________________
છે. સૌ મતાવલંબીઓ પોત-પોતાનું જ ગાય છે. તેથી સાચો મોક્ષનો ઉપાય મળવો અતિશય દુષ્કર છે. માટે જીવ-અજીવપુણ્ય-પાપાદિજાણીને પણ આ આત્માને શું ફાયદો થવાનો છે. ૯૫ા
પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાગ | સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સભાગ્ય હો
પાંચે પ્રશ્નોના પાંચે ઉત્તરોથી મારા મનનું સર્વ પ્રકારે સમાધાન થયું છે પરંતુ આ મોક્ષના ઉપાય સંબંધી છઠ્ઠા પ્રશ્નનો ઉપાય જો હું બરાબર સમજું તો મારા સદ્ભાગ્યનો બસ ઉદય જ ઉદય છે એમ જાણું ૯૬ll
આપશ્રીએ મારા જેવા અલ્પમતિવાળા શિષ્ય ઉપર કરુણા આણી મને પ્રશ્નોના ઉત્તરો સમજાવ્યા છે. તેમાં પાંચે પ્રશ્નોના પાચે ઉત્તરો એવા સુંદર અને સરસ મળ્યા છે કે જેથી સર્વાગી સર્વપ્રકારે મારું હૈયાનું સમાધાન થયું છે. પરંતુ હવે જો મોક્ષના ઉપાયના પ્રશ્નનો ઉત્તર બરોબર સમજાઈ જાય તો હું મારા આત્માના સૌભાગ્યનો બસ ઉદય જ ઉદય છે એમ માનું કારણ કે આવું પરમામૃત તુલ્ય સમ્યફ, જ્ઞાન આપ જેવા જ્ઞાની ગુરુ વિના બીજા કોણ આપે ? માદા છા પ્રશ્ન સંબંધી ગુરુજીનું સમાધાન, ગાથા ૯૭થી ૧૧૮ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિશે પ્રતીત || થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત ૯૭
જો તારા આત્માને વિષે પાંચે પ્રશ્નોના પાંચે ઉત્તરોની પ્રતીત થઈ છે તો “મોક્ષપાયની પ્રતીતિ પણ જરૂર આ રીતે સહજપણે થશે. ૯૭ll
શિષ્યના વિનયભરેલા વાક્યનો સદગુરુજી પણ કરુણા અને
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org