________________
કર્મો અનાદિકાળનાં હોવાથી અનતાં છે. તે આટલા નાના એકાદબે મનુષ્યભવોથી કેમ છેદી શકાય ? ૯૨.
આત્મા સંબંધી છઠ્ઠા પદનો (મોક્ષના ઉપાયન) પ્રશ્ન શિષ્ય કરે છે કે અત્યાર સુધીની ચર્ચાથી “મોક્ષ” છે એમ તો બરોબર જણાયું છે. પરંતુ મોક્ષના ઉપાયોને વિષે શંકા છે. એટલે કદાચ મોક્ષપદ તો ભલે હો પરંતુ વિરોધ વિનાના, યથાર્થ, સાચા, અવશ્ય મોક્ષ આપે જ એવા ઉપાયો કોઈ દેખાતા નથી. ઊલટું મોક્ષને બદલે સંસારના જ ઉપાયો દેખાય છે. કેમ કે આ જીવ અનાદિ કાળથી કર્મો બાંધે છે. એવો કાળ અનંત ગયો છે. પ્રતિસમયે બંધાતાં કર્મોના તો ઢગલેઢગલા થયેલા છે. આટલાં બધાં કર્મો આટલા નાનકડા એકાદ-બે મનુષ્યોના ભવોથી કેમ છેદ્યા જાય? અર્થાત્ કેમ છેદી શકાય ? ૯૨ા
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક | તેમાં મત સાચો કયો ? બને ન એહ વિવેક ૧૯૩
અથવા મતો અને દર્શનો ઘણાં છે. દરેક લોકો જુદો જુદો ઉપાય બતાવે છે તેમાં કયો સાચો મત છે ? એનો વિવેક બની શકે તેમ નથી. એટલે કે કયો મત સાચો છે ? તે જાણી શકાય તેમ નથી. ૯૩માં
અથવા ઘણાં બાંધેલાં કર્મોને તોડવા માટે આ માનભવની જિંદગી ટૂંકી પડે, અર્થાત્ ન તોડી શકે. એ દલીલને ધારો કે જતી કરીએ તો પણ આ સંસારમાં મોક્ષ અને મોક્ષના ઉપાયની બાબતમાં જુદા જુદા દર્શનકારોના મતો જુદા જુદા ઘણા છે. કોઈ કોઈનાથી મોત બતાવે છે જ્યારે બીજા કોઈ બીજા કોઈ કારણોથી મોક્ષ બતાવે છે એટલે ભિન્ન ભિન્ન ઉપાયો બતાવે છે. તેથી આ તમામમાં સાચો ઉપાય કયો ? – એ અમારા જેવા માટે જાણવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org