત્યારે જ તેને પુણ્યયોગે સદ્ગુરુનો યોગ, તેમના તરફ ૠચિ, તેમના ઉપદેશ ઉપર પ્રીતિ અને તે દ્વારા ઉત્તમ વિચારધારા ઉત્પન્ન થાય છે. અને તેનાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. તે મોક્ષમાર્ગ સમજવા માટે શિષ્ય જાણે ગુરુને પુછતા હોય અને ગુરુ જાણે શિષ્યોને સમજાવતા હોય તેમ શિષ્ય-ગુરુના સંવાદ રૂપે આત્માના અસ્તિત્વ-નિત્યત્વ ત્વ વિગેરે છ પદોથી આ વિષય હું તેમને કહું છું. ॥ ૪૨ ॥ ષપદ નામ કથન ગાથા. ૪૩-૪૪ “આત્મા છે,” “તે નિત્ય છે,।” “છે કર્તા નિજકર્મ” | ‘‘છે ભોક્તા,’’‘‘વળી મોક્ષ છે,’“મોક્ષ ઉપાય સુધર્મ” ૪૩॥ ષટ્સ્થાનક સંક્ષેપમાં, ષટ્દર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ ૪૪॥ (૧) આત્મા છે. (૨) તે આત્મા નિત્ય છે. (૩) તે આત્મા પોતાના કર્મોનો કર્તા છે. (૪) તે આત્મા પોતાના કર્મોનો ભોક્તા છે (૫) વળી મોક્ષ છે. (૬) તથા મોક્ષના ઉપાયભૂત ‘“સદ્ધર્મ’ પણ છે.૪૩) પરમાર્થને સમજાવવા માટે જ્ઞાની મહાપુરુષોએ સંક્ષેપમાં આ ષસ્થાનક (છ સ્થાનકો) કહ્યાં છે. પ્રાય એ જ એકેક વિચારોને છ દર્શન ૨૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ પણ કહેવાય છે. ૪૪॥ આત્મા જેવું તત્ત્વ કેટલાક દર્શનકારો માનતા નથી. જેમકે ચાર્વાક, જો આત્મા જ ન હોય તો મોક્ષ મેળવવાનો રહેતો જ નથી. વળી કોઈક દર્શનકારો આત્મા તો છે એમ માને છે. પરંતુ તે ક્ષણિક છે. નાશવંત છે. અનિત્ય છે એમ માને છે જેમકે બૌદ્ધદર્શન, જો ક્ષણિક જ હોય તો ક્ષણ પછી આત્મા જ ન રહેતો હોય તો મોક્ષ મેળવવાનો કોના માટે ? અર્થાત્ આત્મા ક્ષણિક નથી પરંતુ નિત્ય છે. વળી કેટલાક દર્શનકારો આત્મા છે. અને તે નિત્ય છે પરંતુ સ્વકર્મનો કર્તા-ભોક્તા નથી. શુદ્ધ-બુદ્ધ નિરંજન-અકર્તા છે, એમ માને છે. જેમકે સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, જો કર્મનો કર્તા ભોક્તા ન હોય. તો અહીં જ મોક્ષ છે. મોક્ષ મેળવવાનો પ્રયાસ કરવાનો રહેતો જ નથી) વળી કેટલાક દર્શનકારો આત્મા છે. નિત્ય છે. કર્મનો કર્તાભોક્તા છે. પરંતુ મોક્ષ નથી એમ માને છે જેમ કે મીમાંસકદર્શન, જો મોક્ષ જ ન હોય તો તેના માટેનો પ્રયાસ અને ઉપાયો શાસ્ત્રમાં કેમ બતાવત ? આ રીતે આ છ પદોનું સાચું જ્ઞાન તે જ મોક્ષમાર્ગ છે. આ છ પદોમાંથી અકેક પદને માનવાથી અને બીજા પદોને ન માનવાથી આમાંથી જ છ દર્શનો બનેલાં છે. સંક્ષેપમાં આ પ્રમાણે છે. ૪૩૫૫ ૪૪૫ - ત્યાં સૌ પ્રથમ આત્મા છે’” એ પ્રથમ પદ સમજાવવા માટે શિષ્ય-ગુરુના સંવાદ રૂપે શરૂ કરે છે. તેમાં પ્રથમ શિષ્ય પ્રશ્ન કરે છે કેઃપ્રથમ પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન ગાથા ૪૫થી ૪૮ “નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ બીજો પણ અનુભવ નહી, તેથી ન જીવસ્વરૂપ I૪૮॥ આત્મા જેવો કોઈ પદાર્થ દૃષ્ટિમાં દેખાતો નથી. તથા તેનું કોઈ પણ સ્વરૂપ જણાતું નથી. વળી સ્પર્શન-રસના આદિ બીજી કોઈ પણ ઇન્દ્રિયોના અનુભવથી પણ જણાતો નથી. તેથી જીવ જેવું કોઈ સ્વરૂપ ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ એટલે કે પદાર્થ છેજ નહિ ૪પો. અહીં કોઈ શિષ્ય ગુરુને પુછે છે કે જીવ નામનો પદાર્થ દૃષ્ટિથી દેખાતો નથી, તથા જીવનું કોઈ સ્વરૂપ પણ દેખાતું નથી. વળી બાકીની સ્પર્શનાદિ શેષ ઈન્દ્રિયોથી પણ આત્મા અનુભવાતો નથી. માટે “આત્મા” જેવું તત્ત્વ ન હોય એમ જ લાગે છે. I૪પી “અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણી મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ ૪૬ll અથવા શરીર એ જ આત્મા છે. અથવા ઇન્દ્રિયો એ જ આત્મા છે. શ્વાસોશ્વાસ એ જ આત્મા છે. એમ માનીએ તો શું વાંધો? શરીરઈન્દ્રિય-અને પ્રાણોથી આત્મા જુદો માનવો જોઈએ નહિ, કારણ કે આત્માનું જુદુ એંધાણ કોઈ દેખાતું નથી. ૪૬ વળી શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે છે કે શરીરને, અથવા ઇન્દ્રિયોને અથવા પ્રાણને જ આત્મા માનીએ તો શું ખોટું ? આ ત્રણેથી જુદો આત્મા છે એમ માનવું તે ખરેખર મિથ્યા છે. કારણ કે શરીર ઇન્દ્રિયો, અને પ્રાણથી આત્મા તે ખરેખર મિથ્યા છે. કારણ કે શરીર, ઇન્દ્રિયો અને પ્રાણથી આત્મા જુદો હોય એવાં જુદા પણાનાં કોઈ એંધાણ = ચિહ્નો દેખાતાં નથી ૪૬ વળી આત્મા હોય તો, જણાય તે નહિ કેમાં જણાય જો તે હોય તો, ઘટ-પટ-આદિ જેમા૪૭ વળી જો આત્મા આ જગતમાં હોય તો કેમ જણાય નહીં? જો આત્મા આ જગતમાં હોય તો ઘટ-પટની જેમ જણાવો જ જોઈએ ૪૭ વળી શિષ્ય ગુરુજીને પૂછે છે કે જો આત્મા જેવું તત્ત્વ આ જગતમાં ખરેખર હોય તો તે કેમ જણાય નહિ? કોઈક ઇન્દ્રિયથી તો જણાવું જ જોઈએને? જેમ ઘટ(ઘડો),અને પટ (વસ્ત્ર), આ જગતમાં ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ છે. તો તે જણાય જ છે. તેની જેમ જ આત્મા હોત તો જરૂર જણાત. જણાતો નથી. માટે નથી સકા માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય | એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય ૪૮ માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી, તેથી તેના મોક્ષ માટેના ઉપાયો મિથ્યા છે. મારા અંતરમાં આ શંકા છે. તેનું સુંદર ઉપાયો વાળું સમાધાન હે ગુરુજી ! સમજાવો I૪૮ ઉપરની તમામ દલીલો જોતાં આ જગતમાં આત્મા જેવું કંઈ પણ તત્ત્વ દેખાતું નથી. અને આ રીતે જો આત્મા નથી તો પછી તેના મોક્ષ માટેના ઉપાયો પણ વ્યર્થ છે. શિષ્ય સદ્ગુરુજીને આવો પ્રશ્ન કરે છે કે મારા દિલમાં આત્મા વિશે આવી શંકા છે. તો આપશ્રી ઉત્તમ ઉપાયો વડે મારા પ્રશ્નનું સમાધાન કરો. I૪૮ પ્રથમપદ સંબંધી ગુરુજીનું સમાધાન ગાથા ૪૯ થી ૨૮ ભાષ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન | પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણો ભાન ૪૯ દેહાધ્યાસને લીધે દેહ એ જ આત્મા છે. એમ ભાસે છે. પરંતુ તે બન્ને વસ્તુઓ ભિન્ન છે. તેનાં પ્રત્યક્ષ જણાતાં લક્ષણો સમજવાથી આ ભેદ સમજાય તેમ છે. ૪૯ અનાદિ કાળથી આપણને આ દેહને વિષે અતિશય મોહ છે. અને તેના કારણે આ દેહ એ જ આત્મા છે. એમ માની લીધું છે. તેનુ નામ જ દેહાધ્યાસ, આવા દેહાધ્યાસને લીધે દેહ જ આત્મા લાગે છે. પરંતુ તે વસ્તુ સત્ય નથી, મિથ્યા છે. દેહ અને આત્મા બન્ને વસ્તુઓ ભિન્ન છે. બન્નેનાં લક્ષણો પણ ભિન્ન છે. તે લક્ષણો બરાબર સમજવાથી આ બન્નનો ભેદ યથાર્થ સમજાશે જો Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાષ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, I પણ તે બન્ને ભિન્ન છે. જેમ અસિ અને મ્યાન પ દેહાધ્યાસને લીધે દેહ એ જ આત્મા છે. એમ ભાસે છે. પરંતુ જેમ તરવાર ને મ્યાન ભિન્ન છે. તેમ આત્મા અને દેહ પણ ભિન્ન છે.પગા જેમ તરવાર એ મ્યાનથી ભિન્ન છે. ફક્ત મ્યાનમાં સમાયેલી છે. પદાર્થ રૂપે બન્ને ભિન્ન છે. તરવાર જે કામ કરે છે તે મ્યાન કરી શક્યું નથી. અને મ્યાન કરી શકે છે તે તરવાર કરી શકતું નથી. તેમ જ આ આત્મા અને દેહ ભિન્ન જ છે. ફકત અનાદિની મોહની વાસનાના જોરે દેહાધ્યાસને લીધે આ દેહ તે જ આત્મા છે. એમ લાગે છે. પરમાર્થથી ભિન્ન છે. IN જે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ । અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ I૫૧॥ જે દૃષ્ટિનો જોનારો છે. જે વર્ણાદિને જાણે છે, જે અબાધિત અનુભવ વાળો છે. તે જીવનું સ્વરૂપ છે. I૫૧॥ ઘટ-પટ જેમ ચક્ષુથી દેખાય છે. તેમ આત્મા ચક્ષુથી દેખાતો નથી માટે આત્મા નથી એમ જે કહ્યું હતું તેનો ઉત્તર એ છે કે આત્મા ચક્ષુથી કયાંથી દેખાય ? કારણ કે તે અમૂર્ત છે. ઉલટું આત્મા તો દૃષ્ટિનો જોનારો છે. અર્થાત્ દૃષ્ટિ દ્વારા આત્મા ઘટ-પટને જોનારો છે, માટે દૃષ્ટિથી દેખાતો નતી. વળી ઘટ-પટમાં રહેલ રૂપને (ઉપલક્ષણથી રૂપ-૨સગંધ-સ્પર્શદિને) જાણનારો છે. તે આત્મામાં જે ચૈતન્યનો અનુભવ છે. તે સર્વથા અબાધિત છે. અર્થાત્ કોઈથી રોકી શકાતો નથી.આવું જીવનું સ્વરૂપ છે. ॥ ૫૧ ॥ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન | પાંચ ઇન્દ્રિયોના વિષયનું, પણ આત્માને ભાન IN૨॥ ૩૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિય દરેક પોત પોતાના વિષયને જ જાણે છે. જ્યારે આ આત્મા તો પાંચે ઈન્દ્રિયોના પાંચે વિષયોને જાણે છે માટે ઈન્દ્રિયોથી આત્મા જુદો છે. ઇન્દ્રિયો તે આત્મા નથી. પરા ચક્ષુ માત્ર રૂપને જ જોઈ શકે છે. શ્રોત્ર માત્ર શબ્દને જ સાંભળી શકે છે. ઘાણ માત્ર ગબ્ધ ને જ સંઘે છે. રસના માત્ર રસને જ ચાખે છે અને સ્પર્શને જ જાણે છે. એમ પાંચે ઈન્દ્રિયો ફક્ત એકેક જ વિષયને જાણે છે. જ્યારે આત્મા પાંચે ઇન્દ્રિયોના પાંચે વિષયોને જાણી શકે છે. તેથી આત્મા એ ઇન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે. પરા દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ ! આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તી જાણ પ૭ શરીર, ઇન્દ્રિયો, અને પ્રાણો તે આત્માને જાણી શકતા નથી, પરંતુ જો આ શરીરમાં આત્માની સત્તા (વિદ્યમાનતા) હોય, તો તે વડે જ સર્વે (શરીરાદિ ત્રણે) પોત પોતાનું કાર્ય કરી શકે છે. એમ જાણો I/પ૩| . શરીર ઇન્દ્રિયો અને પ્રાણો એ કોઈ આત્માને જાણી શકતા નથી. કારણ કે આ ત્રણે જ્ઞાનનાં સાધનો છે. જ્ઞાનના કર્તા નથી. કર્તા તો ફક્ત આત્મા જ છે. તેથી જો આ શરીરમાં આત્મા ન હોય તો શરીર-ઈન્દ્રિયો, અને પ્રાણો જડ બની જાય છે. કંઈ પણ કામ કરી શકતા નથી. માટે આ તમામનો સંચાલક જે છે તે જ આત્મા છે. મડદામાં પણ શરીર-ઇન્દ્રિયો વગેરે છે પરંતુ સંચાલક આત્મા નથી એટલે તેઓ જડ બની ગયાં છે. માટે આ ત્રણેથી સંચાલક એવો આત્મા જુદો છે. એમ તમે જાણો પડા સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદાય જણાયા • પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાયાપ૪મા સર્વ અવસ્થાઓની અંદર જે હંમેશાં જુદો જણાય છે. જેનું સ્વરૂપ ૧. ન્યારો = જુદો, . સદાય = હંમેશાં, ૩. એંધાણ = ચિહ્નો-લક્ષણો, ૩૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ છે. ચૈતન્યમય છે. આ ચેતનતા લક્ષણ સદાય હોય છે. તે આત્મા છે. પિઝા બાલ્ય-યુવાન્ -વૃદ્ધાદિ ત્રણે અવસ્થાઓમાં જે સદા એક સ્વરૂપે વર્તે છે. અથવા જાગૃદશા, સ્વપ્નદશા, અને નિદ્રાદિ દશાઓમાં જે સદા એક સ્વરૂપે વર્તે છે. દેવ-નરક-તિર્યંચ મનુષ્યાદિ અવસ્થાઓમાં જે સદા એક સ્વરૂપે વર્તે છે. બદલાતો નથી, નાશ પામતો નથી, તથા જે કાયમ ચૈતન્ય સ્વરૂપે પ્રગટ છે. એટલે કે આ જગતને જોવું અને જાણવું એવું જેનું કાયમ સ્વરૂપ છે. અને આ જ્ઞાન રૂપ એંધાણ (લક્ષણ) જેનામાં સદા વર્તે છે. તે જ ખરેખર આત્મા છે. પિઝા ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન , જાણકાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ? પપ ઘટ-પટ આદિ પદાર્થો છે. એમ તું જાણે છે. તેથી તે ઘટ-પટને તું માને છે. પરંતુ તે ઘટ-પટના જાણકાર એવા આત્માને તું માનતો નથી. તારું આ જ્ઞાન કેવું સમજવું? પપા. આ જગતમાં ઘટ-પટ વિગેરે જે જે પદાર્થો છે તે તમામ પદાર્થોને હે આત્મા! તું જુએ છે. જાણે છે અને તેથી જ તે ઘટ-પટ આદિ પદાર્થો જગતમાં છે. એમ પણ તું માને છે. તો પછી તે ઘટ-પટાદિ પદાર્થોના જાણકાર એવા આત્માને તું કેમ નથી માનતો ? અર્થાત્ આત્મા પણ છે જ એમ જ માનવું જોઈએ ! ઘટ-પટાદિ શેયપદાર્થો છે એમ માને અને તે તમામનો જ્ઞાતા આત્મા નથી એમ માને. આ તારું જ્ઞાન કેવું કહેવું? અર્થાત્ જગતમાં શેય હોય તો જ્ઞાતા પણ હોય જ માટે ઘટપટાદિની જેમ જ્ઞાતા એવો આત્મા પણ છે જ . પપ . પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્યા દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પીપા પાતળા શરીરમાં ઘણી બુદ્ધિ, અને જાડાશરીરમાં અલ્પબુદ્ધિ, આ ૧. પરમબુદ્ધિ = ઉત્કૃષ્ટબુદ્ધિ; ૨. કૃશદેહમાં = પાતળા શરીરમાં, ૩. સ્થૂળદેહ = જાડા શરીરમાં, ૪. મતિઅલ્પ = ઓછી બુદ્ધિ. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જે દેખાય છે. તે પરસ્પર વિરુદ્ધ જો દેહ તે જ આત્મા હોય તો ઘટી શકે નહિ પી. આ સંસારમાં ઘણા માણસો કૂશદેહવાળા=પાતળા શરીરવાળા હોય છે. છતાં બુદ્ધિ ઘણી તેજ અને તીક્ષ્ણ હોય છે. અને ઘણા માણસો સ્થૂલદેહવાળા = જાડા શરીરવાળા હોય છે. છતાં અલ્પમતિવાળા જ હોય છે. હવે જો શરીર તે જ આત્મા હોત તો જેમ જેમ શરીર વધે તેમ તેમ આત્મા અને આત્માનું જ્ઞાન) વધારે હોવું જોઈએ અને જેમ જેમ શરીર ઘટે તેમ તેમ આત્મા (એટલે આત્માનું જ્ઞાન) ઘટવું જોઈએ પરંતુ આવું દેખાતું નથી વિરુધ્ધ દેખાય છે. માટે દેહએ જ આત્મા નથી. દેહથી આત્મા ભિન્ન છે. એમ સાબિત થાય છે. II ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ ! એક પણું પામે નહિ, ત્રણે કાળ દ્રયભાવ' પછા જડ અને ચેતન એમ બન્નેનો અતિશય ભિન્ન સ્વભાવ છે આ વાત પ્રગટ છે. કોઈ કાળે તે એકપણું પામે નહિ. માટે ત્રણેકાળે બને જુદાં હોયજ છે પ૭ | વસ્તુને ન જાણવી એ સદા જડનો સ્વભાવ છે. અને વસ્તુને કાયમ જાણવી એ ચેતનનો સ્વભાવ છે. એટલે કે જડતા એ જડનો સ્વભાવ અને ચેતનતા એ ચેતનનો સ્વભાવ છે. એમ બન્ને પદાર્થોનો ત્રણે કાળે ભિન્ન ભિન્ન સ્વભાવ છે. આ વાત કેવળ પ્રગટ દેખાય છે. તેથી ત્રણેકાળે સાથે રહેવા છતાં કદાપિ એકપણું પામતાં નથી. માટે દેહાદિ તે દેહાદિ જ છે અને આત્મા તે સદા ચેતન જ છે. એમ બને પદાર્થોમાં રહેલું છે પણું કાયમ રહે જ છે. જડ ને ચેતન બનતો નથી. અને ચેતન કદાપિ જડ બનતો નથી. દ્રયભાવ સદા રહે છે. પણ ૧. લયભાવ = બે જુદા પદાર્થોનું હોવું - - - - - - - ૩૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ ! શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ પ૮ આત્મા છે કે નહિ તેની શંકા કરે છે. પરંતુ શંકાને કરનારો પોતે જ આત્મા છે. તે જાણતો નથી. આ ન માપી શકાય તેવું આશ્ચર્ય છે પ૮. શરીરમાં આત્મા નામનું તત્ત્વ છે કે નહિ? એવી આત્માની જ આ આત્મા શંકા કરે છે. પરંતુ આ શંકા કરનારો પોતે જ આત્મા છે. એમ તે જાણાતો નથી. જડ એવા મડદાને કદાપિ આવી શંકા થતી નથી. મડદાના શરીરમાં રહેલી ઇન્દ્રિયોને કદાપિ આત્માની શંકા થતી નથી. માટે જે આ શંકા કરનાર છે. તે જ સાચો ખરેખર આત્મા છે ! ખરેખર આ આત્મા કેવો છે ? જે પોતે હયાતુ છે. વિદ્યમાન છે. મડદા કરતાં આ શરીરમાં બધી આહારાદિની વિશિષ્ટ ક્રિયાઓ કરે છે. છતાં તેને પોતાની જ શંકા વર્તે છે. માટે ન કલ્પી શકાય એવું આ આશ્ચર્ય છે. I૫૮|| આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકારના સંભવ તેનો થાય છે. અંતર કર્યો વિચાર પ૯ આત્માના હોવા પણા વિષે આપશ્રીએ જે જે પ્રકારે ઉત્તરો કહ્યા છે તે તે અંતરમાં વિચારો કરવાથી બરાબર સંભવે છે. તે પ૯ છે. આ સંસારમાં આત્મા નથી જ એવો અમારો પ્રથમ પ્રશ્ન હતો, તેના ઉત્તર સ્વરૂપે આત્માના હોવાપણા માટેના આપશ્રીએ ઉપરમુજબ જે જે ઉત્તરો બતલાવ્યા છે. તે તે તમામ ઉત્તરો અંદર હૃદયમાં વિચારો કરતાં બરાબર ઘટી શકે છે કંઈ પણ અજુગતુ લાગતું નથી. હવે અમને બરાબર સમજાયું છે કે “આત્મા નામનું તત્ત્વ છે” આ પ્રથમપદ પૂર્ણ ૧. અચરજ = આશ્ચર્ય, ૨. અમાપ = ન કલ્પી શકાય તેવું. ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ થયું. | પ૯ છે. દ્વિતીય પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન, ગાથા ૬૦-૬૧. બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશી દેહયોગથી ઉપજે, દેહવિયોગે નાશ ૬ol હવે અમને બીજી આવી શંકા ઉત્પન્ન થાય છે કે આત્મા અવિનાશી (નિત્ય) નથી. દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે. અને દેહના વિયોગે આ આત્મા વિનાશ પામે છે. II૬૦ શિષ્યો સદ્ગુરુજીને પૂછે છે કે હવે “આત્મા છે' એ વિષે અમને કંઈ પણ શંકા નથી. પહેલું પદ “આત્મા અસ્તિ” એ તો બરોબર સમજાઈ ગયું છે. પરંતુ તે આત્મા અવિનાશી છે = નિત્ય છે. એ શાસ્ત્રીય પદમાં અમને શંકા વર્તે છે. જ્યારે જ્યારે દેહનો સંયોગ થાય છે ત્યારે ત્યારે આત્મા ઉત્પન્ન થાય છે. અને જ્યારે જ્યારે દેહનો વિયોગ થાય છે. ત્યારે ત્યારે આત્મા વિનાશ પામે છે જેમ લાઈટની સ્વીચ દબાવીએ ત્યારે લાઈટ ચાલુ થાય છે. અને સ્વીચ બંધ કરીએ એટલે લાઈટ બંધ થાય છે તે લાઈટ શરૂ થાય ત્યારે ક્યાંયથી આવતી નથી. અને બંધ થાય ત્યારે ક્યાંય જતી નથી. ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. આગળ-પાછળ તેની કોઈ સ્થિતિ નથી. તેમ જ આ આત્મા પણ દેહના સંયોગ-વિયોગે ઉત્પાદવિનાશ પામે છે. આગળ-પાછળ ભવો પણ નથી. અને આત્મા સર્વભવોમાં અન્વયિ નિત્ય પણ નથી જ ! ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પલટાય ! એ અનુભવથી પણ નહીં, આત્મનિત્ય જણાય ૬૧ અથવા સંસારમાં રહેલી તમામ વસ્તુઓ ક્ષણે ક્ષણે પલટાતી દેખાય છે. તેથી સર્વ વસ્તુઓ જેમ ક્ષણિક છે. તેમ આત્મા પણ ક્ષણિક છે. આ અનુભવના આધારે પણ આત્મા નિત્ય જણાતો નથી. I ૬૧ ૧. ક્ષણિક = ક્ષણ માત્ર રહેનાર, ૨. પલટાય= બદલાય ૩. નિત્ય સદા રહેનાર ઉ= Page #42 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાંની ઘટ-પટાદિ તમામ ચીજો ક્ષણે ક્ષણે પલટાતી નજરે સાક્ષાત દેખાય છે. જેમ એક બાળક દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો મોટો થતો સાક્ષાત્ દેખાય છે. તે કંઈ એક દિવસમાં તેટલો મોટો થતો નથી. તેથી ક્ષણે ક્ષણે પલટાવા પણું છે. તે જ રીતે આત્મા પણ ક્ષણે ક્ષણે પલટાય છે. માટે આત્મા ક્ષણિક હોય એમ લાગે છે. નિત્ય હોય એમ જણાતું નથી બન્ને ગાથાનો સાર એ છે કે કિંચિત્કાલસ્થાયિ અનિત્ય અને ક્ષણિક અનિત્ય એમ બે પ્રકારનું અનિત્ય હોય છે. શરીરના સંયોગવિયોગ પ્રમાણે ઉત્પાદ અને વિનાશવાળો આ આત્મા કિંચિત્કાલસ્થાયિ (અમુક જ કાળ રહેવા વાળો) અનિત્ય છે. અથવા ક્ષણે ક્ષણે પલટાતા પદાર્થોની જેમ આ આત્મા ક્ષણિક અનિત્ય છે. I ૬૧ | | દ્વિતીયપદ સંબંધી ગુરુજીનું સમાધાન ગાથા, ૬૦થી ૭૦ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય ચેતનનાં ઉત્પત્તિ-લય, કોના અનુભવ વશ્યોદરા શરીર એ માત્ર પુદ્ગલોનો સંયોગ જ છે. વળી શરીર એ જડ છે. માટે આત્માના ઉત્પાદ અને વ્યય કોના અનુભવને વશ વર્તી છે. ૬ ૨ા. બે પાંચ પરમાણુઓ ભેગા મળીને અંધ બને. તેમ આ શરીર અનેક પુદ્ગલ પરમાણુઓના સંયોગમાત્રથી બન્યું છે. આત્મા એ કંઈ અવયવોના સંયોગથી બનેલો નથી. જે જે વસ્તુ અવયવોના સંયોગથી બને તે તે ઉત્પત્તિનાશ વાળી હોય છે. માટે શરીર ઉત્પત્તિ-વિનાશવાળું છે. પરંતુ આત્મા ઉત્પત્તિ-વિનાશ વાળો નથી. વળી શરીર જડ છે. આત્મા ચેતન છે. જે જે જડ વસ્તુઓ છે જેમ કે ઘટ-પટ તે ઉત્પત્તિ ૧. જડ = ચેતનતા વિનાનું ૨. રૂપી = વર્ણાદિવાળું ૩. દશ્ય = દેખી શકાય તેવું ૪. લય = વિનાશ ૫. વશ્યક પરવશ. Page #43 -------------------------------------------------------------------------- ________________ વ્યયવાળી છે. આત્મા જડ નથી માટે પણ ઉત્પત્તિ-વિનાશવાળો નથી. વળી શરીર પુદ્ગલ હોવાથી-રૂપી છે. આત્મા અરૂપી છે. માટે પણ શરીરની જેમ ઉત્પત્તિ-વિનાશવાળો નથી, તથા વળી શરીર એ દૃશ્ય છે. દેખવા લાયક પદાર્થ છે. આત્મા એ દ્રષ્ટા છે. આ રીતે શરીર કરતાં વૈધર્મવાળો આત્મા હોવાથી શરીર ભલે ઉત્પત્તિ-વિનાશવાળું હો પરંતુ આત્મા ઉત્પત્તિ અને વિનાશ વાળો છે. એવું ક્યા જ્ઞાનીએ જાણ્યું ? કયા જ્ઞાનીના અનુભવના આધારે કહી શકાય ? અર્થાત્ આત્મા ઉત્પત્તિવિનાશવાળો નથી. પરંતુ નિત્ય છે. II૬૨૫ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન । તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન ૫૬૩ા દેહના ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન જેના અનુભવને વશ્ય છે. તે આત્મા તે દેહથી જુદો માન્યા વિના તે જ્ઞાન કેમે કરી થાય નહિ ||૬૩|| આ દેહ તો ઉત્પત્તિ-વિનાશવાળું છે. માટે જડ છે. તેથી પોતાના ઉત્પત્તિ-વિનાશને તે દેહ તો જાણે નહિ. તેથી દેહના ઉત્પત્તિ-વિનાશને જે જાણે છે. જે અનુભવે છે. તે આત્મા નામનો પદાર્થ જુદો છે. આત્મા નામનો જો જુદો પદાર્થ ન હોત તો દેહના ઉત્પાદ-વિનાશ કોણ જાણત! માટે દેહ તે સ્વયં ઉત્પાદ-નાશવાન્ છે. પરંતુ ઉત્પાદ-વિનાશ ને જાણનાર નથી અને જે જાણનાર છે તે દેહથી જુદો છે. જો જુદો ન હોત તો દેહને જેમ ભાન થતું નથી તેમ આત્માને પણ ભાન ન થાત. માટે દેહથી આત્મા ભિન્ન છે. દેહ સંયોગજન્ય છે તેથી અનિત્ય છે. પરંતુ આત્મા સંયોગજન્ય નથી માટે પણ નિત્ય છે. જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય। ઉપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ૬૪ ૩૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ જે જે સંયોગો છે તે તે સર્વે અનુભવ વડે (આત્મા વડે) દૃશ્ય છે. આત્મા સંયોગોનો જ્ઞાતા છે પરંતુ સંયોગોથી જન્ય નથી. માટે આત્મા નિત્ય છે એમ પ્રત્યક્ષ સમજાય છે. ॥ ૬૪ ।। તંતુઓના સંયોગથી પટ જન્મે છે. કપાલના સંયોગથી ઘટ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જે જે પદાર્થો જે જે સંયોગથી ઉત્પન્ન થાય છે તે તમામ પદાર્યો અને તમામ સંયોગો આત્માના અનુભવ વડે દૃશ્ય છે, દેખવા લાયક છે. આત્મા તે સંયોગોને જાણે છે. તે સંયોગોમાં એવો એક પણ સંયોગ નથી કે જે સંયોગ વડે આત્મા ઉત્પન્ન થાય, માટે આત્મા સંયોગોનો જ્ઞાતા છે. પરંતુ સંયોગોથી ઉત્પન્ન થવાવાળો નથી, દેહાદિ પૌદ્ગલિક સ્વરૂપ છે. માટે સંયોગ વડે ઉત્પન્ન થનારા છે, એટલે અનિત્ય છે. જ્યારે આત્મા સંયોગ વડે ઉત્પન્ન થનાર નથી. એટલે નિત્ય છે.આમ સાક્ષાત્ સમજાય છે. ૫ ૬૪ ।। જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય ॥૫॥ જડ એવા દેહાદિમાંથી ચેતન ઉત્પન્ન થતો હોય, અને ચેતન એવા આત્મામાંથી જડ એવું દેહાદ થતું હોય એવો અનુભવ કોઈ પણ વ્યક્તિને ક્યારે કોઈ પણ દિવસ થતો નથી. ॥ ૬૫। જડ એવા દેહમાંથી આત્મા ઉત્પન્ન થાય અથવા ચેતન એવા આત્મામાંથી જડ પદાર્થો ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને ક્યારે પણ થતો નથી. થયો નથી અને થશે પણ નહીં. જો જડમાંથી ચેતન ઉત્પન્ન થતો હોત તો મડદામાં પણ જીવ આવત, પથ્થરમાં પણ જીવ પ્રગટે, ઘટ-પટ પણ ચેતનવંતા બની જાય અને જો ચેતનમાંથી જડ પ્રગટતું હોત તો ચેતન આત્મામાંથી જડ પદાર્થો ઉત્પન્ન થતા દેખાવા જોઈએ આવું ક્યારે કોઈને પણ અનુભવાતું નથી. માટે આત્મા એ સ્વતંત્ર પદાર્થ છે. કદાપિ ઉત્પન્ન થયો નથી. અને નાશ પામનાર નથી. સદા ત્રિકાળ ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ નિત્ય ધ્રુવ છે. ૬પા કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય છે નાશ ન તેહનો કોઈમાં, તેથી નિત્ય સદાય દુદા જે પદાર્થોની ઉત્પત્તિ સંયોગોથી થતી નથી. તેનો નાશ પણ કોઈને વિષે થતો નથી. માટે આત્મા સદા ત્રિકાળ નિત્ય છે. / ૬૬ . આ સંસારમાં જે જે પદાર્થો સંયોગજન્ય હોય છે. તેઓનો જ વિનાશ હોય છે. જેમ ઘર-પટ સંયોગજન્યછે તેથી તેઓનો વિનાશ પણ છે. પરંતુ જે જે પદાર્થો સંયોગજન્ય નથી તે તે પદાર્થોનો વિનાશ પણ હોતો જ નથીજેમકે આકાશ. એ રીતે આત્મા પણ કોઈ પણ પ્રકારના અવયવોના સંયોગ વડે જન્ય નથી માટે તેનો વિનાશ પણ નથી. તેથી આ આત્મા સદાકાળ નિત્ય છે. / ૬૭ || ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંયા પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય દવા ક્રોધાદિ પ્રવૃતિઓની જે જે તરતમતા સર્પાદિના ભવોમાં દેખાય છે તે પૂર્વજન્મના સંસ્કારને સાબિત કરે છે. તેથી ત્યાં જીવ નિત્ય છે એમ સિધ્ધ થાય છે. ૬૭ મનુષ્યતિર્યંચ કરતાં સર્પમાં-ક્રોધની પ્રકૃતિ વધારે હોય છે. જન્મ થતાં જ હજુ સર્પદેહે કોઈના સાથે ક્રોધાદિ રૂપે અનુભવ પણ કર્યો નથી. છતાં જન્મતાંની સાથે જ બીજાને ડંખ મારવાની ક્રોધનીવૃત્તિ તેના પૂર્વજન્મની સિદ્ધિ કરે છે. પૂર્વ-પશ્ચિાત જન્મ જો છે તો તે ભવોમાં અનુસરવાવાળો આત્મા દ્રવ્ય તૈકાલિક નિત્ય છે. / ૬૭ | આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાયો બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય ૬૮ આત્મા દ્રવ્યથી નિત્ય છે. પરંતુ પર્યાયોથી પલટાય છે અર્થાત o Page #46 -------------------------------------------------------------------------- ________________ અનિત્ય છે. બાલ્યાદિ ત્રણે અવસ્થામાં આત્મા નિત્ય એક છે. તેથી જ ત્રણે અવસ્થાનું જ્ઞાન એકને થાય છે. II ૬૮ આત્મા દ્રવ્યથી નિત્ય છે. ત્રૈકાલિક ધ્રુવ છે. નથી તેની ઉત્પત્તિ કે નથી તેનો વિનાશ / નથી તેને કોઈએ બનાવ્યો કે નથી કદાપિ ભસ્મી ભૂત થવા વાળો | સદા છે અને સદા રહેશે / પર્યાયની અપેક્ષાએ પલટાતો દેખાય છે. જે બાલ્યાવસ્થા વાળો આત્મા હતો તે જ આત્મા બાલ્યાવસ્થાને છોડીને યુવાવસ્થા સ્વરૂપ બને છે. ત્રણે અવસ્થાઓ પલટાય છે. પરંતુ ત્રણે અવસ્થાઓમાં રહેનારો આત્મા સર્વથા નવો બનતો નથી. જો સર્વથા નવો જ બનતો હોત તો વૃધ્ધાવસ્થામાં વર્તતા આત્માને ભૂતકાળની બે અવસ્થાનાં કાર્યોનું સ્મરણ કેમ થાય ? માટે આત્મા નિત્ય છે. ॥ ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર । વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર ॥૬॥ અથવા જે ક્ષણિકનું જ્ઞાન કરે છે. જ્ઞાન કરીને બોલે છે. તે બોલનારો કદાપિ ક્ષણિક હોતો નથી. આ અનુભવથી પણ આત્મા નિત્ય છે એમ નિર્ધાર એટલે કે નિશ્ચય કરવો. ॥ ૬૯ અથવા આ જગતના બધા પદાર્થોને ક્ષણિક-ક્ષણિક છે. એમ જે આત્મા જાણે છે. અને બધા જ પદાર્થો ક્ષણિક જાણીને જગતની સામે પ્રકાશે છે. તે જાણનાર અને પ્રકાશ કરનાર ક્ષણિક હોઈ શક્તો નથી. કારણ કે પહેલા સમયે તો પદાર્થો ક્ષણિક છે એમ અનુભવ કર્યો તે અનુભવ કરવામાં જ પ્રથમ સમય વીતી ગયો. હવે જગત સામે તે પદાર્થોનું વર્ણન કરે ત્યારે બીજો ક્ષણ થઈ જાય છે. જો વર્ણન કરનાર પણ ક્ષણિક જ હોય તો બીજો ક્ષણ બેસતાં જ તે વર્ણન કરનાર નાશ પામવાથી કોણ વર્ણન ક૨શે ! માટે વર્ણન કરનાર આત્મા ક્ષણિક નથી પરંતુ નિત્ય છે. આવી આવી અનુભવ ગમ્ય દલીલોથી પણ આત્મા ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ નિત્ય છે એમ નિશ્ચય કરો. ૬૯ | ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશા ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ હol કોઈ કાળે કોઈ પણ વસ્તુનો કેવળ નાશ તો થતો નથી. તો પછી જો ચેતનાનો નાશ થતો હોય તો તે શેમાં ભળે ? તે તું તપાસા90 આ જગતમાં ઘડો નાશ પામે તો ઠીકરાં થાય, પટ નાશ પામે તો ટુકડા થાય, મકાન પડી જાય તો ભંગાર થાય, એમ કોઈપણ પદાર્થનાશ પામે એટલે રૂપાંતર થાય છે. પરંતુ બીલકુલ નાશ થતો નથી. વસ્તુ જ અલોપ થઈ જાય એવું બનતું નથી / કાગળ બલે રખ્યા થાય, દૂધ જામે તો છેવટે દહીં થાય ! એમ કોઈ પણ પદાર્થ એક રૂપે નાશ પામી બીજા રૂપે પ્રગટ થાય જ છે. પરંતુ સર્વથા વિનાશ પામતો જ નથી. તો જો હવે આત્માવિનાશ પામતો હોય તો તપાસ કરો કે આત્મા જ્યારે નાશ પામે ત્યારે આત્મા રૂપે મરી જઈ બીજા કયા રૂપમાં ભળે છે. જેમ ઘટ ફુટીને ડીકરામાં ભળે છે તેમ આત્મા નાશ પામી શેમાં ભળે ? તે તપાસો. કોઈમાં પણ ભળતો નથી માટે આત્મા નાશ પામતો જ નથી. અર્થાત્ નિત્ય છે. Iછol. ત્રીજા પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન, ગાથા ૭૧ થી ૭૩ કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મા અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ ૭૧ હવે શિષ્ય સદ્ગુરુ સમક્ષ આત્મા વિષે ત્રીજો પ્રશ્ન કરે છે કે આ જીવ કર્મોનો કર્તા નથી. પૂર્વે બાંધેલા કર્મો જ નવા બંધાતા કર્મોનો કર્તા છે. અથવા સહજ સ્વભાવે (અનાયાસે-વગર-પ્રયત્ન) કર્મો આવ્યા જ કરે છે. જો એમ ન માનીએ અને કર્મોનો કર્તા જીવ ૪ ૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ છે એમ માનીએ તો કર્મ એ જીવનો ધર્મ જ બની જાય.(જે કદાપિ નિવૃત્ત ન થાય) ૭૧ શિષ્યો સદ્ગુરુજીને પુછે છે કેઃ- આ જીવ કર્મોનો કર્તા છે, એવી વાત જૈનશાસ્ત્રોમાં આવે છે. પરંતુ વિચાર કરતાં આ બાબતમાં પ્રશ્ન થાય છે કે આ જીવ કર્મોનો કર્તા હોય એ વાત સંગત લાગતી નથી. જો જીવ કર્મોનો કર્તા હોય તો સિધ્ધના જીવને પણ કર્મો લાગવાં જોઈએ | વળી જીવ સૌપ્રથમ કર્મ વિનાનો હોય અને પછી જીવે કર્મો બાંધવાનો પ્રારંભ કર્યો હોય તો જીવ કર્મોનો કર્તા બની શકે, પરંતુ એવું તો છે જ નહિ / જીવ અને કર્મનો સંયોગ અનાદિનો માનવામાં આવે છે. માટે ખરેખર તો આ જીવ કર્મોનો કર્તા નથી. પરંતુ જીવમાં પૂર્વે બંધાયેલા કર્મો જ નવા કર્મોનો કર્તા અથવા સહજ સ્વભાવે જ કર્મો આવ્યાં કરે છે એમ માનવું હિતાવહ છે. જો જીવ કર્તા હોય તો જીવ વડે બંધાતું એ જીવનો ધર્મ બની જાય. જેમ જીવ વડે વસ્તુનું જ્ઞાન મેળવાય છે એટલે જ્ઞાન જેમ જીવનો ધર્મ છે તેમ કર્મ પણ જીવનો ધર્મ જ બની જાય. અને જો કર્મ એ જીવનો ધર્મ માનીએ તો જ્ઞાન જેમ જીવનો ધર્મ હોવાથી કદાપિ જીવથી નિવૃત્ત થતો નથી તેમ કર્મ પણ જો જીવનો ધર્મ હોય તો જીવથી કદાપિ નિવૃત્ત થાય નહિ અને તેમ થાય તો કદાપિ કોઈનો મોક્ષ થાય નહિ. માટે જીવ કર્મોનો કર્તા હોય એ વાત સંગત લાગતી નથી. આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ॥૭॥ અથવા સાંખ્યદર્શનની જેમ આ આત્મા સદા અસંગ (કર્મબંધ વિનાનો) છે અને સત્ત્વાદિગુણોવાળી પ્રકૃતિ જ કર્મબંધ કરે છે એમ માનવું યોગ્ય લાગે છે. અથવા જીવ પોતે સ્વયં કર્મોનો અબંધક (અકર્તા છે) પરંતુ ઈશ્વરીય પ્રેરણાથી જીવ કર્મોનો કર્તા બને છે એમ માનવું ઠીક ૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ છે.૭૨૫ સાંખ્ય દર્શનકારો આત્મા અને પ્રકૃતિ એમ બે મુખ્ય તત્ત્વો માને છે. આત્મા શુદ્ધ-નિરંજન-કર્મોનો અકર્તા છે. પરંતુ આત્મામાં ભળેલી સત્ત્વ-રજસ્-તમો ગુણવાળી પ્રકૃતિ જ કર્મો બાંધે છે એમ માને છે. તેની જેમ આ જીવ કર્મોના સંગથી રહિત છે. અને પ્રકૃતિ જ કર્મો કરે છે એમ માનીએ તો શું ખોટું છે ? અથવા કોઈ માણસના શરીરમાં ભૂતપ્રેતનો પ્રવેશ થયો હોય ત્યારે માણસ પોતે પોતાની ઇચ્છાથી કંઈ અયોગ્ય કાર્યો કરતો નથી પરંતુ તેની અંદર પ્રવેશેલ ભૂત-પ્રેત અયોગ્ય કાર્યો કરાવે છે. તેમ આ જીવ કર્મોનો કર્તા નથી પરંતુ તેમાં પ્રવેશેલ ઇશ્વરીય ઇચ્છા કર્મ બંધ તરફ પ્રેરે છે. એમ લાગે છે.I૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ, જાય ॥૭॥ જીવ કર્મોનો કર્તા ઘટતો નથી. માટે જ મોક્ષના ઉપાયોનો કોઈ હેતુ જણાતો નથી. એટલે કાં તો કર્મોનું કર્તાપણું નહિ, અથવા જો કર્તા. પણું હોય તો જીવનો ધર્મ બનવાથી કાં તો જીવમાંથી તે કર્તાપણું જાય જ નહિ || ૭૩ || ઉપરની ચર્ચા જોતાં એમ લાગે છે કે આ જીવ કર્મોનો કર્તા નથી. કાં તો પ્રકૃતિ કર્તા છે કાં તો ઈશ્વરપ્રેરણા કર્તા છે. કાં તો સહજ સ્વભાવ છે અથવા તો કર્મો જ કર્મોનો કર્તા છે પરંતુ જીવ કર્મોનો કર્તા નથી. હવે જો આ જીવ કર્મો કરતો જ નથી તો તે કર્મોમાંથી મુક્ત જ સદા છે તેથી મુક્ત થવાનો ઉપાય કરવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. તેથી કાં તો આ જીવમાં કર્મોનું કર્તાપણું નથી અથવા જો તે કર્તાપણું હોય તો કદાપિ જીવમાંથી જાય જ નહિ કારણ કે જીવ સ્વભાવ બનવાથી કાયમ તે સ્વભાવ જીવમાં રહેવો જ જોઈએ ૪૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પદ સંબંધી ગુરુનું સમાધાન : ગાથા ૭૪થી ૭૮ હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ ૭૪ll ચેતન એવા આત્મામાં “પ્રેરણા કર્મ બાંધવા માટેના પરિણામ જો ન હોય તો કર્મ કોણ બાંધે? અર્થાત્ કર્મ બાંધવા માટેના પરિણામરૂપ પ્રેરણા ચેતનમાં છે જ, કારણ કે જડપદાર્થોમાં આવી પ્રેરણા હોતી નથી. બન્ને પદાર્થોના મર્મને વિચારી જુઓ ! ૭૪ . ચેતનમાં બુદ્ધિશક્તિ છે. તેથી દુઃખ-સુખ, માન-અપમાન, સાનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં કષાયો આવે જ છે. આ કષાયો એ જ કર્મબંધ માટેની પ્રેરણા (અધ્યવસાયો) છે. જડ પદાર્થોમાં આવી પ્રેરણા (અધ્યવસાયો) હોતા નથી. માટે જીવ જ કર્મબંધનો કર્તા છે. પરંતુ જડ એવું કર્મ કર્મોનું કર્તા નથી. જડમાં અધ્યવસાય-વિચારધારા-પ્રેરણા હોતી નથી અને ચેતનમાં હોય છે – એમ બન્નેનો જુદો જુદો ધર્મ છે. તે વિચારજો. // ૭૪ | જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ ll૭પો. જો ચેતન એવો આ આત્મા કર્મો કરતો નથી ત્યારે કર્મો બંધાતાં નથી. તેથી કર્મબંધ એ સહજ સ્વભાવ નથી, તથા જીવનો ધર્મ પણ નથી. કપાઈ જ્યારે ચેતન એવો આ આત્મા કર્મો કરે છે ત્યારે જ કર્મો બંધાય છે. ચેતન જો કષાયો કરે નહિ તો એમ ને એમ કર્મો બંધાતાં નથી. તેથી નક્કી થાય છે કે સહજ સ્વભાવે કર્મો આવતાં નથી, તથા કર્મબંધ કરવો તે જીવસ્વભાવ નથી. જો જીવસ્વભાવ હોય તો કાયમ બંધાયા જ કરવાં જોઈએ. તેમ જ કોઈ પણ દિવસ અંત તો થવો જોઈએ જ નહિ ! જે ४५ Page #51 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનો જે સ્વભાવ હોય છે તે તેનાથી કદાપિ છૂટો પડતો નથી. કર્મોમાં તો ક્યારેક બંધાય, ક્યારેક શુભ બંધાય, ક્યારેક અશુભ બંધાય, ક્યારેક તીવ્ર બંધાય, ક્યારેક મંદ બંધાય. માટે કર્મબંધ એ કેવળ જીવસ્વભાવ નથી ! ૭૫ . વળ હોત અસંગ છે, ભારત તને ન કેમ અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમi૭૬ો જો આ આત્મા અસંગ હોત, સાંખ્યદર્શન માને છે તેમ શુદ્ધ જ હોત તો તને તે આત્મા તેવો કેમ ન દેખાત!પરમાર્થથી =નિશ્ચયનયથી તે આત્મા જરૂર અસંગ છે પરંતુ જ્યારે આ આત્માને આત્મભાન થાય ત્યારે જ તે જણાય છે ત્યાં સુધી વ્યવહારનયથી કર્મોને કર્તા છે. /૭૬ . સાંખ્યદર્શનકારની માન્યતા મુજબ જો આ આત્મા શુદ્ધ-બુધ્ધ અને કર્મોનો અકર્તા જ હોત, અને પ્રકૃતિ જ જો કર્મો કરતી હોત તો તેવો શુદ્ધ-સુખી-સદાચિદાનંદમય આત્મા તને કેમ દેખાતો નથી! માટે પરમાર્થથી-નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ હોવા છતાં પણ વ્યવહારનયથી સુખ-દુખ, પુણ્ય-પાપ, આદિ બાહ્ય ભાવોનો કર્તા પણ છે. જ્યારે આ આત્માને સમ્યક્તાદિ ગુણો પ્રગટ થવાથી આત્મભાન થાય છે ત્યારે જ અકર્તારૂપ મૂળ સ્વરૂપ જણાય છે તેને લક્ષ્યમાં રાખીને કર્મબંધ અટકાવે છે. જેમ માટી સાથે ભળેલું સોનું પોતાના રૂપે શુદ્ધ હોવા છતાં જ્યાં સુધી મારી સાથે ભળેલુ છે ત્યાં સુધી મલીન જ છે. . ૭૬ | કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષ પ્રભાવ ૭૭ જીવોમાં કર્મોનું કર્તાપણું ઈશ્વરની પ્રેરણા છે. એ વાત પણ યોગ્ય નથી. કારણ કે ઈશ્વર શુદ્ધ સ્વભાવવાળો છે. તેથી તે કર્મોનો કર્તા હોય ૪૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ જ નહિ ! અથવા જો ઈશ્વરને કર્મોનો કર્તા (પ્રેરક) ગણીએ તો ઈશ્વર પણ રાગ-દ્વેષાદિ દોષોના પ્રભાવવાળો થઈ જાય. + ૭૭ ! શરીરમાં પ્રવેશેલ ભૂત જેમ અયોગ્ય ચેષ્ટાકારી છે તેની જેમ આ જીવમાં ઈશ્વરીય પ્રેરણાથી કર્મો બંધાય છે એ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે જેમનામાં આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થયો છે તે જ સાચા ઈશ્વર છે. તે રાગાદિ દોષો વિનાના હોવાથી કર્મોને બાંધવાની પ્રેરણા કેમ કરે ?અને જો પ્રેરણા કરે એટલે કે કર્મોના બંધના પ્રેરક બને તો ચોક્કસ ઈશ્વર પણ દોષોના પ્રભાવવાળા જ બની જાય. ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ ૭૯ ચેતન એવો આ આત્મા જ્યારે જ્યારે નિજભાનમાં = પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં વર્તે ત્યારે તે આપ સ્વભાવનો જ કર્તા છે. અને આ જ જીવ જ્યારે નિજભાનમાં = પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં ન વર્ત ત્યારે આ જ જીવ કર્મોના પ્રભાવનો કર્તા છે. || ૭૮ || જીવમાં સહજ ભાવે પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણો છે. અને મોહના ઉદયથી ક્રોધ-માન-માયાદિ વિભાવસ્વભાવમાં પણ આ આત્મા વર્તે છે. જ્યારે જ્ઞાની ગુરુના યોગથી અથવા પોતાના વિશિષ્ટ એવા સમ્ય ક્ષયોપશમના બળથી જ્યારે જ્યારે પોતાના જ્ઞાન-દર્શનચારિત્રાદિ ગુણપર્યાયોમાં વર્તે છે ત્યારે તે “આપ સ્વભાવનો કર્તા” છે. તેટલે અંશે તે કાળે કર્મોનો કર્તા નથી. પરંતુ જ્યારે જ્યારે મોહનીય કર્મના ઉદયને પરવશ થવાથી ક્રોધ-માન-માયાદિ કષાયોવાળો બને છે અને સ્વભાવ. દશાનો કર્તા ન રહેતાં વિભાવદશાનો કર્તા બને છે ત્યારે ત્યારે તે જ જીવ કર્મબંધોનો કર્તા પણ બને છે. જે ૭૮ છે. ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ચોથા પદ સંબંધી શિષ્યની શંકા ગાથા ૭૯થી ૮૧ જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય ! શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ૭૯ જીવ કર્મોનો કર્તા તો ભલે કહો, પરંતુ કર્મોનો ભોક્તા તે જીવ કઈ રીતે હોઈ શકે? કારણ કે જડ એવું કર્મ ફળ આપવાના પરિણામ. માં શું સમજે ? I૭૯ ઉપરની દલીલોથી એમ સમજાય છે કે આ જીવ કર્મોનો કર્તા ભલે હો તે વાત યુક્તિથી સંગત થાય છે પરંતુ આ જીવ કર્મોનો ભોક્તા છે તે વાત બરાબર લાગતી નથી. કારણ કે કર્મો એ તો જડ વસ્તુ છે. જેમ ઘટ-પટ-પથ્થર જડ હોવાથી આ આત્માને સુખ આપવાનું કે દુઃખ આપવાનું વિચારતા નથી. કારણ કે તેનામાં વિચારક શક્તિ જ નથી. તે જ રીતે કર્મો પણ જડ છે. તેઓ આ આત્માને સુખ-દુઃખનો ભોગ આપવાનું કેવી રીતે વિચારે ? ફળ આપવાનું પરિણામીપણું આ કર્મોમાં જડ હોવાથી કેમ ઘટે? તેથી જીવ કર્મોનો ભોક્તા હોય તે વાત સંગત થતી નથી. ૭૯. ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય ! એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય llcom ફળ આપનાર ઈશ્વર છે એમ જો ગણીએ તો જીવમાં કર્મોનું ભોક્તાપણું સાધી શકાય છે. પરંતુ એમ કહેવાથી ઈશ્વરમાં જે ઈશ્વરપણું છે તે ચાલ્યું જાય !! ૮૦ || આ આત્માને જે શુભ-અશુભ કર્મો ઉદયમાં આવે છે અને તેનાથી આ જીવ જે કર્મોના ઉદયનો ભોક્તા કહેવાય છે તે તમામ ફળ આપનાર ઈશ્વરને જો માનીએ તો ઘટી શકે છે. અર્થાત્ ઈશ્વર જ જીવને ૪૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ શુભ-અશુભ કર્મો ભોગવાવે છે. આ રીતે ઈશ્વરીય પ્રેરણા લઈએ તો જીવકર્મોનો ભોક્તા સાધી શકાય છે. પરંતુ તેમ કરવા જતાં ઈશ્વરમાંથી ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે. કારણ કે ઈશ્વર જો આ રીતે પારકાને સુખદુ:ખ આપવામાં જોડાય તો પોતાનામાં આત્માનું જે શુદ્ધ સ્વરૂપ પ્રગટ છે તે ઘટે નહિ. N૮૦ ઈશ્વરસિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય પછી શુભાશુભ કર્મનાં, ભોગ સ્થાન નહિ કોય ૮૧ ઈશ્વર જીવને કર્મોનું ભોકતૃત્વ કરાવે એ વાત પણ સિદ્ધ થતી નથી કર્મો જડ હોવાથી જીવને ફળ આપવાનું જાણતા નથી. આ રીતે વિચારતાં જગતમાં સુખ-દુઃખોના ફળોના ભોક્તાપણાનો કોઈ નિયમ રહેતો નથી સિદ્ધ થતો નથી. તેથી શુભાશુભ કર્મોને ભોગવવાના સ્થાન રૂપ નરક-દેવલોક જેવાં સ્થાનો પણ કોઈ ઘટતાં નથી. II૮ના જો ઈશ્વર જીવને સુખ-દુઃખ ભોગવાવે છે એમ માનીએ તો ઈશ્વર શુદ્ધ ન રહેવાથી ઈશ્વરમાં ઈશ્વરપણું ઘટતું નથી, અને કર્મો જડ હોવાથી સુખ-દુઃખનું ફળ આપવાના પરિણામવાળાં સંભવતાં નથી. આ રીતે કર્મોનું ફળદાયકત્વ, અને ઈશ્વરનું ફળદાયકત્વ સિદ્ધ ન થવાથી જગતમાં આ દુઃખ-સુખના ભોગવટાનો નિયમ કોઈ રીતે ઘટી શકતો નથી. અને જો દુઃખ-સુખ ભોગવવાનું જ ન ઘટે તો તેને ભોગવવા માટેનાં નરક-નિગોદ અને સ્વર્ગાદિ સ્થાનો પણ કેમ ઘટી શકે ? ૮૧ ચોથા પદ સંબંધી સગુરુનું સમાધાનઃ ગાથા ૮રથી ૮૬ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપા જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ ૮૨ા. ભાવકર્મ એ પોતાની બ્રાન્તિરૂપ છે. તેથી જ તે ચેતનારૂપ છે. તેવી બ્રાન્તિમય ચેતનતાથી (કર્મબંધપ્રત્યે) જીવનું વીર્ય સ્કુરાયમાન ૪૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અને તેનાથી આ જીવ જડ એવાં કર્મોને ગ્રહણ કરે છે. ૮રો. - કર્મો બે જાતનાં છે દ્રવ્યકર્મ અને ભાવકર્મ. જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મો રૂપે બંધાતી જે કાર્મણવર્ગણા તે દ્રવ્યકર્મ, અને આ દ્રવ્યકર્મો બાંધવામાં કારણભૂત આત્માનો જે પરિણામ-રાગ-દ્વેષ-મોહ - અને અજ્ઞાનાત્મકતે ભાવકર્મ કહેવાય છે. આ આત્મા પોતાના શુદ્ધજ્ઞાનાદિ ગુણસ્વભાવોમાંથી પૌગલિક વિભાગસ્વભાવોને પરાયા હોવા છતાં “નિજ કલ્પના”મારા છે એમ મોહથી જે માને છે. તે જ ભાવકર્મ કહેવાય છે પરભાવ દશાને પોતાની દશા માનવી તે મોહ જ ભ્રાન્તિરૂપ છે. ભાવકર્મરૂપ છે. અને આવી ભ્રાન્તિ ચેતનને જ થાય છે જડને થતી નથી. આવી ભ્રાન્તિથી = ભાવકર્મથી આ જીવમાં તેવાં તેવાં અશુભ કાર્યો કરવા માટેનું વીર્ય સ્કુરાયમાન થાય છે. અને તે કરણ વીર્યથી આ જીવ કર્મોના થોક (દ્રવ્યકર્મો) બાંધે છે. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય તે એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય ll૮૩ વિષ અને અમૃત આ બે પણ જડ વસ્તુઓ છે. જીવને શું ફળ આપવું તે તેઓ પણ સમજતા નથી. છતાં જીવ જો વિષ અને અમૃત ખાય તો તેનું ફળ મરણ-અમરણપણું થાય છે. તેની જેમ શુભાશુભ કર્મોનું ભોક્તાપણું પણ જણાય છે. !! ૮૩ વિષ અને અમૃત આ બન્ને પદાર્થો આ સંસારમાં જડ છે જ્ઞાન વિનાના છે. તેથી જ જીવને શું ફળ આપવું તે તેઓ જાણતા નથી. છતાં જીવ જો વિષ ખાય તો મરણફળ થાય. અને જીવ જો અમૃત ખાય તો અમરફળ થાય. આવું જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે કર્મોનું એટલે કે શુભકર્મો જડ હોવા છતાં અજાણ હોવા છતાં જીવને શુભફળ આપે છે અને અશુભ કર્મો પણ જડ હોવા છતાં જીવને અશુભ ફળ આપે છે. આ રીતે જીવનું ભોક્તાપણું ઘટી શકે છે. આટલા પ૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ । કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ II૮૪॥ એક ટંક છે. અને એક રાજા છે. ઇત્યાદિ જે ભેદો દેખાય છે તે ભેદાત્મક કાર્યો કારણ વિના ઘટી શકે નહિ. તે જ શુભાશુભ કર્મોનું ભોક્તાપણું છે ૮૪ આ સંસારમાં એક રાજા છે અને એક અંક (નિર્ધન) છે! એક સુખી છે, એક દુઃખી છે ! એક ઉચ્ચકુલવાન છે, એક નીચકુલવાન છે ! એક રૂપવાન છે, એક કરૂપ છે ઇત્યાદિ જે ભેદો દેખાય છે. તે ભેદો કારણ વિના હોઈ ન શકે. અર્થાત્ તો જુદા-જુદા ભેદો રૂપ કાર્યનું કોઈ ને કોઈ કારણ ચોક્ક્સ છે જ. તે જ ખરેખર શુભ-અશુભ કર્મોનો ઉદય કહેવાય છે. એથી જ આત્મા કર્મોનો ભોક્તા છે તે સિદ્ધ થાય છે ૫૮૪ ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર | કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર ૮૫॥ એટલે ફળને આપનાર ઈશ્વર છે એમ માનવાની તેમાં જરૂર નથી. કર્મ પોતે જ પોતાના સ્વભાવે પરિણામ પામે છે. જે કર્મો ભોગવી લેવાથી દૂર થાય છે. ૮૫૫ એટલે ઈશ્વર આ જીવને દુ:ખ-સુખ આપે છે એમ માનવાની જરૂર નથી. આ આત્માએ બાંધેલાં જે શુભાશુભ કર્મો છે તે કર્મો જ વિષ-અમૃતની જેમ પોતાના સ્વભાવે જ દુઃખ-સુખ આપનાર તરીકે પરિણામ પામે છે. પછી જેમ વિષ મારણકાર્ય કરાવીને નિવૃત્ત થાય છે તથા જેમ અમૃત અમરણપણાનું કાર્ય કરાવીને નિવૃત્ત થાય છે તે જ રીતે કર્યો પણ પોત-પોતાનું ફળ આત્માને ભોગવાવીને નિવૃત્ત થાય છે. આ રીતે જીવમાં કર્મોનું ભોક્તાપણુ યુક્તિસંગત છે. ૮૫॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ | ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ I૮૬ll ભોગવવા લાયક એવાં તે તે કર્મોનાં ફળ ભોગવવા માટેનાં વિશેષ સ્થાનો પણ જગતમાં છે. અને આ દ્રવ્યસ્વભાવ છે. હે શિષ્ય ! આ વાત અતિ ગહન છે. તો પણ સાવ સંક્ષેપમાં અહીં કહી છે. ll૮૬ો જીવ શુભાશુભ કર્મો બાંધે છે. બંધાયેલાં તે કર્મો જીવને દુઃખ-સુખ આપે છે. જીવ કર્મોનો કર્તા પણ છે અને ભોક્તા પણ છે. આ વાત ઉપરની ચર્ચાથી સિદ્ધ થઈ છે. ઉત્કૃષ્ટ શુભ પરિણામ આવે તે ઉત્કૃષ્ટ શુભ પુણ્ય બંધાય છે. અને ઉત્કૃષ્ટ અશુભ પરિણામ આવે તો ઉત્કૃષ્ટ પાપ બંધાય છે. મધ્યમ પરિણામ મધ્યમ રસવાળાં કર્મો બંધાય છે. તેથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મ ભોગવવાનું સ્થાન પણ જગતમાં હોવું જોઈએ ! તે સ્વર્ગ ! અને ઉત્કૃષ્ટ પાપકર્મ ભોગવવાનું જે સ્થાન તે નરક-નિગોદ તથા મધ્યમ કર્મો ભોગવવાનું જે સ્થાન તે તિર્યંચ-મનુષ્યભવ આ રીતે કર્મો ભોગવવાનાં સ્થાનો પણ છે. અને તે તે સ્થાનોમાં જવાવાળો જીવદ્રવ્યનો કર્મવશ સ્વભાવ છે. માટે આત્મા કર્મોનો કર્તાભોક્તા તથા કર્મભોગનાં સ્થાનો છે. હે શિષ્ય ! આ વાત અતિગહન છે છતાં અહિં અમે સાવ સંક્ષેપમાં = અતિસંક્ષેપમાં સમજાવેલ છે.ll૮૬ પાંચમા પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન, ગાથા ૮૭થી૮૮: કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ ! વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ ll૮૭ આ જીવ કર્મોનો કર્તા ભોક્તા ભલે હો પરંતુ તેનો મોક્ષ ૫ર Page #58 -------------------------------------------------------------------------- ________________ થાય તે બરાબર નથી. કારણ કે અનંત કાળ વીતી ગયો. તોપણ કર્મો બાંધવાનો જે દોષ છે. તે તો હજુ વર્તમાન જ છે ૧૮૭ના આ જીવ કર્મોનો કર્તા છે. તથા ભોક્તા છે એમ તો ઉપરથી ચર્ચાથી બરાબર સમજાયું છે પરંતુ આ આત્મા કર્મોના બંધનમાંથી મુક્ત થાય છે, આત્માને સર્વથા કર્મો લાગતાં બંધ થઈ જાય છે - આ વાત યુક્તિસંગત લાગતી નથી. કારણ કે આજ સુધી ભૂતકાળમાં અનંતકાળ ગયો છે છતાં કર્મબંધ કરવાનાં કારણભૂત રાગ-દ્વેષાદિનો જે દોષ આત્મામાં છે તે હજુ ટળ્યો નથી. માટે મોક્ષ થતો નથી એમ લાગે છે. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંયા અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન ક્યાંય l૮૮૫ જો આત્મા શુભ કર્મો કરે તો તેનાં ફળો દેવાદિ શુભગતિમાં ભોગવે અને જો અશુભ કર્મો કરે તેનાં અશુભ ફળો નરકાદિ ગતિમાં ભોગવે અને તે વખતે નવાં-નવાં કર્મો બાંધતો જ રહે. માટે આત્મા કર્મરહિત બિલકુલ થતો નથી ll૮૮. આ આત્મા જો શુભકર્મો બાંધે તો તેનાં ફળ દેવાદિ ગતિમાં ભોગવે છે. અને અશુભકર્મો બાંધે તો તેનાં ફળ નરકાદિ ગતિમાં ભોગવે છે. આ રીતે બન્ને પ્રકારનાં કર્મોને ભોગવવા તે તે ગતિમાં જીવ જાય છે. અને તે તે પ્રકારનાં કર્મોને ભોગવતાં ભોગવતાં નવાં નવાં કર્મો બાંધે જ છે. આ પ્રમાણે બંધ ચાલુ જ રહેવાથી કદાપિ તે જાળમાંથી આ જીવ છૂટી શકતો નથી. માટે આ જીવનો મોક્ષ નથી. ૮૮ પાંચમા પદ સંબંધી ગુરુજીનું સમાધાનઃ ગાથા ૮૯થી૯૧ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણમાં તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ IIટલા ૫૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ આ જીવ શુભ-અશુભ કર્મોનો કર્તા છે. રાગ-દ્વેષાદિ કષાયોથી કર્મો બાંધે છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે ફળ આપે છે. ઇત્યાદિ ફ્તત્વ અને ભોક્નત્વ જેમ તે સપ્રમાણપણે જાણ્યું તે જે રીતે જ્યારે જ્યારે આ આત્મા રાગ-દ્વેષાદિ કર્મબંધના કારણોથી નિવૃત્ત થાય ત્યારે ત્યારે કર્મબંધોથી વિરામ પામે, અંતે મોક્ષ થાય એમ પણ સપ્રમાણ તું જાણ I૮૯ રાગ-દ્વેષ-મોહ-વિષયોની લોલુપતા, ઈત્યાદિ કર્મબંધનાં કારણો છે. આ આત્મા જેમ જેમ તે કારણોમાં પ્રવૃત્તિ કરે છે, તેમ તેમ વધારે કર્મો બાંધે છે અને બાંધેલાં કર્મો કાળપાકે ઉદયમાં આવે છતે આ જીવ ભોગવે છે ઈત્યાદિ ચર્ચા તે પ્રમાણપૂર્વક જાણી છે. તે જ રીતે આ આત્મા જેમ જેમ કષાયોથી નિવૃત્તિ પામે તેમ તેમ કર્મબંધનો વિરામ પણ થઈ શકે છે અને તે અંશતઃ થયેલો વિરામ આગળ વધતાં સર્વથા વિરામ થતાં આ આત્માનો મોક્ષ પણ થાય છે. એમ હે શિષ્ય ! તું સારી રીતે સમજ IIટલા વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવા તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ ૯૦ કર્મબંધના કારણભૂત આત્મામાં શુભ-અશુભ ભાવો (સારાંનરસા પરિણામો) અનાદિકાળથી છે. તેથી અનંતકાળ વીત્યો છે. પરંતુ જ્યારે આ શુભ-અશુભ ભાવો (પરિણામો) છેદાય છે ત્યારે મોક્ષસ્વભાવ ઊપજે છે ૯ol ગાથા ૮૭માં કહેવામાં આવ્યું હતું કે “કાળ અનંત વીત્યો છતાં પણ કર્મબંધ અટક્યો નથી. માટે હવે અટકશે પણ નહિ. એટલે મોક્ષ થશે નહિ. પરંતુ આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે કર્મ જેનાથી બંધાય છે એવા રાગ-દ્વેષ-મોહાદિ કારણોમાં આ જીવની પ્રવૃત્તિ અનાદિકાળથી છે. એટલે તેના ફળરૂપે કર્મબંધ - ૫૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ પણ અનાદિકાળથી ચાલુ જ છે તેથી જે અનંતકાળ વીત્યો છે પરંતુ પ્રવૃત્તિની જેમ જ્યારે આ આત્મા રાગાદિ કારણોથી નિવૃત્તિ કરે છે ત્યારે કર્મબંધની નિવૃત્તિ પણ તુરત થાય છે. પ્રવૃત્તિની જેમ નિવૃત્તિ પણ જીવ ધારે તો સત્સંગાદિના યોગથી કરી શકે છે. તેથી શુભાશુભ પરિણામો છેદતાં કર્મબંધ વિરામ પામતાં આ જીવને તુરત મોક્ષની પ્રાપ્તિ થાય છે ૯૦ દેહાદિ સંયોગનો, આત્યંતિક વિયોગ | સિદ્ધ મોક્ષ શાશ્વતપદે,નિજ અનંત સુખભોગ ૯૧૫ શરીરાદિના સંયોગનો જ્યારે આત્યંતિક વિયોગ થાય છે ત્યારે સિદ્ધ સ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. ત્યાં શાશ્વતપદે આ આત્મા પોતાના અનંત સુખનો ભોક્તા બને છે ૧૯૧ શરીર-ઈન્દ્રિયો-પ્રાણો ઈત્યાદિ પૌગલિક ભાવોનો જે સંયોગ છે તે જ સંસાર કહેવાય છે. તેનો આત્યંતિક જે વિયોગ એટલે તે ફરીથી કદાપિ આ જીવને ન આવે એવો વિયોગ તે જ સિદ્ધાવસ્થાસ્વરૂપ મોક્ષ છે. જ્યારે મોક્ષપ્રાપ્તિ થાય છે ત્યારે શાશ્વતપદે એટલે અનંતકાળ સુધી આ આત્મા ત્યાં પોતાના આત્મિક ગુણોનું જે અનંત સુખ છે તે ભોગવે છે ll૯૧૫ છઠા પદ સંબંધી શિષ્યનો પ્રશ્ન : ગાથા ૯૨થી ૯૬ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવરોધ ઉપાયા કર્મો કાળ અનંતમાં, શાથી છેદ્યાં જાય ત્યાં હવે કદાચ માનો કે મોક્ષપદ હશે, તો પણ તેની પ્રાપ્તિનો અવરોધ = યથાર્થ સાચો ઉપાય કોઈ દેખાતો નથી. કારણ કે ૧. આત્યંતિક = ફરીથી ન આવે તેવો, પૂર્ણપણે જે વિયોગ ૨. શાવિત પદે = અનંતકાળ સુધી ૩. અવરોધ = યથાર્થ – સાચો, ઉપાય Page #61 -------------------------------------------------------------------------- ________________ કર્મો અનાદિકાળનાં હોવાથી અનતાં છે. તે આટલા નાના એકાદબે મનુષ્યભવોથી કેમ છેદી શકાય ? ૯૨. આત્મા સંબંધી છઠ્ઠા પદનો (મોક્ષના ઉપાયન) પ્રશ્ન શિષ્ય કરે છે કે અત્યાર સુધીની ચર્ચાથી “મોક્ષ” છે એમ તો બરોબર જણાયું છે. પરંતુ મોક્ષના ઉપાયોને વિષે શંકા છે. એટલે કદાચ મોક્ષપદ તો ભલે હો પરંતુ વિરોધ વિનાના, યથાર્થ, સાચા, અવશ્ય મોક્ષ આપે જ એવા ઉપાયો કોઈ દેખાતા નથી. ઊલટું મોક્ષને બદલે સંસારના જ ઉપાયો દેખાય છે. કેમ કે આ જીવ અનાદિ કાળથી કર્મો બાંધે છે. એવો કાળ અનંત ગયો છે. પ્રતિસમયે બંધાતાં કર્મોના તો ઢગલેઢગલા થયેલા છે. આટલાં બધાં કર્મો આટલા નાનકડા એકાદ-બે મનુષ્યોના ભવોથી કેમ છેદ્યા જાય? અર્થાત્ કેમ છેદી શકાય ? ૯૨ા અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક | તેમાં મત સાચો કયો ? બને ન એહ વિવેક ૧૯૩ અથવા મતો અને દર્શનો ઘણાં છે. દરેક લોકો જુદો જુદો ઉપાય બતાવે છે તેમાં કયો સાચો મત છે ? એનો વિવેક બની શકે તેમ નથી. એટલે કે કયો મત સાચો છે ? તે જાણી શકાય તેમ નથી. ૯૩માં અથવા ઘણાં બાંધેલાં કર્મોને તોડવા માટે આ માનભવની જિંદગી ટૂંકી પડે, અર્થાત્ ન તોડી શકે. એ દલીલને ધારો કે જતી કરીએ તો પણ આ સંસારમાં મોક્ષ અને મોક્ષના ઉપાયની બાબતમાં જુદા જુદા દર્શનકારોના મતો જુદા જુદા ઘણા છે. કોઈ કોઈનાથી મોત બતાવે છે જ્યારે બીજા કોઈ બીજા કોઈ કારણોથી મોક્ષ બતાવે છે એટલે ભિન્ન ભિન્ન ઉપાયો બતાવે છે. તેથી આ તમામમાં સાચો ઉપાય કયો ? – એ અમારા જેવા માટે જાણવું Page #62 -------------------------------------------------------------------------- ________________ ઘણું જ મુશ્કેલ છે. તે જુદા જુદા મતોમાં સાચા ઉપાયનો વિવેક બની શકે તેમ નથી ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે. ક્યા વેષમાં મોક્ષ?! એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ ૯૪ો કઈ જાતિમાં મોક્ષ થાય ? કયા વેષમાં મોક્ષ થાય ? આ બાબતનો પણ નિશ્ચય અમારાથી બની શકે તેમ નથી. કારણ કે તે બાબતમાં પણ ઘણા મતભેદો છે. એ જ મોટો દોષ છે ૯૪ો. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્રાદિ કઈ જાતિમાં મોક્ષ થાય અને કઈ જાતિમાં ન થાય ? વળી સ્ત્રી-પુરુષ નપુંસક જાતિમાંથી કઈ જાતિમાં મોક્ષ થાય અને કઈ જાતિમાં ન થાય ? વળી ક્યા વેષમાં મોક્ષ થાય? શું શ્વેતવસ્ત્રવાળાં વેષમાં મોક્ષ થાય? કે નગ્નાવસ્થામાં મોક્ષ થાય ? કે કેશરી આદિ અન્યરંગવાળા વેષમાં મોક્ષ થાય ? આવી બાબતોનો પણ નિશ્ચય કરવો ઘણો કઠિન છે. કારણ કે તેમાં ઘણા મતભેદો છે. સૌ પોતપોતાના મતોને સાચા જ ઠેરવવા સમજાવે છે. તેથી આ જ મોટો દોષ છે. તેથી સાચા કોઈ ઉપાય ન હોય તેમ લાગે છે !૯૫ા. તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાયો જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ll૯૫ા તે કારણથી એમ જણાય છે કે મોક્ષનો સાચો ઉપાય મળતો નથી. માટે જીવ-અજીવાદિ પદાર્થોને જાણીને પણ શું ફાયદો થવાનો છે ? ૯૫ ઉપરની ચર્ચા જોતાં એમ લાગે છે કે મોક્ષના ઉપાયોની બાબતમાં ઘણા-ઘણા મતભેદો છે. આયુષ્ય થોડું છે. કર્મો ઝાઝા ૧૭r Page #63 -------------------------------------------------------------------------- ________________ છે. સૌ મતાવલંબીઓ પોત-પોતાનું જ ગાય છે. તેથી સાચો મોક્ષનો ઉપાય મળવો અતિશય દુષ્કર છે. માટે જીવ-અજીવપુણ્ય-પાપાદિજાણીને પણ આ આત્માને શું ફાયદો થવાનો છે. ૯૫ા પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાગ | સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સભાગ્ય હો પાંચે પ્રશ્નોના પાંચે ઉત્તરોથી મારા મનનું સર્વ પ્રકારે સમાધાન થયું છે પરંતુ આ મોક્ષના ઉપાય સંબંધી છઠ્ઠા પ્રશ્નનો ઉપાય જો હું બરાબર સમજું તો મારા સદ્ભાગ્યનો બસ ઉદય જ ઉદય છે એમ જાણું ૯૬ll આપશ્રીએ મારા જેવા અલ્પમતિવાળા શિષ્ય ઉપર કરુણા આણી મને પ્રશ્નોના ઉત્તરો સમજાવ્યા છે. તેમાં પાંચે પ્રશ્નોના પાચે ઉત્તરો એવા સુંદર અને સરસ મળ્યા છે કે જેથી સર્વાગી સર્વપ્રકારે મારું હૈયાનું સમાધાન થયું છે. પરંતુ હવે જો મોક્ષના ઉપાયના પ્રશ્નનો ઉત્તર બરોબર સમજાઈ જાય તો હું મારા આત્માના સૌભાગ્યનો બસ ઉદય જ ઉદય છે એમ માનું કારણ કે આવું પરમામૃત તુલ્ય સમ્યફ, જ્ઞાન આપ જેવા જ્ઞાની ગુરુ વિના બીજા કોણ આપે ? માદા છા પ્રશ્ન સંબંધી ગુરુજીનું સમાધાન, ગાથા ૯૭થી ૧૧૮ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત || થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત ૯૭ જો તારા આત્માને વિષે પાંચે પ્રશ્નોના પાંચે ઉત્તરોની પ્રતીત થઈ છે તો “મોક્ષપાયની પ્રતીતિ પણ જરૂર આ રીતે સહજપણે થશે. ૯૭ll શિષ્યના વિનયભરેલા વાક્યનો સદગુરુજી પણ કરુણા અને ૫૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદપૂર્વક ઉત્તર આપતાં જણાવે છે કે જો આ આત્માને આત્મા સંબંધી પાંચે પ્રશ્નો અને તેના ઉત્તરોની સારી રીતે પ્રતીતિ થઈ છે તો આવી આધ્યાત્મિક દૃષ્ટિ ખીલવાથી ભવ્યતાનો તથા પ્રકારનો પરિપાક થવાથી, ધર્મપરિણામ પરિણત થવાથી, ભદ્રિક અને જિજ્ઞાસુ વૃત્તિ ઉત્પન્ન થવાથી, મોક્ષની ઘેલછા અને તમન્ના હોવાથી જરૂર ટૂંક સમયમાં જ સહજપણે જ મોક્ષના ઉપાયોનો પ્રશ્નોત્તર પણ સમજાશે. આવા લઘુકર્મી જીવોને સહજપણે સમજાય છે. તે સમજવામાં બહુ પ્રયત્ન કરવો પડતો નથી ૯શા કર્મભાવે અજ્ઞાન છે. મોક્ષભાવ નિજ વાસા અંધકાર અજ્ઞાનસમ, નાશે પાનપ્રકાશ ૯૮ કર્મભાવ એ જીવનો અજ્ઞાનસ્વભાવ છે. અને “મોક્ષભાવ એ આ જીવની પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવા રૂપ જ્ઞાનસ્વભાવ છે. એટલે અજ્ઞાન એ અંધકાર સમાન છે. તે અંધકાર ગમે તેટલા કાળનો હોય તો પણ જ્ઞાનરૂપ પ્રકાશ પથરાયે છતે અવશ્ય નાશ પામે છે૯૮ “સમયે સમયે કર્મો બાંધવાં, અને કર્મબંધોના કારણો એવા રાગાદિમાં જે વર્તવું તે આ આત્માનું “અજ્ઞાન''પણું છે. અને કર્મબંધોથી તથા તેનાં કારણોથી છુટકારો થવો અને આત્માની પોતાની મૂળ સ્થિતિમાં જે વસવાટ કરવો તે જ સાચો જ્ઞાનપ્રકાશ છે. અજ્ઞાન તે અંધકાર સમાન છે. અને જ્ઞાન તે પ્રકાશ સમાન છે. એટલે અંધકાર ગમે તેટલાં વર્ષોનો ભલે હોય પરંતુ પ્રકાશ આવે છતે ક્ષણવારમાં જ નાશ પામે છે. તેમ અજ્ઞાન ગમે તેટલું અનાદિકાળનું ઢગલેઢગલા ભલે હોય પરંતુ જ્ઞાનગુણ પ્રગટ થયે છતે તે ક્ષણવારમાં જ નાશ પામે છે ૯૮ પ૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ | તે કારણ છેદક દશા' મોક્ષપંથભવ અંતTM l૯૯૫ કર્મબંધનાં જે જે કારણો છે તેનું સેવન કરવું તે કર્મબંધનો માર્ગ છે અને કર્મબંધનાં તે તે કારણોને છેદવાવાળી આત્માની જે દશા છે તે જ મોક્ષનો માર્ગ છે અને સંસારનો અંતછે. ૧૯૯૫ જેનાથી આ આત્મા કર્મ બાંધે છે તેવાં રાગ-દ્વેષ-મોહકષાય-મિથ્યાત્વ અને મન-વચન-કાયાના યોગો આ બધાં કર્મબંધનાં કારણો છે. તે કારણોનું આ જીવ જેમ જેમ સેવન કરે તેમ તેમ આ આત્મા વધારે વધારે કર્મો બાંધે છે. આ કર્મોના બંધનો માર્ગ છે અને જેમ જેમ તે કારણોને આ જીવ છેદે છે અને દોષોને છેદીને ગુણોવાળી દશા પામે છે. તેમ તેમ સંસારનો અંત થાય છે. આ જ સાચો મોક્ષમાર્ગ છે ૧૯૯૫ રાગ-દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ। થાય નિવૃત્ત જેહથી, તે જ મોક્ષનો પંથ ૧૦૦ રાગ-દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કર્મબંધની મુખ્ય ગાંઠ છે. અને તે ત્રણથી જે નિવૃત્તિ થવી એ જ સાચો મોક્ષનો માર્ગ છે. ||૧૦૦|| આ આત્મામાં અનાદિ કાળથી રાગ-દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ કર્મ બાંધવાનાં મુખ્ય કારણો છે. તેથી જ તેને ગાંઠ કહેવાય છે જ્યાં સુધી આ આત્મામાં રાગાદિ હોય છે. ત્યાં સુધી કર્મોનો બંધ ચાલુ જ રહે છે. જ્યારે આ આત્મામાંથી રાગાદિ નિવૃત્તિ થાય છે. ત્યારે કર્મબંધ અટકી જાય છે. અને તે જ સાચો મોક્ષનો માર્ગ છે ।।૧૦૦ll ૧. પંથ = માર્ગ ૨. છેદક દશા = છેદનારી દશા. ૩. મોક્ષપંથ = મોક્ષનો માર્ગ ૪. ભવઅંત = સંસારનો છેડો ૫. કર્મની ગ્રંથ = કર્મોની ગાંઠ so Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત । જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીતે ૧૦૧ આ આત્મા ‘“સત્ છે. ‘‘ચૈતન્યમય, છે, સર્વાભાસથી રહિત છે જ્યારે ફકત આવું આત્મસ્વરૂપ પામીએ ત્યારે તે મોક્ષનો માર્ગ છે ।।૧૦૧|| આ આત્મા ‘“સ” છે એટલે કે વિદ્યમાન છે. આત્મા નામનો વાસ્તવિક પદાર્થ છે. ભૂતોમાંથી પ્રગટેલો નથી. અવિનાશી છે અનંતકાળ રહેવાવાળો છે. ઈશ્વરે બનાવેલો નથી. એવો આ આત્મા સત્ છે. તથા ‘“ચૈતન્યમય’” છે, જ્ઞાનસ્વભાવ રૂપ છે. સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણવાવાળો છે. કર્મોથી જ માત્ર અવરાયેલો છે. અંતે આ જ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવું છે. તથા સર્વ આભાસોથી રહિત છે. શરીર તે આત્મા નથી. અને આત્મા તે શરીર નથી. તેવી જ રીતે ઇન્દ્રિયો આદિ તમામ પુદ્ગલ દ્રવ્યોથી આ આત્મા ભિન્ન છે. હું ગોરો, હું કાળો ઇત્યાદિ જે જણાય છે તે શરીરનું સ્વરૂપ હોવાથી આભાસ માત્ર છે. વાસ્તવિક સ્વરૂપ નથી. જ્યારે આવો આત્મા ‘‘સત્'' ચૈતન્યમય'' અને સર્વાભાસ રહિત'' સમજાય ત્યારે જ મોક્ષનો માર્ગ કહેવાય છે. ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ। તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ ૧૦૨॥ કર્મો (પેટાભેદોની અપેક્ષાએ) અનંત ભેદો વાળાં છે. તેમાં આઠ કર્મો‘મુખ્યપણે છે. તે આઠમાં મોહનીયકર્મ મુખ્ય છે તે મોહનીયકર્મ કેમ હણાય ? તેના ઉપાયો કહું છું. ૧૦૨૫ અનાદિ કાળથી આ આત્મા કર્મો બાંધતો જ આવ્યો છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ તેથી તેને અનંતાનંતકર્મો બંધાયેલાં છે. જો કે શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં જ કર્મો કહ્યાં છે પરંતુ તે મુખ્ય ભેદો (મૂળભેદો છે) તેના પેટા ભેદો, અનંતાનંત છે. તે અનંત પ્રકારો અને મૂળ આઠ ભેદો તમામ ભેદો તોડવા જેવા છે. તે આઠ ભેદોમાં પણ મુખ્યત્વે મોહનીય કર્મ પ્રધાન છે. કારણ કે તે મોહનીય જ આ જીવને સંસારમાં ડુબાડે છે, અનંતા કર્મો બંધાવે છે માટે હવે તે મોહનીય કર્મોને તોડવાનો ઉપાય જણાવું છું.૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામા હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ ૧૦૩ મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે (૧) દર્શન મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય. તે બન્ને ભેદોને હણવાના અચૂક ઉપાયરૂપ (૧) સમ્યગ્બોધ અને (૨) વીતરાગતા છે ૧૦૩ સર્વ કર્મોમાં રાજકર્મ મોહનીય કર્મ છે. તેના બે ભેદો છે. પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરામાર્થને વિષે પરમાર્થબુદ્ધિ તે દર્શન મોહનીય કર્મ કહેવાય છે આત્માનું વિભાવદશામાં જવું કષાય અને નોકષાયવાળા બનવું તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. આ બન્ને કર્મો આત્માને સંસારમાં રઝળાવનાર છે. તે કર્મોનો નાશ કરવાનો અચૂક ઉપાય (૧) સમ્યજ્ઞાન અને (૨) વીતરાગતા છે. જેમ જેમ સમ્યગુજ્ઞાન થાય, સાચું જ્ઞાન થતું જાય, સાચી દૃષ્ટિ ખીલતી જાય તેમ તેમ દર્શન મોહનીય કર્મ તૂટતું જાય છે. તથા આ આત્મા જેમ જેમ વીતરાગ બનતો જાય રાગાદિ ઓછા કરતો જાય તેમ તેમ ચારિત્ર મોહનીય કર્મ તૂટતું જાય છે. આ બન્ને જે ઉપાયો છે તે અચૂક ઉપાયો છે સાચા ઉપાયો છે ૧૦૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ / પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ I૧૦જા. ક્રોધાદિથી કર્મો બંધાય છે. અને સમાદિથી કર્મો હણાય છે. સર્વને આ પ્રત્યક્ષ અનુભવ છે. તેમાં સંદેહ જેવું શું છે ? ||૧૦૪ો. ક્રોધ-માન-માય અને લોભાદિથી કર્મો બંધાય છે અને ક્ષમાનમ્રતા-સરળતા અને સંતોષથી કર્મો હણાય છે. ત્યાં વળી ક્ષમા આદરવાથી ક્રોધ હણાય, નમ્રતા આદરવાથી માન હણાય, સરળતાથી આદરવાથી માયા હણાય, સંતોષ આદરવાથી લોભ હણાય - આ વાત અનુભવસિદ્ધ છે. તેમાં કંઈ સંદેહ રાખવા જેવો નથી. ક્ષમાદિ ગુણો આચરવાથી ક્રોધાદિ દોષો અવશ્ય નાશ પામે છે. દુર્લભ એવા મનુષ્યભવમાં જ આ કાર્ય બની શકે છે. બીજા ભવોમાં સમાદિ ગુણો પ્રાપ્ત કરવા અતિદુષ્કર છે. ll૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પી કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ ૧૦પા મત અને દર્શનનો અતિશય આગ્રહ તથા વિકલ્પો છોડીને ઉપર કહેલા માર્ગને જે સાધશે તેના અલ્પ ભવો થશે ||૧૦પા આ મારો મત છે. આ અમારો પક્ષ છે. આ અમારું દર્શન છે તે જ બધું સાચું છે. યુક્તિ-પ્રયુક્તિથી, દાખલા અને દલીલોથી ગમે તેમ કરીને પણ મારે મારો પક્ષ જ પકડી રાખવો જોઈએ. તેને જ સાચો માનવો જોઈએ. આવો પક્ષનો-પોતાના દર્શનનો જે આગ્રહ છે તે ખરેખર છોડવા જેવો જ છે. આવા આગ્રહને ત્યજીને જે આત્માના ઉપર મુજબ શુદ્ધ સ્વરૂપને સાધશે, સમ્યગુબોધ અને વીતરાગદશા વડે મોહને તોડશે તે ૬૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ અલ્પભવોમાં જ મોક્ષે જશે ll૧૦પા. ષપદનાં ષપ્રશ્ન તેં, પૂયા કરી વિચાર | તે પદની સર્વાગત, મોક્ષમાર્ગ નિરધાર I૧૦૬I હે શિષ્ય ! તેં આત્મા સંબંધી ઉપર મુજબ છ પ્રશ્નો બહુ વિચારીને પૂછ્યા છે. મેં પણ તે છએ પદોના છ પ્રશ્નોના છ ઉત્તરો શાસ્ત્રાનુસાર આપ્યા છે. તે છ એ પદોને જે સર્વાગે વિચારે છે, સર્વ રીતે શાસ્ત્ર મુજબ વિચારે છે તે જ સાચો મોક્ષમાર્ગ છે. (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે. (૬) અને મોક્ષના ઉપાયો છે. આ છએ પદોને સંપૂર્ણપણે સમજી-વિચારી જે સ્વીકારે છે તે જ સાચો મોક્ષમાર્ગ પામે છે અન્ય દર્શકારોની જૂઠી જૂઠી માન્યાતાઓથી બચે છે. અને સાચા માર્ગે આત્મા ચડે છે. ૧૦૬ જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય ૧૦૭ ઉપર કહેલા મોક્ષના માર્ગમાં જાતિ કે વેષનો ભેદ નથી. જે આવો અનુપમ માર્ગ સાધે છે. તે મુક્તિ પામે છે. જે મુક્તિદશામાં કોઈ ભેદ નથી |૧૦૭ જૈનદર્શનકારો પ્રથમ મોહનીય કર્મનો ક્ષય કરી પછી ઘાતકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, સર્વકર્મોનો ક્ષય કરી આત્મા મોક્ષે જાય છે એમ માને છે. મોક્ષે જનારા આત્માઓમાં સમ્યગ્બોધ અને વીતરાગદશા આવવી જોઈએ. બ્રાહ્મણ જાતિના જીવો જ મોક્ષે જાય, કે ક્ષત્રિય જાતિના જીવો જ મોક્ષે જાય, કે વૈશ્યો જ મોક્ષે જ જાય એવો જાતિભેદનો કોઈ નિયમ નથી. અથતુ Page #70 -------------------------------------------------------------------------- ________________ તમામ જાતિવાળા જો મોહનીયકર્મ તોડે તો મોક્ષે જઈ શકે છે. અથવા શ્વેતવસ્ત્રવાળા જ મોક્ષે જાય, કે નગ્ન જ મોક્ષે જાય કે પીતવસ્ત્રવાળા જ મોક્ષે જાય, એવો વેષનો પણ નિયમ નથી. આ રીતે જાતિ કે વેષનો ભેદ મોક્ષે જનારાઓમાં નથી. માટે ઉપર કહેલો મોક્ષમાર્ગ જે આરાધે છે તે અલ્પકાળે જ મોક્ષે જાય છે. અને મોક્ષે ગયા પછી આ આત્મા શુદ્ધબુદ્ધ નિરંજન બને છે. જેમાં કોઈ ભેદ નથી. ૧૦૭ કષાયની ઉપશાત્તતા, માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ ૧૦૮ જે આત્મામાં (૧) કષાયોની ઉપશાત્તતા છે, (૨) માત્ર મોક્ષનો જ અભિલાષા છે, (૩) સંસાર ઉપર ઉદાસીનતા છે, (૪) સર્વ પ્રાણીઓ ઉપર અંતરમાં દયા વર્તે છે. તે જ જીવ સાચો જિજ્ઞાસુ છે. ૧૦૮ જે આત્મામાં સત્સંગથી, અથવા શાસ્ત્રાભ્યાસથી, અથવા પૂર્વે સંસ્કારોથી કષાયો પાતળા બન્યા છે નહીંવત્ થઈ ચૂક્યા છે તથા માત્ર મોક્ષનો જ અભિલાષ છે. મોક્ષ વિના બાકી કંઈ પણ રુચતું નથી ક્ષણે ક્ષણે ફક્ત મોક્ષનું જ રટણ લાગ્યું છે તથા ભવ એટલે સંસાર ઉપર ઉદાસીનભાવ વર્તે છે, સંસારનું ગમે તેવું સુખ પણ પ્યારું લાગતું નથી. તથા સર્વ જીવો ઉપર અંતરમાં કરુણા વર્તે છે આવા ગુણોવાળો જે જીવ છે, તે જ સાચો મોક્ષમાર્ગ માટેની જિજ્ઞાસુ જીવ છે એમ સમજવું. તે જ આત્મા મોક્ષમાર્ગને પામવા લાયક છે. તે ૧૦૮ !! તે જિજ્ઞાસુ જીવને, થાય સરુ બોધી તો પામે સમકિતને, વર્તે અંતરશોધા૧૦૯ જિજ્ઞાસુ એવા જે આત્માને સદ્ગુરુનો બોધ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. કપ Page #71 -------------------------------------------------------------------------- ________________ તે જીવ સમ્યક્તને પ્રાપ્ત કરે છે અને અંતર આત્માની શોધ પ્રગટ થાય છે. ૧૦૯ જિજ્ઞાસુ એવો જે આત્મા છે જેને પરમાત્માનાં વચનો સાંભળવા ગમે છે સાચુ, આત્માનું સ્વરૂપ જાણવાની ઘણી જ ભૂખ ઉત્પન્ન થઈ છે. તેવામાં સદ્ગુરુનો સદુપદેશ મળી જાય તો આ આત્મા એટલે બધો વૈરાગ્યભીનો બની જાય છે કે તુરત જ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. સાચી દિશા ખૂલે છે. જીવ અને શરીરના ભેદ સમજાય છે. સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનો ભેદ સમજાય છે. અને આત્માનું સ્વરૂપ અંદર આત્મામાં જ શોધે છે તથા આત્માભિમુખપણે આગળ વધે છે. I૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સરુ લક્ષી લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ ૧૧૦ જે આત્માઓ મત અને દર્શનનો આગ્રહત્યજી સદ્ગુરુજે બતાવે તે જ લક્ષ્યમાં પરિપૂર્ણપણે વર્તે તો આ આત્મા શુદ્ધ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. જેમાં કોઈ ભેદ કે પક્ષ નથી. ૧૧૦ આત્મા અનાદિ કાળથી મોહ અને અજ્ઞાનને પરવશ વર્તે છે. તેથી જ પોતાના મતનો કે દર્શનનો અતિશય આગ્રહી બને છે. સાચા કે ખોટા તત્ત્વની વિચારણા કરવાની ચિંતા કરતો નથી. પોતાની માનેલી માન્યાતાને જ યેન-કેન પ્રકારેણ સત્ય માની સત્ય રીતે સિદ્ધ કરવા આગ્રહ રાખે છે. પરંતુ આત્માર્થી આત્મા આવા ખોટા આગ્રહનો ત્યાગ કરી માત્ર સગુરુજી જે બતાવે તેમાં જ પૂરેપૂરો લક્ષ્યભૂત બની જાય છે. પોતાના કદાગ્રહને ત્યજી સરુની વાણીને જ ઉપકારક માની તેમાં લીન થાય છે તે આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. જેમાં આ મારો પક્ષ... આ પેલાનો પક્ષ' એવો ભેદ રહેતો નથી. ૧૧૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત। વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત ।।૧ ૧ ૧ || જ્યાં આત્મસ્વભાવનો અનુભવ વર્તે છે તથા આત્મસ્વભાવનું લક્ષ્ય વર્તે છે, અને જ્યાં આત્મસ્વભાવની પ્રતીતિ વર્તે છે; વળી જ્યાં આત્મસ્વભાવમાં જ વૃત્તિ વર્તે છે ત્યાં જ ખરેખર પરમાર્થથી સમ્યક્ત્વ હોય છે. ૧૧૧૫ આ જીવ અનાદિકાળથી મોહની પરવશતાના કારણે પરને પોતાનું માનીને વર્તે છે.. પૌદ્ગલિક વસ્ત્ર-પાત્ર-આહાર-ગૃહાદિને તથા પરિવાર અને મિત્રમંડળને પોતાનું માને છે. શરીરાદિને જાણે હું જ છું એમ સમજી બેઠો છે તેને બદલે સત્સંગથી, ઉત્તમ સાહિત્યના વાંચનથી તથા પોતાની ભવિતવ્યતા પાકવાથી જ્યારે દૃષ્ટિ બદલાય છે, પૌદ્ગલિક પદાર્થો અને શરીરાદિ પર લાગે છે, આત્મા એ જ સાચું તત્ત્વ સમજાય છે, આત્માના સ્વભાવનો જ અનુભવ થાય છે; જ્યારે લક્ષ્યમાં પણ આત્માનો સ્વભાવ જ વર્તે છે, બીજું બધું તુચ્છ ભાસે છે. સતત પ્રતીતિ પણ આત્માના સ્વભાવની જ થાય છે. આત્મસ્વભાવ સિવાય બીજું કંઈ રુચતું ગમતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ શુદ્ધ ગુણોમાં જ વૃત્તિ ધારણ કરે છે. ત્યારે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ પરમાર્થથી પ્રાપ્ત થાય છે. II૧૧૧॥ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ। ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ ૧૧૨॥ પરમાર્થથી સમ્યક્ત્વની પ્રાપ્ત થાય પછી તે સમ્યક્ત્વના પરિણામની ધારા વૃદ્ધિ પામતે છતે આ આત્મામાં જે મોહના ખોટા આભાસો છે તે ટળી જાય છે. અને સાઁચા સ્વભાવની રમણતા સ્વરૂપ ૬૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રનો ઉદય થાય છે. ત્યાર બાદ આ આત્મા વીતરાગપદમાં વાસિત થાય છે II૧૧૨॥ જ્યારે આ આત્માને પારમાર્થિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અને સત્સંગાદિના યોગે તે સમ્યક્ત્વ દિન-પ્રતિદિન વધારે નિર્મળ થતું જાય છે તેમ તેમ અનાદિ કાળથી આ આત્મામાં જે રાગ-દ્વેષ-ક્રોધ માનાદિ મિથ્યાભાસો જામેલા છે તે ટળી જાય છે, નાશ પામે છે અને શુદ્ધ સ્વભાવમાં આવીને વસે છે(સ્થિર થાય છે). II૧૧૨।। કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન । કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૩ ફક્ત આત્મસ્વભાવદશાનું અખંડ એવું જ્ઞાન જ્યારે આ જીવને થાય છે. ત્યારે તેને કેવળજ્ઞાન કહેવાય છે. તે થયા પછી દેહ વિદ્યમાન હોવા છતાં આ જીવ નિર્વાણ પામ્યો એમ જ જણાય છે. ૧૧૩૫ જ્યારે કામ-ક્રોધ-રાગ-દ્વેષ-હાસ્ય-શોક-ભય-અજ્ઞાન વગેરે અનાદિ કાળના જામેલા મિથ્યા આભાસો આ આત્મામાંથી નીકળી જાય છે, અને તેવા પ્રકારના સર્વ આભાસોથી રહિત ફક્ત એલા આત્મસ્વભાવની જ રમણતા સ્વરૂપ અખંડ જ્ઞાન જ્યારે વર્તે છે કે જે જ્ઞાન કદાપિ મંદ થતું નથી, ખંડિત થતું નથી કે ઓછું થતું નથી તથા ચાલ્યું જતું નથી-આવું શુદ્ધ-નિર્મળ-ક્ષાયિકભાવનું જે જ્ઞાન પ્રગટ થાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. જ્યારે આ કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ આત્મા હજુ દેહવાન્ હોવા છતાં પણ આત્માના શુદ્ધસ્વરૂપના અનુભવાત્મક નિર્વાણપદને ભોગવે છે. ૧૧૩|| કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય । તેમ વિભાવ અનાદિનો, શાન થતાં દૂર થાય ૧૧૪॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ કરોડો વર્ષોનું ભલે સ્વપ્ન હોય તો પણ નિદ્રામાંથી જાગ્રત થતાં જ તે સ્વપ્ન સમાઈ જાય છે તેવી રીતે અનાદિની પણ વિભાવદશા જ્ઞાન પ્રગટ થતાં જ દૂર પલાય છે. ૧૧૪ ધારો કે કોઈ માણસને કરોડો વર્ષથી નિદ્રા-ઊંઘ આવેલી હોય અને તેવી લાંબી નિદ્રામાં સૂતેલા માણસને લાંબું -લાંબું સ્વપ્ન આવેલું હોય, સ્વપ્નકાળમાં અનેકવિધ તરંગો રચાયા હોય પરંતુ જેવી જાગ્રત દશા થાય કે તુરત જ સ્વપ્નો બધાં શમી જાય છે તેવી રીતે મોહની દશા ઘણા લાંબા કાળથી આ આત્માને ભલે વળગેલી છે તો પણ કેવળજ્ઞાન પ્રગટ થતાં જ આ વિભાવદશા દૂર થઈ જાય છે ।।૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ ।।૧૧૫।। જ્યારે આ આત્મામાંથી દેહાધ્યાસ છૂટી જાય છે ત્યારે હે આત્મા! તું કર્મોનો કર્તા રહેતો નથી, તથા તું તે કર્મોનો ભોક્તા પણ રહેતો નથી, આ જ સાચો ધર્મનો મર્મ છે ૧૧૫॥ શરીરમાં જે મારાપણું અનાદિકાળથી મનાયું છે, અને તેના કારણે સ્ત્રી-પુત્રાદિ પરિવારમાં, તથા શરીરના સંરક્ષક ધનાદિમાં, તથા સ્નેહીવર્ગમાં અહં અને મમત્વ તને વર્તે છે. શાસ્ત્રોના સુંદર અભ્યાસથી, સત્પુરુષોના પરિચયથી અને આત્માનુભવથી જ્યારે શરીરાદિમાં જે આત્મીયતા મનાઈ છે તે ટળી જાય અને આત્મસ્વરૂપમાં આત્મતા પ્રગટે ત્યારે દેહાધ્યાસ-વિભાવદશા ચાલી જવાથી નવાં નવાં બંધાતાં કર્મો અટકી જાય છે. એટલે ખરેખર તું કર્મોનો કર્તા-ભોક્તા રહેતો નથી. આ આત્મા વિભાવદશાના લીધે જ કર્મોનો કર્તા-ભોક્તા છે. તે સ્વભાવદશા આવે છતે કર્મોનું કર્તૃત્વ-ભોત્વ રહેતું નથી. આ જ ધર્મતત્ત્વનો સાચો મર્મ છે. મોહનો ત્યાગ એ જ ધર્મનું ફળ છે ૧૧૫ ૬૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપો અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂ૫ ૧૧૬ આવા પ્રકારના ધર્મથી જ મોક્ષ છે. અને ખરેખર તું જ મોક્ષ સ્વરૂપ છો. અનંત દર્શન-અનંત જ્ઞાન સ્વરૂપ છો. તથા અવ્યાબાધ સ્વરૂપ પણ તું જ છો. I૧૧૬ll વિભાવદશાનો ત્યાગ, દેહાધ્યાસનો ત્યાગ, મોહદશાનો ત્યાગ, સ્વભાવદશાની પ્રાપ્તિ, સ્વભાવદશામાં જ રમણતા. એ જ યથાર્થ ધર્મ છે. તેવા ધર્મથી જ આ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (આવો નિશ્ચય ધર્મ પ્રાપ્ત કરવા માટે જ શ્રાવક-સાધુના જીવનનાં અનુષ્ઠાનો રૂપ વ્યવહારધર્મ છે. અર્થાત્ વ્યવહારધર્મ સાધન છે. નિશ્ચયધર્મ સાધ્ય છે.) અંતે નિશ્ચયધર્મથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે તું મોહરહિત શુદ્ધનિરંજન બને ત્યારે તું જ મોક્ષસ્વરૂપ છો. અનંત-જ્ઞાન-દર્શનાત્મક તું જ છો અને અવ્યાબાધ (કોઈ પણ જાતની ઉપાધિ વિનાના) સુખસ્વરૂપ પણ હે આત્મન્ ! તું જ છો. ૧૧૬l શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યધન, સ્વયં જ્યોતિ સુખધામ | બીજું કહીએ કેટલું , કર વિચાર તો પામ ll૧૧૭ હે આત્મન્ ! તું જ શુદ્ધ છો, બુદ્ધ છો, ચૈતન્યના ધનસ્વરૂપ છો, તું પોતે જ પ્રકાશ અને સુખનું સ્થાન છો. ઘણું બીજું શું કહીએ, કંઈક વિચાર કર તો તું આ સ્વરૂપ પામીશ. I૧૧૭ હે આત્મન્ ! જેમ સુવર્ણ માટીથી મળ્યું છતું મલીન છે. પરંતુ માટીથી રહિત થયું છતું તે જ સુવર્ણ શુદ્ધ છે. તેમ તું પણ મોહને પરવશ થયો છતો અશુદ્ધ છે. જો મોહદશા દૂર કરે તો તું જ શુદ્ધ છો. જ્ઞાનાવરણીયાદિ કર્મો નાશ કરે છતે કેવળી બનવાથી હે આત્મન્ તું Page #76 -------------------------------------------------------------------------- ________________ જબુદ્ધ છો સર્વ કર્મ રહિત બનવાથી અનંતજ્ઞાન-દર્શનાદિ ગુણસ્વરૂપ ચૈતન્યનો ધન (સમૂહ) પણ તું જ છો જેમ દીપક સ્વયં પ્રકાશાત્મક છે, તે બીજાને પ્રકાશે છે પરંતુ તેને કોઈ પ્રકાશતું નથી તેમ તું પોતે સ્વયં જ્યોતિમય=પ્રકાશાત્મક છે. પરંતુ તેને કોઈ અન્યદ્રવ્યપ્રકાશતું નથી.. વિભાવદશા ટળવાથી તે જ સાચા સ્વાભાવિક અનંત સુખનું ધામ છો આથી વધારે તને શું કહીએ? તું પોતે કંઈક વિચાર કર, જેથી તું તારું પોતાનું આવું સ્વરૂપ પામી શકે II૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય ૧૧૮ સર્વે જ્ઞાની પુરુષોનો નિર્ણય અહીં આવીને સમાપ્ત થાય છે. આટલું શિષ્યને સમજાવી ગુરુજીએ મૌનતા ધારણ કરી અને સ્વાભાવિક એવી સમાધિમાં લીન થયા. ||૧૧૮ જ્ઞાની મહાપુરુષોનાં જે કોઈ આગમ શાસ્ત્રો છે, સદુપદેશ છે. પ્રતિબોધ આપે છે. તે સર્વે જ્ઞાની પુરુષોની વાણીનો આ એક જ સાર છે. આત્માને મોહરહિત કરી, શુદ્ધ-બુદ્ધ નિરંજનતા પ્રાપ્ત કરાવવી. આવો ઉત્તમોત્તમ ધર્મોપદેશ શિષ્યને આપી ગુરુજી મૌન થયા. પોતાની આત્મસમાધિમાં સ્થિર થયા એટલે કે ગરુજી ઉપદેશ આપી શાન્ત થયા./૧૧૮ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાના નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન ૧૧૯ ઉપર મુજબ સરુના ઉપદેશથી શિષ્યને પહેલાં કોઈ દિવસ ન આવેલું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થયું અને ખેતાનું સ્વરૂપ પોતાને વિષે જ Page #77 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ દેખાયું અને દેહાત્મબુદ્ધિ રૂપ અજ્ઞાન દૂર થયું.૧૧૯ો. દેહવિનાશી છે, આત્મા અવિાશી છે, દેહપૌગલિક છે, આત્મા ચેતન છે- ઈત્યાદિનું ભાન જે આજ સુધી કદાપિ મળ્યું નથી તે ઉપર મુજબ સદ્ગુરુજીના ધર્મોપદેશથી પ્રાપ્ત થયું અને પોતાના આત્માનું યથાતથ્ય શુદ્ધ સ્વરૂપ મારામાં જ છે એવું શિષ્યને ભાન થયું અને દેહ તે જ હું છું? ઈત્યાદિ અનાદિ કાળથી ચાલ્યું આવતું અજ્ઞાન આ દીપક પ્રકાશિત થયે છતે દૂર થયું. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપા અજર-અમર - અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ ૧૨વા પોતાના આત્માનું શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ, અજરપણું અમરપણું, અવિનાશીપણું તથા દેહથી ભિન્ન આત્મસ્વરૂપ છે, ઈત્યાદિ હવે સ્પષ્ટ સમજાયું. ૧૨૦ સદ્ગુરુના ઉપદેશથી, અને વીતરાગ પરમાત્માના પ્રકાશિત આગમશાસ્ત્રોથી તથા સ્વાનુભવથી શિષ્યને હવે સમજાયું કે આ આત્મા શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપવાળો સુવર્ણની જેમ છે. આત્મા શુદ્ધ સ્વરૂપે જરા વિનાનો છે. મરણ વિનાનો છે. તથા કદાપિ નાશ ન પામવા વાળો છે. વળી આ આત્મા ચૈતન્યમય હોવાથી દેહથી અત્યંત ભિન્ન સ્વરૂપ વાળો છે. માત્ર મોહ અને અજ્ઞાન દશાને લીધે જ આ તત્ત્વ સમજાતું નથી. જ્યારે તે ટળે છે ત્યારે યથાર્થસ્વરૂપ સમજાય છે. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંયા વૃત્તિ વહી નિજભાનમાં, થયો અકર્તા ત્યાંથી ll૧ ૨૧ જ્યાં સુધી આ આત્મામાં વિભાવદશા વર્તે છે, ત્યાં સુધી આ જીવ ૭ર Page #78 -------------------------------------------------------------------------- ________________ મોહના ઉદયને લીધે મલીન હોવાથી કર્મોનો કર્તા-ભોક્તા છે. પરંતુ જ્યારે સ્વભાવદશાનું ભાન આવે છે અને તેમાં વૃત્તિ વર્તે છે ત્યારે આ જીવ કર્મોનો અકર્તા બને છે. II૧૨ના અનાદિ કાળથી આ જીવમાં વિભાવદશા વર્તે છે. તેના લીધે જ આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ અંદર હોવા છતાં જોઈ શકતો નથી, સમજી શક્તો નથી. પરને જ પોતાનું માની પ્રવૃત્તિ કરે છે. આવા અજ્ઞાનને લીધે જીવ કર્મોનો કર્તા-ભોક્તા છે. પરંતુ જ્યારે વિભાવદશા ટળી જાય છે. સ્વાભાવદશાનું ભાન થાય છે સ્વભાવદશા સમજાય છે અને આત્માનું તેમાં પ્રવર્તન વર્તે છે ત્યારથી જ કર્મોનો અકર્તા થયો એમ સમજવું. કારણ કે કર્મબંઘનાં જે જે કારણો હતાં તે તે કારણો આત્માએ ત્યજી દીધાં. પછી કર્મોનો કર્તા કેવી રીતે તાય ? ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતના રૂપમાં ર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ ૧રરા મોહના વિકલ્પો વિનાનો શુદ્ધ ચૈતન્યમય આત્માનો જે પરિણામ છે. તેને જ આ આત્મા ર્તા-ભોક્તા છે. ૧૨૨ અથવા કહીને ઉપરોક્ત જ વાત બીજી રીતે સમજાવે છે કે આ આત્માનાં શુદ્ધ ચૈતન્યમય (જ્ઞાનમય) જે પરિણામો છે, અધ્યવસાયો છે તેનો જ આ આત્મા ર્તા-ભોક્તા છે. આત્મદ્રવ્યચેતન છે. જ્ઞાન એ જ એનું સ્વરૂપ છે. માટે જીવ તે જ્ઞાનનો જ ર્તા-ભોક્તા છે. આ શુદ્ધસ્વરૂપ નિર્વિલ્પ દશાસ્વરૂપ છે. તે દિશામાં મોહજન્ય અને અજ્ઞાનજન્ય સંકલ્પ- વિલ્પો આવતા નથી. આ આત્મા અત્યન્ત શાન્ત બની જાય છે..૧૨૨ા મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ | સમજાવ્યો સંક્ષેપમાં, સંકળ માર્ગ નિગ્રંથ ૧૨૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ આત્માની શુદ્ધદશાની પ્રાપ્તિ” એ જ મોક્ષ છે, આવો મોક્ષ જેના વડે પમાય તેને મોક્ષનો માર્ગ કહેવાય છે. નિગ્રંથ એવા ગુરુજી એ સંક્ષેપમાં આ સઘળો માર્ગ સમજાવ્યો છે. I૧૨૩ સર્વકર્મ રહિત, સર્વ મોહ રહિત, સર્વ અજ્ઞાન રહિત, એવી આત્માની જે શુદ્ધદશા છે તેની પ્રાપ્તિ થવી એ જ મોક્ષ છે. આનાથી બીજું કંઈ મોક્ષનું સ્વરૂપ નથી. આવો પરમપવિત્ર અવિનાશી અનંતસુખ મય મોક્ષતત્ત્વની પ્રાપ્તિ જે ઉપાયોથી (રત્નત્રયીના સેવનથી) થાય છે. માટે તે રત્નત્રયીનું સેવન એ જ સાચો મોક્ષમાર્ગ છે. આ પ્રમાણે નિગ્રંથ = રાગ-દ્વેષની ગાંઠ વિનાના પરમ વૈરાગી. સંવેગપરિણામી એવા સદ્ગુરુજીએ સંક્ષેપમાં સમજાવ્યો છે. તે અમને બરોબર સમજાયો છે. ૧૨૩ અહો અહો શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર ! આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર ૧૨૪ અહો ! અહો ! અપાર કરુણાના સાગર એવા હે સદ્ગુરુજી ! આપશ્રીએ પામર એવા અમારા ઉપર અહો! અહો ! અતિશય પરમ ઉપકાર કર્યો છે. ૧૨૪ અહો પ્રભુ! હે અપાર કરુણાના સાગર પ્રભુ ! પામર એવા અમારા ઉપર તમે ઘણી કરુણા લાવીને આવો ધર્મોપદેશ સંભળાવવા દ્વારા અને અમને માર્ગે ચડાવવા દ્વારા અસીમ ઉપકાર કર્યો છે. જગતમાં સત્ય માર્ગ બતાવનાર મળવા અતિશય દુર્લભ છો ૧૨૪ો. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીના તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન ૧૨પા ૭૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુના ચરણકમળમાં હું શું ભેટ અર્પણ કરું ? કારણ કે આ સંસારમાં જે કંઈ પદાર્થો છે તે તમામ પદાર્થો આત્માના સ્વરૂપથી હીન છે. અને સદ્ગુરુએ મને આત્માનું સ્વરૂપ આપ્યું છે તેથી તેમના ચરણને આધીનપણે વસ્તું છું. ૧૨૫॥ આ સંસારમાં જે કોઈ પદાર્થો છે તે તમામ પદાર્થો આત્માના સ્વરૂપથી હીન છે. પ્રભુજીએ (સદ્ગુરુએ) મને આપાર એવા આ સંસારમાંથી તરવાનો સાચો માર્ગ બતાવ્યો છે. આત્માના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી છે. તેથી તેના પ્રત્યુપકારમાં હું ગુરુજીના ચરણકમણમાં શું ધરું ? કોઈ વસ્તુ અર્પણ થાય તેમ નથી. કારણ કે સર્વે વસ્તુઓ આત્માથી ઊતરતી કક્ષાની છે. માટે પ્રત્યુપકારમાં કંઈ પણ વસ્તુ આપવાને બદલે આવા પરમોપકારી ગુરુજીના ચરણોમાં આજ્ઞાંકિત પણે વર્તે છું અર્થાત્ આત્મસમર્પણ કરુ છું. ૧૨૫॥ આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન । દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન ૧૨૬॥ શરીર વિગેરે જે કંઈ પણ મારું છે. તે તમામ આજથી હું ગુરુજીને સમર્પિત કરું છું. હે પ્રભુ ! હું તમારો દાસ છું. દીન એવો હું તમારો દાસ છું. ૧૨૬॥ આ શરીર, ઇન્દ્રિયો અને અંદરની તમામ ધાતુઓ વિગેરે જે કંઈ પણ મારી માલિકીની ચીજો છે તે હે પ્રભુ ! હું તમને સમર્પિત કરુ છું. કારણ કે તમે મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે. ખરેખર હું તમારો દાસ છું. દાસ છું એટલું જ નહિ પરંતુ દીન દાસ છું. ।। ૧૨૬ ॥ ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ । મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ ।।૧૨૭॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ આપશ્રીએ આત્માનાં છ સ્થાનો બતાવી આત્મા શરીરથી ભિન્ન છે જેમ મ્યાનથી તરવાર ભિન્ન છે. તેમ આ આપશ્રીનો અમાપ ઉપકાર 9.112011 આ આત્મા છે. નિત્ય છે. કર્તા છે. ભોક્તા છે. મોક્ષ છે. અને મોક્ષના ઉપાયો છે. ઇત્યાદિ આત્માનાં છ સ્થાનો બતાવી જેમ મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ આ શરીરથી આત્મા ભિન્ન છે. એમ જે મને સમજાવ્યું છે તે આપશ્રીનો મારા ઉપર અસીમ ઉપકાર છે. ।। ૧૨૭।। દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ ૧૨૮॥ જો વિસ્તારથી વિશેષ વિચાર કરીએ તો છએ દર્શન આ છ સ્થાનમાં સમાઈ જાય છે. તેમાં કંઈ પણ સંદેહ રહેતો નથી.. ।। ૧૨૮।। બૌદ્ધ, સાંખ્ય, મીમાંસક ચાર્વાક, વૈશેષિક અને જૈન એમ જે છ દર્શનો દર્શનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે પણ આ છ સ્થાનમાં સમાય છે. બૌદ્ધદર્શન આત્માને એકાન્તે ક્ષણિક માને છે. સાંખ્યદર્શન આત્માને એકાન્તે નિત્ય માને છે. મીમાંસકો વેદોને જ પ્રધાનપણે માને છે. ચાર્વાક પૂર્વભવપરભવ નથી એમ જ માને છે. વૈશેષિક સામાન્ય અને વિશેષ બન્ને માને છે. પરંતુ એકાન્તે ભિન્ન માને છે અને જૈનદર્શન સામાન્ય-વિશેષ એમ ઉભયનો અપેક્ષાવિશેષે ભિન્નાભિન્ન માને છે. તે બધી ચર્ચા જાણવા જેવી છે. આ જે છ સ્થાનો બતાવ્યાં છે. તેમાં છએ દર્શનો સમાઈ જાય છે. જો આ વાત વધુ વિસ્તારથી સૂક્ષ્મ રીતે સમજવામાં આવે તો સારી રીતે સમજાય તેમ છે તેમાં કંઈ પણ સંશય રહેતો નથી. ॥ ૧૨૮ ।। ૭૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન ૧૨૯ આત્મતત્ત્વનું ભાન ન થવું. એના સમાન બીજો કોઈ રોગ નથી. સદ્દગુરુ જેવા કોઈ સારા જ્ઞાની વૈદ્ય નથી. | ગુરુની આજ્ઞા પાળવા સમાન કોઈ પથ્ય નથી. અને ઉત્તમ વિચારીપૂર્વકના ધ્યાન સમાન કોઈ ઔષધ નથી. ૧૨૯ો. અનાદિ કાળથી આ આત્માને મોહની વાસનાના જોરે આત્મતત્વનું સાચું ભાન થયું નથી. સગુરુજી પુણ્યોદયથી મળ્યા. તેમણે આત્મતત્વનું ભાન કરાવ્યું; તેથી (૧) આત્માની ભ્રાન્તિ જેવો કોઈ રોગ નથી ! (૨) ઉત્તમ જ્ઞાની ગુરુ જેવા કોઈ વૈદ્ય નથી. (૩) ગુરુજીની આજ્ઞા પાળવા જેવું સાચું કોઈ પથ્ય (હિતકારક ભાતું) નથી. (૪) ઉત્તમ વિચારો સ્વરૂપ ધ્યાન જેવું કોઈ ઔષધ નથી. આ પ્રમાણે દૃષ્ટાંત આપીને સગુરુને અસીમ ઉપકાર છે. એમ સમજાવે છે. / ૧૨૯ .. જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ 1. ભવસ્થિતિ આદિનામ લઈ, છેદો નહિઆત્માર્થ ૧૩O જો પરમાર્થને (મોક્ષસાધ્યને) ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ ન તજો | ભવસ્થિતિ વિગેરેનાં બાનાં કાઢી સાચો આત્માર્થ છેદો નહિ. I૧૩૦ જો અનાદિ કાળથી આત્માને વળગેલ આ સંસાર તજવો જ હોય, સંસારનાં દુઃખ-સુખો અસાર લાગતાં હોય, અને આત્માના કલ્યાણનો સાચો માર્ગ (મોક્ષ પુરુષાર્થ) મોળવવો જ હોય તો મોહની માયા છોડી સાચો પુરુષાર્થ કરો. ૭૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ અમે શું કરીએ? અમારે ઘણું જ્ઞાન મેળવવું છે. ચારિત્ર સ્વીકારવું છે. પરંતુ શું થાય ? અમારી ભાવસ્થિતિ હજુ પાકી નથી. કલ્યાણ નજીકમાં હોય એવું દેખાતું નથી. ઈત્યાદિ બાનાં કાઢીને આત્માના મોક્ષ પ્રત્યેના સાચા પુરુષાર્થને છેદવો જોઈએ નહિ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો ય નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય ૧૩૧II ઉપર મુજબ નિશ્ચયનયની વાણી સાંભળી પ્રભુસેવા સ્વાધ્યાય વૈયાવચ્ચ, આદિ સાધનો ત્યજવાં નહિ પરંતુ મનમાં નિશ્ચય રાખીને તે જ સાધનો અપનાવવાં. ૧૩ના - ઉપરોક્ત નિશ્ચયર્દષ્ટિ સાંભળી ઘણી વખત મનાં એવો વિચાર આવે કે એકલું આત્માનું જ રટણ કર્યા કરીએ બાહ્ય ધર્માનુષ્ઠાનો (ક્રિયાઓ) કરવાની શું જરૂર છે? તેને ઠપકો આપતાં ગ્રંથકાર કહે છે કે નિશ્ચયદષ્ટિની વાત સાંભળવા છતાં તેના ઉપાયરૂપ જે જે ધર્માનુષ્ઠાનો =સાધનો છે. તેને ત્યજવાં નહિ. કારણ કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. માટે હૃદયમાં જ્યાં જવાનું હોય તે ગામનું લક્ષ્ય રાખી જેમ ગાડી ચલાવાય છે. તે જ પ્રમાણે અહીં પણ હૃદયમાં નિશ્ચયદષ્ટિ રાખીને સાધનોનો ઉપયોગ કરી સાધ્ય મેળવવા પ્રયત્ન કરવો આ જ વાતને સમજાવતાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે : નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરી, પાલે જે વ્યવહારો પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે . સાડા ત્રણસો ગાથાનું સ્તવન ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલા એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ ૧૩૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ આ “આત્મસિદ્ધિ ગ્રંથમાં એકાંતે નિશ્ચયનયની વાત છે કે એકાંતે વ્યવહારનયની વાત છે એમ ન સમજવું, કારણ કે સાધનદષ્ટિ તે વ્યવહાર છે અને સાધ્યદષ્ટિ તે નિશ્ચય છે. સાધ્યદષ્ટિ વિના સાધનની સેવના નિરર્થક છે. અને સાધનની સેવના વિના સાધ્ય સિદ્ધિ થતી નથી. માટે બને એકાંત નો નિચ્યા છે તે આ ગ્રંથમાં સમજાવ્યા નથી પરંતુ બને નયોને સાપેક્ષપણે જ્યાં જે વસ્તુ જેમ ઘટે તેમ નયો લગાડવા./૧૩ર.. ગચ્છો અને મતોની જે કલ્પના છે તે સવ્યવહાર નથી તથા જેમાં આત્માભાન નથી તે એકાંત નિશ્ચય પણ શ્રેયસ્કર નથી. II૧૩૩ાા આ ગચ્છ સાચો અને આ ગચ્છ ખોટો, આ મત સાચો અને આ મત ખોટો, આ ક્રિયા સાચી અને આ ક્રિયા ખોટી ઈત્યાદિ જે કલ્પના કરાય છે તે સમ્ય વ્યવહાર નથી. પરંતુ મોહના પરાભવને કરાવનારો જે વ્યવહાર તે સમ્ય વ્યવહાર છે. તેવી જ રીતે જે જ્ઞાનમાં આત્મભાન (આત્મસ્વરૂપનું ભાન) થયું નથી તે શુષ્ક નિશ્ચયદષ્ટિ પણ બોલવા પૂરતી જ છે. કંઈ પણ કામ લાગે નહિ અર્થાત્ આત્મકલ્યાણ કરે નહિ..૧૩૩. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય /૧૩૪ ભૂતકાળમાં અનંતા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. વર્તમાન કાળમાં પણ (મહાવિદેહમાં)તીર્થકરાદિ જ્ઞાની ભગવંતો છે તથા ભવિષ્યકાળમાં પણ જ્ઞાની ભગવંતો થશે. પરંતુ તેમની વાણીમાં કોઈ પણ જાતનો ભેદ હોતો નથી. II૧૩૪ ભૂતકાળમાં અનંત તીર્થંકર ભગવંતો થયા છે. સામાન્ય કેવળજ્ઞાની ભગવંતો પણ અનંતા થયા છે. તથા વર્તમાન કાળમાં હાલ પણ જ્ઞાની Page #85 -------------------------------------------------------------------------- ________________ ભગવંતો વિચારે છે. તથા ભવિષ્યકાળમાં પણ અનંત તીર્થંકર ભગવનો તથા સામાન્ય કેવળજ્ઞાની ભગવંતો થશે. પરંતુ કોઈની પણ વાણીમાં ભિન્નતા હોતી નથી. સર્વે સર્વજ્ઞ હોવાથી એક સરખી જ દેશના આપે 9.1193811 સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય। સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય ॥૧૩૫॥ સર્વે જીવો સિદ્ધની સમાન છે- આવું જે સમજે તે જ સિદ્ધ થાય સિદ્ધ થવા માટે સદ્ગુરુની આજ્ઞાનું પાલન, અને જિનેશ્વર પ્રભુની દશાનો વિચાર આ બે નિમિત્ત કારણ છે. ૧૩૫॥ સર્વે જીવોમાં સિદ્ધ ૫૨માત્મા જેવા અનંતજ્ઞાનાદિ ગુણો રહેલા છે સ્વરૂપ સત્તાથી સર્વે સિદ્ધ સમાન છે તેથી જ ઉપ૨નું કર્મ આવ૨ણ દૂર થવાથી આ આત્મા સિદ્ધ થઈ શકે છે આવું જે સમજે છે, અને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તે જ સિદ્ધ દશા મેળવવાના બે ઉપાયો છે (૧) સદ્ગુરુ જે સમજાવે તે સમજી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું, (૨) જિનેશ્વક પ્રભુની વીતરાગ અવસ્થા તથા તેના ઉપાયો વિચારવાં આ બે ઉપાયોથી જ આત્માનાં કર્મો નાશ પામી જવાથી આ આત્મા સિદ્ધસમાન બને. ૧૩૫।। ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત । પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત ૧૩૬॥ ઉપાદાનને આગળ કરી જે જીવો નિમિત્તને તજે છે તે જીવો સિદ્ધત્વદશાને પામતા નથી, અને ભ્રાંતિમાં જ રખડ્યા કરે છે ।।૧૩૬|| સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્માસાધનનાં નિમિત્ત કારણો છે અને ८० Page #86 -------------------------------------------------------------------------- ________________ તેના દ્વારા આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણો પ્રગટ કરવા તે ઉપાદાન કારણ છે. તેથી જ્ઞાન-દર્શનાદિ ઉપાદાન કારણોને જમુખ્ય કરી જે કોઈ વ્યક્તિ નિમિત્તોને ત્યજે છે. તે સિદ્ધિપણાને પામતા નથી. કારણ કે ઉપાદાનનાં લક્ષણો સાચા નિમિત્તને ત્યજવા માટે શાસ્ત્રમાં નથી બતાવ્યાં પરંતુ ઉપાદાન જાગ્રત ન રાખવાથી સાચાં નિમિત્તો મળવા છતાં તારું કલ્યાણ નહિ થાય. તેથી જ્યારે સાચાં નિમિત્તો મળ્યાં હોય ત્યારે તેનું આલંબન સ્વીકારી ઉપાદાનની સિદ્ધિ કરવી પણ પુરુષાર્થ વિનાના ન થવું એટલા માટે જણાવેલ છે. આવું નહિ સમજનારા બ્રાન્તિમાં જ રહી જાય છે. અને નિમિત્તોથી અલગ થવાના કારણે સાધ્યસિદ્ધિ વિનાના આ સંસારમાં રખડે છે ૧૩૬ો ખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહી તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનનો દ્રોહ I/૧૩૭ મુખે નિશ્ચયદષ્ટિવાળાં વચનો કહે છે પરંતુ અંતરથી જેનો મોહ છૂટ્યો નથી તે પામર પ્રાણી ખરેખર જ્ઞાની પુરુષોનો દ્રોહ કરે છે HI૧૩૭ જે જીવોને ખરેખર કંઈ કરવું નથી, ધર્માનુષ્ઠાન રુચતું નથી. તેવા જીવો મુખે એકાન્તનિશ્ચયનયનાં વચનો શાસ્ત્રોમાંથી લઈલઈને બોલે છે. પરંતુ પોતાને જરા પણ સંસારનો મોહ છૂટ્યો નથી તેવા અજ્ઞાની જીવો પોતાના જ્ઞાની કહેવરાવતા છતાં સાચા જ્ઞાની મહાત્માઓની દ્રોહ કરે છે ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ,વૈરાગ ! હોય મુમુક્ષુ ઘટ વિશે, એહ સદાય સુજાગ ll૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, ઈત્યાદિ જે ગુણો છે. મુમુક્ષુ આત્મામાં સદા જાગ્રત હોય છે. ૧૩૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ જે આત્મા ખરેખર સાચો મુમુક્ષુ હોય છે તેવા આત્મામાં ઉપર કહેલા દયા આદિ ગુણો અવશ્ય હોય છે. એ ગુણો વિના સાચું પારમાર્થિક મુમુક્ષુપણું હોઈ શકતું નથી ||૧૩૯ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત ૧૩૯ મોહભાવનો જ્યાં ક્ષય થયો છે અથવા બહુ ક્ષીણ થવાથી લગભગ ઉપશાન્ત થઈ ગયો છે. તેવા જ આત્માની જે જ્ઞાનદશા તે સાચી જ્ઞાનદશા છે. બાકી તો જેણે મોહ ત્યજ્યો નથી અને પોતાનામાં જ્ઞાનદશા માની લીધી છે. તેને બ્રાન્તિ જ કહેવાય અથવા આવા જીવો અજ્ઞાની અને મોહાંધ સમજવા. II૧૩૯ો. સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન છે તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન ૧૪૦ જે જ્ઞાનીને શાસ્ત્રા દિજ્ઞાનથી આ આખું જગત (સંસારનાં સુખો પણ) એઠની જેવાં દેખાય છે અથવા સ્વપ્ન સમાન લાગે છે તે જ સાચી જ્ઞાનીની દશા છે. બાકી તો વાચજ્ઞાન જાણવું (બોલવા માત્રની જ કલા સમજવી. ૩/૧૪૦ જે આત્મા સમ્યગુ શાસ્ત્રજ્ઞાન મેળવ્યું છે, મોહનો પરાભવ કર્યો છે આત્મા સંવેગનિર્વેદ અને વૈરાગ્યથી વાસિત થયો છે, જેને આ અખિલ સંસારનું સુખ પણ એઠવાડતુલ્ય ભાસે છે અથવા સ્વપ્નસમાન દેખાય છે તે જ આત્માઓ સાચા આત્મજ્ઞાની છે - બાકી આત્માની વાતો કરનારા અને મોહમાં મસ્ત રહેનારા બોલવાની કલા માત્રવાળા વાક્પટુતાવાળા જ સમજવા. II૧૪૦માં - ૮૨. Page #88 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક પાંચ વિચારીને, છક્કે વર્તે જેહ ! પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ /૧૪૧૫ આત્માનાં પાંચ સ્થાનો વિચારીને જે છઠ્ઠા સ્થાનમાં વર્તે છે તે પાંચમું સ્થાન પામે છે તેમાં બિલકુલ સંદેહ નથી. I૧૪૧// જે આત્માર્થી આત્માઓ ઉપર બતાવેલાં આત્માનાં છ સ્થાનોમાંથી પ્રથમનાં પાંચ સ્થાનો બરાબર સમજી વિચારી, આત્મસાક્ષાત્ નિર્ણત કરે છઠ્ઠા સ્થાનમાં (મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની આરાધનામાં) વર્તે છે તેઓ જ પાંચમું સ્થાન મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ વાતમાં બિલકુલ સંદેહ નથી .૧૪ના દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીતા તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત ૧૪રા જે મહાત્માઓ દેહમાં રહેલા હોવા છતાં દેહથી પર વર્તે છે તે જ સાચા જ્ઞાની છે તેઓના ચરણમાં અગણિત વંદન હોજ. I૧૪૨ જે મહાત્મા પુરુષો હાલ શરીરમાં વર્તે છે પરંતુ દેહથી પર વર્તે છે; દેહત સુખ-દુઃખથી હર્ષ-શોક પામતા નથી તે જ સાચા પરમાર્થે જ્ઞાની પુરુષો છે. તે મહાત્માઓના ચરણકમળમાં અમારા અગણિત વંદન હોજો ૧૪રા Page #89 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તત્ત્વવિચાર બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહિ એક્કે ટા , સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહીં રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો ! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જે થી, જંજીરે થી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તેહ” જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના હે ભગવાન ! હું બહું ભૂલી ગયા. મે તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહી'. તમારાં કહેલાં અનુપમ તાવને મેં' વિચાર કર્યો નહી'. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહી'. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં એાળખ્યાં નહી'. હે ભગવન્! ભૂલ્યા, આથડયો, ૨ઝન્યા, અને અનંત સંસારની વિટમ્સનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્તવ વિના મારા માક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયા છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સવ" પાપથી મુક્ત થઉ' એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપાને હું' હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂફમ વિચારથી ઊ'ડા ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમકારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહેજાનદી, અનંતજ્ઞાની, અનંતદશી, અને ઐલાકયપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અથે તમારી સાક્ષીએ ક્ષમા ચાહુ છું'. એક પળ પણ તમારાં કહેલાં તત્તવની શકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું', એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું' વિશેષ શું કહે ? તમારાથી કઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું' કર્મજન્ય પાપની ક્ષમાં ઇરછુ છુ'. 3% શાંતિઃ શાંતિઃ શાંતિઃ www.jainelibrary.one