________________
આશીર્વાદપૂર્વક ઉત્તર આપતાં જણાવે છે કે જો આ આત્માને આત્મા સંબંધી પાંચે પ્રશ્નો અને તેના ઉત્તરોની સારી રીતે પ્રતીતિ થઈ છે તો આવી આધ્યાત્મિક દૃષ્ટિ ખીલવાથી ભવ્યતાનો તથા પ્રકારનો પરિપાક થવાથી, ધર્મપરિણામ પરિણત થવાથી, ભદ્રિક અને જિજ્ઞાસુ વૃત્તિ ઉત્પન્ન થવાથી, મોક્ષની ઘેલછા અને તમન્ના હોવાથી જરૂર ટૂંક સમયમાં જ સહજપણે જ મોક્ષના ઉપાયોનો પ્રશ્નોત્તર પણ સમજાશે. આવા લઘુકર્મી જીવોને સહજપણે સમજાય છે. તે સમજવામાં બહુ પ્રયત્ન કરવો પડતો નથી ૯શા
કર્મભાવે અજ્ઞાન છે. મોક્ષભાવ નિજ વાસા
અંધકાર અજ્ઞાનસમ, નાશે પાનપ્રકાશ ૯૮
કર્મભાવ એ જીવનો અજ્ઞાનસ્વભાવ છે. અને “મોક્ષભાવ એ આ જીવની પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવા રૂપ જ્ઞાનસ્વભાવ છે. એટલે અજ્ઞાન એ અંધકાર સમાન છે. તે અંધકાર ગમે તેટલા કાળનો હોય તો પણ જ્ઞાનરૂપ પ્રકાશ પથરાયે છતે અવશ્ય નાશ પામે છે૯૮
“સમયે સમયે કર્મો બાંધવાં, અને કર્મબંધોના કારણો એવા રાગાદિમાં જે વર્તવું તે આ આત્માનું “અજ્ઞાન''પણું છે. અને કર્મબંધોથી તથા તેનાં કારણોથી છુટકારો થવો અને આત્માની પોતાની મૂળ સ્થિતિમાં જે વસવાટ કરવો તે જ સાચો જ્ઞાનપ્રકાશ છે. અજ્ઞાન તે અંધકાર સમાન છે. અને જ્ઞાન તે પ્રકાશ સમાન છે. એટલે અંધકાર ગમે તેટલાં વર્ષોનો ભલે હોય પરંતુ પ્રકાશ આવે છતે ક્ષણવારમાં જ નાશ પામે છે. તેમ અજ્ઞાન ગમે તેટલું અનાદિકાળનું ઢગલેઢગલા ભલે હોય પરંતુ જ્ઞાનગુણ પ્રગટ થયે છતે તે ક્ષણવારમાં જ નાશ પામે છે ૯૮
પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org