________________
જો તેઓ લાભ ઉઠાવે તો તેઓ પૂજા-સત્કાર-સન્માનના લોભી હોવાથી મહા મોહનીયકર્મ બાંધે તથા સંસારસાગરમાં ડુબે. અર્થાત્ અનેક ભવોમાં જન્મ-મરણની પરંપરામાં રખડે. ર૧
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર મારા
જે મુમુક્ષુ જીવ હોય છે, તે આ વિચારો સમજી શકે છે. પરંતુ જે જીવ પોત-પોતાના મતનો આગ્રહી હોય તે ઊંધો નિર્ણય કરે છે. મારા
જે આત્માઓ આત્માર્થી છે, મોક્ષાભિલાષી છે, પોતાના અત્માનું નિકટભવોમાં કલ્યાણ ઈચ્છે છે તેઓને “વિનય એ જ મોક્ષનું પ્રધાનતર કારણ” છે આ વાત સમજાય છે. પરંતુ જે પોતપોતાના મતના ઘણા જ આગ્રહી છે. સાચું તે મારું એ નીતિને બદલે પોતાનું માનેલું જે છે તેને જ સાચું માનવાનો અને મનાવવાનો આગ્રહ જે રાખે છે. તેવા મતાર્થીઓ ઉપરોક્ત ચર્ચામાંથી અવળો નિશ્ચય કરે છે. એટલે કે ઊધો અર્થ કરે છે. પોતે અસદ્ગુરુ હોવા છતાં તેવા પ્રકારના વિશિષ્ટ સંયમી, ત્યાગી, ગીતાર્થ, અને જ્ઞાની ન હોવા છતાં પણ પોતાની જાતને ગીતાર્થ સમજી લે છે. અને શિષ્યોના વિનયનો ઉપભોગ કરે છે. પરચો
હોય મતાર્થી તેહને, થાય ન આતમ લક્ષ્ય તેહ મતાર્થી લક્ષણો, અહી કા નિર્પક્ષ ર૩.
જે આત્માઓ મતાર્થી છે (પોતાના જાતના કદાગ્રહી છે) તેઓને આત્માનું લક્ષ્ય થતું નથી. આવા મતાર્થીને ઓળખવામાં ૧. અવળો = ઊધો. ૨. નિર્ધાર = નિશ્ચય 3. આત્મલક્ષ = આત્માનું લક્ષ્ય ૪. નિર્પક્ષ = પક્ષપાત વિના.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org