________________
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ | તે કારણ છેદક દશા' મોક્ષપંથભવ અંતTM l૯૯૫ કર્મબંધનાં જે જે કારણો છે તેનું સેવન કરવું તે કર્મબંધનો માર્ગ છે અને કર્મબંધનાં તે તે કારણોને છેદવાવાળી આત્માની જે દશા છે તે જ મોક્ષનો માર્ગ છે અને સંસારનો અંતછે. ૧૯૯૫ જેનાથી આ આત્મા કર્મ બાંધે છે તેવાં રાગ-દ્વેષ-મોહકષાય-મિથ્યાત્વ અને મન-વચન-કાયાના યોગો આ બધાં કર્મબંધનાં કારણો છે. તે કારણોનું આ જીવ જેમ જેમ સેવન કરે તેમ તેમ આ આત્મા વધારે વધારે કર્મો બાંધે છે. આ કર્મોના બંધનો માર્ગ છે અને જેમ જેમ તે કારણોને આ જીવ છેદે છે અને દોષોને છેદીને ગુણોવાળી દશા પામે છે. તેમ તેમ સંસારનો અંત થાય છે. આ જ સાચો મોક્ષમાર્ગ છે ૧૯૯૫
રાગ-દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ। થાય નિવૃત્ત જેહથી, તે જ મોક્ષનો પંથ ૧૦૦
રાગ-દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કર્મબંધની મુખ્ય ગાંઠ છે. અને તે ત્રણથી જે નિવૃત્તિ થવી એ જ સાચો મોક્ષનો માર્ગ છે.
||૧૦૦||
આ આત્મામાં અનાદિ કાળથી રાગ-દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ કર્મ બાંધવાનાં મુખ્ય કારણો છે. તેથી જ તેને ગાંઠ કહેવાય છે જ્યાં સુધી આ આત્મામાં રાગાદિ હોય છે. ત્યાં સુધી કર્મોનો બંધ ચાલુ જ રહે છે. જ્યારે આ આત્મામાંથી રાગાદિ નિવૃત્તિ થાય છે. ત્યારે કર્મબંધ અટકી જાય છે. અને તે જ સાચો મોક્ષનો માર્ગ છે ।।૧૦૦ll
૧. પંથ = માર્ગ ૨. છેદક દશા = છેદનારી દશા. ૩. મોક્ષપંથ = મોક્ષનો માર્ગ ૪. ભવઅંત = સંસારનો છેડો ૫. કર્મની ગ્રંથ = કર્મોની ગાંઠ
so
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org