________________
ત્રીજા પદ સંબંધી ગુરુનું સમાધાન : ગાથા ૭૪થી ૭૮ હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ
જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ ૭૪ll
ચેતન એવા આત્મામાં “પ્રેરણા કર્મ બાંધવા માટેના પરિણામ જો ન હોય તો કર્મ કોણ બાંધે? અર્થાત્ કર્મ બાંધવા માટેના પરિણામરૂપ પ્રેરણા ચેતનમાં છે જ, કારણ કે જડપદાર્થોમાં આવી પ્રેરણા હોતી નથી. બન્ને પદાર્થોના મર્મને વિચારી જુઓ ! ૭૪ .
ચેતનમાં બુદ્ધિશક્તિ છે. તેથી દુઃખ-સુખ, માન-અપમાન, સાનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં કષાયો આવે જ છે. આ કષાયો એ જ કર્મબંધ માટેની પ્રેરણા (અધ્યવસાયો) છે. જડ પદાર્થોમાં આવી પ્રેરણા (અધ્યવસાયો) હોતા નથી. માટે જીવ જ કર્મબંધનો કર્તા છે. પરંતુ જડ એવું કર્મ કર્મોનું કર્તા નથી. જડમાં અધ્યવસાય-વિચારધારા-પ્રેરણા હોતી નથી અને ચેતનમાં હોય છે – એમ બન્નેનો જુદો જુદો ધર્મ છે. તે વિચારજો. // ૭૪ |
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ ll૭પો.
જો ચેતન એવો આ આત્મા કર્મો કરતો નથી ત્યારે કર્મો બંધાતાં નથી. તેથી કર્મબંધ એ સહજ સ્વભાવ નથી, તથા જીવનો ધર્મ પણ નથી. કપાઈ
જ્યારે ચેતન એવો આ આત્મા કર્મો કરે છે ત્યારે જ કર્મો બંધાય છે. ચેતન જો કષાયો કરે નહિ તો એમ ને એમ કર્મો બંધાતાં નથી. તેથી નક્કી થાય છે કે સહજ સ્વભાવે કર્મો આવતાં નથી, તથા કર્મબંધ કરવો તે જીવસ્વભાવ નથી. જો જીવસ્વભાવ હોય તો કાયમ બંધાયા જ કરવાં જોઈએ. તેમ જ કોઈ પણ દિવસ અંત તો થવો જોઈએ જ નહિ ! જે
४५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org