________________
તથા તેઓ જ આત્મસ્વરૂપના લક્ષ્યને પણ પામે છે. I
જે આત્માર્થી મહાત્માઓ ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનીત્વ સ્વરૂપ પોતાનો એકાન્ત પક્ષ ત્યજી દે છે એટલે કે જેઓને પ્રથમ સાચા સદ્ગુરુ મળ્યા નથી અને માત્ર ક્રિયાનું જડત્વ જ વળગેલું છે. સૂત્રોનું જ્ઞાન નહિ, સૂત્રોના અર્થોનું જ્ઞાન નહિ, પછી તેનું ચિંતન-મનન તો હોય જ શાનું ?? આવી ક્રિયાઓના સરવાળા વડે માન-બહુમાન-મોટાઈ-પ્રશંસા મેળવવાની જ માત્ર અભિલાષા હોય છે. તેવી જ રીતે સદ્ગુરુ વિના મતિકલ્પના પ્રમાણે અધ્યાત્મગ્રંથો વાંચી-ભણી શુષ્કજ્ઞાની બન્યા. પોતાને જ્ઞાની મનાવવા અને તે દ્વારા પૂજા-પ્રભાવ મેળવવા પાંડિત્ય પ્રાપ્ત કર્યું. આવા બન્ને આગ્રહીઓ પોતપોતાના આગ્રહને મુકી સદ્ગુરુના ચરણકમળને જો સેવે તો બન્ને નયોની સાપેક્ષ ષ્ટિ ખૂલતાં સાચા આત્મજ્ઞાની બને.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ । અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય ૧૦॥
(૧) આત્મજ્ઞાન, (૨) સમદર્શીપણું (૩) કર્મોના ઉદયને આધીન થઈને વિચરવું, (૪) અપૂર્વવાણી, અને (૫) ૫૨મશ્રુત -આ પ્રમાણે સદ્ગુરુનાં પાંચ ઉત્તમ લક્ષણો છે. ૧૦ના
સદ્ગુરુના યોગથી આત્મામાં આત્માર્થીપણું પ્રગટે છે. માટે સદ્ગુરુનો યોગ મળવો અતિદુર્લભ છે. તે સદ્ગુરુનાં નીચે મુજબ પાંચ લક્ષણો છે. (૧) જેઓ આત્મજ્ઞાની છે, આત્મજ્ઞાનમાં વર્તે છે અને પરભાવ દશા (પૌદ્ગલિકભાવો)થી રહિત છે તે આત્મજ્ઞાન એ પ્રથમ લક્ષણ છે) (૨) શત્રુ-મિત્ર, હર્ષ, - શોક, નમસ્કારતિરસ્કાર, સાનુકૂળતા પ્રતિકૂળતા, સંયોગ-વિયોગ વગેરે પ્રસંગોમાં જેઓ સમાન દૃષ્ટિવાળા છે. તે સમદર્શિતા બીજુ લક્ષણ છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org