________________
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ ! મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય ર૦
૧. આ વાત શ્વેતામ્બર સંપ્રદાય આશ્રયી લખી છે. દિગંબર સંપ્રદાય સ્ત્રીને કેવળજ્ઞાન અને મુક્તિ નથી સ્વીકારતા. તેથી તેઓને આ દૃષ્ટાંત અમાન્ય છે.
વિનયગુણનો આવો અનુપમ માર્ગ છે એમ શ્રી વીતરાગ ભગવંતોએ કહ્યું છે. આ વિનયગુણ જ મોક્ષમાર્ગનો મૂળહેતુ (પ્રધાન કારણ) છે. આ વાત કોઈ સૌભાગ્યશાળી(સુલભબોધિ ) જ સમજી શકે છે. ૨૦
સર્વ ગુણોમાં વિનયગુણ મુખ્ય છે. તેમાં પણ સગુરુનો વિનય તો મોક્ષમાર્ગનું પ્રધાનતર કારણ છે. તેથી કેવલજ્ઞાન પામનારા કેવલી ભગવંતો પણ તેમના ગુરુ કદાચ છબસ્થ હોય તો પણ તેઓનો વિનય કરે છે. માટે ઉપકારી દેવ-ગુરુનો વિનય કરવો એ જ આત્મહિતનો મૂળ માર્ગ છે. પરંતુ આ વાત કોઈ સુલભબોધિ જીવને જ સમજાય છે. રવો.
અસગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ ! મહા મોહનીય કર્મથી, બુડે ભવજળમાંહી ર૧
જે ગુરુ અસદ્ગુરુ હોય અને શિષ્યાદિ વડે કરાતા આવા વિનયનો લાભ ઉઠાવે તો તે અસદગુરુ મહાન એવું મોહનીચકર્મ બાંધે છે અને આ સંસારસાગરમાં ડૂબે છે. સારા
જે ગુરુએટલા ગીતાર્થ ન હોય, મહાજ્ઞાની ન હોય, આચારમાં પણ શિથિલ હોય, પરિણતિમાં પણ મન્દ હોય, ફક્ત પૂર્વદીક્ષિત હોવાથી ગુરુ બન્યા હોય પરંતુ સદ્ગુરુનાં લક્ષણો એક પણ ન હોય છતાં શિષ્યપરિવારાદિ વડે કરાતી સેવા-ભક્તિ અને વિનયનો ૧. ભવજળ = સંસારરૂપી સમુદ્ર.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org