________________
ઘણું જ મુશ્કેલ છે. તે જુદા જુદા મતોમાં સાચા ઉપાયનો વિવેક બની શકે તેમ નથી ૯૩
કઈ જાતિમાં મોક્ષ છે. ક્યા વેષમાં મોક્ષ?!
એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ ૯૪ો
કઈ જાતિમાં મોક્ષ થાય ? કયા વેષમાં મોક્ષ થાય ? આ બાબતનો પણ નિશ્ચય અમારાથી બની શકે તેમ નથી. કારણ કે તે બાબતમાં પણ ઘણા મતભેદો છે. એ જ મોટો દોષ છે ૯૪ો.
બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્રાદિ કઈ જાતિમાં મોક્ષ થાય અને કઈ જાતિમાં ન થાય ? વળી સ્ત્રી-પુરુષ નપુંસક જાતિમાંથી કઈ જાતિમાં મોક્ષ થાય અને કઈ જાતિમાં ન થાય ? વળી ક્યા વેષમાં મોક્ષ થાય? શું શ્વેતવસ્ત્રવાળાં વેષમાં મોક્ષ થાય? કે નગ્નાવસ્થામાં મોક્ષ થાય ? કે કેશરી આદિ અન્યરંગવાળા વેષમાં મોક્ષ થાય ? આવી બાબતોનો પણ નિશ્ચય કરવો ઘણો કઠિન છે. કારણ કે તેમાં ઘણા મતભેદો છે. સૌ પોતપોતાના મતોને સાચા જ ઠેરવવા સમજાવે છે. તેથી આ જ મોટો દોષ છે. તેથી સાચા કોઈ ઉપાય ન હોય તેમ લાગે છે !૯૫ા.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાયો
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ll૯૫ા
તે કારણથી એમ જણાય છે કે મોક્ષનો સાચો ઉપાય મળતો નથી. માટે જીવ-અજીવાદિ પદાર્થોને જાણીને પણ શું ફાયદો થવાનો છે ? ૯૫
ઉપરની ચર્ચા જોતાં એમ લાગે છે કે મોક્ષના ઉપાયોની બાબતમાં ઘણા-ઘણા મતભેદો છે. આયુષ્ય થોડું છે. કર્મો ઝાઝા
૧૭r
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org